ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, January 10, 2017

માણસ થઈને માણસમાં અટવાયો છું - Happy birthday dear Hard

માણસ થઈને માણસમાં અટવાયો છું,
જખ્મો માંગી રાહતમાં અટવાયો છું.

કોરી બેઠો મન મારું હું કાગળ પર,
શબ્દો થઈ ને કાગળમાં અટવાયો છું.

ભીની આંખે બાંધી મેઁ ,યાદો ભીની,
સાગર થઈને પાંપણમાં અટવાયો છું.

ઊંડે ઊંડે બળબળતા આ અગ્નિમાં,
ડૂમો થઈને સમજણમાં અટવાયો છું.

હું પણ બેઠો તો છલકાતા કિનારે,
ચાતક થઈને ચાહતમાં અટવાયો છું.

હાર્દ

तुम्हारा हुवा कम करम क्या कहुं - मासूम मोडासवी

तुम्हारा हुवा कम करम क्या कहुं
रहे हमभी तनहा सनम क्या कहुं

जमाने का तुमको बड़ाखोफआया
रहा  हमपे   कैसा भरम क्या  कहुं

इनायत  की तेरी कुछ बढी थी उमीदें
कीया तुमने मिलना भी कम क्या कहुं

हमें   जिंदगी   की  तलब   थी  बढी
बढ़ाया  है  तुमने  सीतम क्या  कहुं

जताते  तुम्ह्रारा  इरादा  जो  मासूम
बढ़ाते नहम अपना कदम क्या कहुं ।

            
- मासूम मोडासवी

મુક્તક...

ખુદની સાથે પ્રીત થઇ ગઈ,
જિંદગીની રીત  થઇ ગઈ.
હિંમત  રાખી હું  જીવું  છું ,
હાર પાછી જીત થઇ  ગઈ.

કવિ જલરૂપ

Monday, January 9, 2017

જલન માતરી

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
– જલન માતરી

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે..... બેફામ

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
- બેફામ

શીતલ ગઢવી"શગ"

મૌન થઇ વાતો કલમથી રોળું છું.
વેદનાને કેમ પાછી ખોળું છું?

જાતને જોયા કરું દર્પણ મહી,
ડગ પરત લઇ પાંપણોને ચોળું છું.

ચાંચમાં લઇ ચાંચ પંખી બેસતું,
હું જ બસ એકાંત બેઠી તોળું છું.

થઇ નદી ઘેલી સમંદરને મળી,
રેતમાં તૂટેલ મુક્તક બોળું છું.

ચાંદની ચાંદા તરફ ઢળતી રહી,
અંધકારે જાત મારી ઢોળું છું.

-શીતલ ગઢવી"શગ"

"रूह"से बजती रही सरगम अभी भी याद है।

हमने मिल के बांटे सारे गम अभी भी याद है,
हाथ में था जाम वो आलम अभी भी याद है।

सर्द रातें,उनकी बातें,और  वो मीठी कसक,
साँस बोझल और आँखें नम अभी भी याद है।

किस कदर बहला रहे थे दिल हमारा उन दिनों,
कांधे पे सर, वो मेरा हमदम अभी भी याद है।

कुछ इस तरह तन्हाई से लिपटे रहे थे रातभर,
और बरसी यादों की शबनम अभी भी याद है।

बस गये हो बन के मेरे साझ भी आवाज भी,
"रूह"से बजती रही सरगम अभी भी याद है।

- नीता "रूह"

ठेस वागी याद ज्यारे छोकरी आवी - भरत भट्ट

ठेस  वागी  याद  ज्यारे  छोकरी  आवी
शूष्क आंखोमां नदी पण आछरी आवी

याद वृद्धाने य पेली झांझरी आवी
आपना कंठे  मधुरी  ठूमरी  आवी

हुं हजी बचपणने संभारी ने बेठो छुं
सांज बांधीने गला पर टोकरी आवी

आखरे थाक्या तो वणझाराऐ पूछ्यु के,
पोठ सपनाओनी क्यां क्यां संचरी आवी

कांठे आवी बहार नीकलीने मरी डूबी
माछली  साते य दरियाने  तरी  आवी

- भरत भट्ट

Sunday, January 8, 2017

આંખ સામે  પ્રેમનો  વિસ્તાર વધતો જાય છે- પિનલ સતાપરા

આંખ સામે  પ્રેમનો  વિસ્તાર વધતો જાય છે,
આ હદયમાં એમનો વિસ્તાર વધતો જાય છે.

સામસામી  ખોલતા બારી પછી  જોતાં અમે,
એ ઇશારે , ખેલનો વિસ્તાર  વધતો જાય છે.

લાખ સાંભળતા રહ્યા ફરિયાદ એની રાગમાં,
ને  ગઝલમાં સૂરનો વિસ્તાર  વધતો જાય છે.

