ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, August 24, 2015

તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,
ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.

ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.

શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે
કળી   પાંદડીઓના  પડદે   રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.

બધી  રાત  લોહીનું  પાણી  કરીને
બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,

પધારો કે  આજે  ચમનની  યુવાની
બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.

પરિમલની સાથે ગળે  હાથ  નાખી-
કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,

ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,
પુરાણા  મલાજાથી પર થૈ  ગઇ છે.
-ગની દહીંવાલા

લાબી આદમી છઈએ, રુવાબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ…

હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજર જવાબી આદમી છઈએ…

અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ,
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ…

નથી હેવાન કે તારો કરીએ ના કશો આદર,
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી, આદમી છઈએ…

ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબ્બતનાં,
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ…

– અમૃત ‘ઘાયલ’

आंधिया गम की चलेंगी तो संवर जाऊँगा,
मै तेरी जुल्फ नहीं जो बिखर जाऊँगा..
तुझसे बिछडा तो मत पूछो किधर जाऊँगा,
मै तो दरिया हू समुन्दर में उतर जाऊँगा..
नाखुदा मुझसे न होगी ये खुशामद तेरी,
मै वो खुद्दार हू कश्ती से उतर जाऊँगा..
मुझको सूली पे चढाने की जरुरत क्या है,
मेरे हाथो से कलम छिन लों मर जाऊँगा..
मुझको दुनिया से 'जफ़र' कौन मिटा सकता है,
मै तो शायर हू किताबो में बिखर जाऊंगा..
.
.
.
.
"बहादुर शाह जफ़र"

પડછાયા સાથે રેસ લગાવી ,
છેક સાંજે જીત્યો...

પણ એ મારો ભરમ હતો
સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો....

ઓશિકાની ભીનાશ કોઠે પડી ગઈ
આંસુના ભાગ્યે સુગંધી રૂમાલ ક્યાં !

-

હું મારી નૌકા ડુબાડી દેત મઝધારે...

ખબર જો હોત મુજ ને કે, આ કિનારા  દગો દેશે...

આપ ચાલો એ લયમાં ચાલે છે
આ કલમ એક વિષયમાં ચાલે છે !

સવપ્નમાં રાતના ઊડે છે એ
જે દિવસના સમયમાં ચાલે છે !

કંઇક બોલે તમારી ધડકનમાં
એ જ મારા હ્રદયમાં ચાલે છે !

ડગમગે કોઈ, કોઈ દોડે છે
સર્વ પોતાની વયમાં ચાલે છે !

કઇ જગ્યાએ સુરંગ મૂકી હો
લોક સઘળાં જ ભયમાં ચાલે છે !

જીવવાનું ન જીવવાનું પણ
આ બધું તો પ્રણયમાં ચાલે છે !

इतना आसान नहीं है,
जीवन का हर किरदार निभा पाना..

इंसान को बिखरना पड़ता है,
रिश्तों को समेटने के लिए..!!

Sunday, August 23, 2015

जी करता है मुफ्त में ही उसे अपनी जान भी दे दूँ .इतने मासूम खरीददार से क्या लेन – देन करना ..

अब रातभर ये उधम मचाएंगी,ख्वाहिशे दिन में खूब सोयीं हैं....-- गुलज़ार

हम भी फूलों की तरह कितने बेबस हैं,
कभी किस्मत से टूट जाते हैं,
कभी लोग तोड़ जाते हैं..

************ ************ ************ ************

कुछ नही चाहिए था हमे तुमसे
एक रिश्ता भी निभा नही पाए तुम तो

************ ************ ************ ************

मंजर भी बेनूर थे.....

मंजर भी बेनूर थे
और
फिजायें भी बेरंग थी...
बस तुम याद आए और मौसम सुहाना हो गया....

वही प्यास.......

वही प्यास के अनगढ़ मोती,
वही धूप की सुर्ख कहानी !!

वही आंख में घुटकर मरती,
आंसू की खुद्दार जवानी !!

ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે

ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઈ અસર ત્યારે દુવાએ લાજ રાખી છે
તરસનું માન સચવાયું ફક્ત તારા વચન ઉપર
સમયસર આભથી વિખરી ઘટાએ લાજ રાખી છે
ઘણું સારું થયું આવ્યા નહિ મિત્રો મને મળવા
અજાણે મારી હાલતની ઘણાંએ લાજ રાખી છે
પડી ‘કૈલાસ’ના શબ પર ઊડીને ધૂળ ધરતીની
કફન ઓઢાડીને મારી ખુદાએ લાજ રાખી છે

- કૈલાસ

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.
પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.
હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.
અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.
સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.

વરસે ઝડી વર્ષાની વ્હાલમા
વ્હાલમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વાદળીની વણઝારે વ્હાલમા
વ્હાલમા આભ ધ્રુજાવે રે
વીરહીણી એ થઇને સજની
સજની નીર વહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વીજ બની ધનુ કામનું વ્હાલમા
વ્હાલમા ઉર મૂંઝાવે રે
એજ ધરાને મેઘની સજની
સજની પ્રીત સુહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

- ભાસ્કર વ્હોરા

Thanks :: Bh'Art

દાન

કોક તો પડકારનારો જોઈએ;
મોતને પણ મારનારો જોઈએ !

એ હિમાલયમાં રહે કે હાથમાં;
ભાગ્યને સમજાવનારો જોઈએ !

કાળજું કોરી અને રાખી શકું,
શબ્દ પણ કોરો કુંવારો જોઈએ !

સાવ કોરો પત્ર હું કયાં મોકલું ?
મોકલું તો વાંચનારો જોઈએ !

‘દાન’ તારી વાતમાં છે વીજળી;
મેઘ જેવો ઝીલનારો જોઈએ !

ધીમેથી કૈક કાનમાં કહી જાય છે....

ધીમેથી કૈક કાનમાં કહી જાય છે,
અણસાર પર હવે તડપાવી જાય છે,
પ્રેમ શું છે એતો ખબર નથી,
પણ એની યાદ આંખો ભીંજવી જાય છે.
-હાર્દ

મારા દિલનો નવો આકાર તું છે.

મારા દિલનો નવો આકાર તું છે.
કોયલ નો મીઠો ટહુકાર તું છે.

પડછાયા સીવાય મારું કોણ છે,
મારા જીવન નો સથવાર તું છે.

કદી હસાવે છે,કદી રડાવે છે,
યાદોની અનોખી વણઝાર તું છે.

આ ભીડ માં મને એકલતા ડંખે,
સહવાસ આપતી સીતાર તું છે.

આંખો ને આંસુ સાથે એકતા કેવી,
"સખી" ના જીવન નો આધાર તું છે.

ભગવાન જો મને મળે તો મારે એક ફરીયાદ કરવી છે,
સાચા ને ખોટાપણાની સુંદર રજુઆત કરવી છે
-લાલુ

Thursday, August 20, 2015

આંખોમાં નમી જોઇને એણે હળવેકથી કહ્યું,
પ્રેમમાં પથ્થરો પણ ભીંજાય છે હે ને !!
હાર્દ

મને એટલું જ સમજાય છે,
જેટલું તારી આંખોથી કહેવાય છે.
હાર્દ

बस तेरा नाम ही मुक़म्मल है...इससे बेहतरीन नज़म क्या होगी....!!!
- गुलज़ार

मैंने माँगी थी उजाले की फ़क़त एक किरन
तुम से ये किस ने कहा आग लगा दी जाए.

✴ज़किया ग़ज़