કંઇક સંસ્મરણો તપે છે મન ઉપર ચૂલો કરી,
આયખામાં તાપનો વિસ્તાર વધતો જાય છે.

પાનખર તો ખૂબ  ખીલી જિંદગીની સીમમાં,
બારણાથી  રાહનો વિસ્તાર વધતો જાય છે.

વિસ્મયોની આજ અર્થી નીકળી છે વાતમાં,
ને વિચારે બોજનો વિસ્તાર વધતો જાય છે.

ઠોકરો ખાધી ને ઊઠી ત્યારથી 'જ્ન્નત' અહીં,
જિંદગીનાં અર્થનો વિસ્તાર વધતો જાય છે.

જ્ન્નત
પિનલ સતાપરા

Friday, January 6, 2017

જોગી જસદણવાળા

બજવ્યા છે સમન્સ તમને છતાંયે કાં ભટકવાનો ઈરાદો છે !
હવે સાચું કહું ઈચ્છા! તમારું ખુન કરવાનો ઈરાદો છે.

- જોગી જસદણવાળા

બરકત વિરાણી ‘બેફામ’

કંઇ ઈંતેઝાર થાય હવે શક્યતા નથી,
એને ફરી મળાય છે શક્યતા નથી.

એના બની જવાની સજા એકલા સહો,
સૌના બની જવાય હવે શક્યતા નથી.

કાંટા સિવાય કાંઇ નથી મારા માર્ગમાં,
તમને ફૂલો ધરાય હવે શક્યતા નથી.

રસ્તો જ એવો છે કે જ્યાં મંઝિલ નથી કોઇ,
ભૂલા પડી જવાય હવે શક્યતા નથી.

બેફામ લ્યો મરણનો હવે ભય જતો રહ્યો,
મરજી મુજબ જીવાય હવે શક્યતા નથી.

-   બરકત વિરાણી ‘બેફામ’

રાકેશ રાઠોડ "મિત્ર"

ગીત
.
લક્ષ્મી રૂપી આવી છે તું
અમને સૌને વ્હાલી છે તું
આવી છે આંગણ માં મારા
જોઈ તુજને થઇ છે ખુશી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

સૌથી આગળ જગમાં વધજે
નામને સૌના રોશન કરજે
માન છે આપે સૌને તું તો
માન થી સૌના મનમાં રહેતી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

દીકરી ક્યાછે તું તો મારી
તું છે વ્હાલો દીકરો મારો
લાડ લડાવ્યા ખુબજ તુને
હૈયામાં તે જગ્યા લીધી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

હસતા હસતા સાસરે જાશે
લાગશે ખાલી ઘર તો ત્યારે
ત્યાં પણ સૌના માનમાં રહેજે
એવી તુજને દુઆ દીધી
હેપ્પી બર્થ ડે ટુ યુ નિધિ (2)

રાકેશ રાઠોડ "મિત્ર"

कैफ़ भोपाली

क्या ज़माने में यूँ ही कटती है रात
करवटें बेताबियाँ अँगड़ाइयाँ

- कैफ़ भोपाली

રાજેન્દ્ર શુક્લા

"જત જણાવવાનું તને કે ,તારા નશામાં જ હોઉં છું ,
શું લખું,શું કહું તને ,તારા સિવાય હું ક્યાં કશામાં હોઉં છું ".

- રાજેન્દ્ર શુક્લા

Thursday, January 5, 2017

સોહમ્ ભટ્

'તું' એટલે શું શું નહીં?,
તારા વિના 'હું' કશું નહીં.

- સોહમ્ ભટ્

Sunday, January 1, 2017

कतरा कतरा दरिया पीने वालें हैं - जोगी जसदनवाला

सात समंदर अपनी जेब में पाले हैं
कतरा कतरा दरिया पीने वालें हैं

तुने जाडुं ऐसे फ़ेरा बे-रहमी से
ईसी वजह तो मेरे दिल पें छाले हैं

- जोगी जसदनवाला

તુષાર શુક્લ

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી

- તુષાર શુક્લ

खालीपो में ऐम गझलोथी भर्यो - भरत भट्ट

खालीपो में ऐम गझलोथी भर्यो
ऐक दरियो खाली शब्दोथी भर्यो

ऐक   रीते   आयनो  अकबंध ने-
बीजी रीते आख्खो करचोथी भर्यो

हुं  परंतु  साव  खालीखम  रह्यो
में  मने पण मात्र वरसोथी भर्यो

आंसुमां पींछी  झबोलुं छुं  अने
केटलां रंगीन स्वपनोथी भर्यो ?

तें मने नखशिख उकेलीने कह्युं
जुदा जुदा  अर्थघटनोथी  भर्यो

- भरत भट्ट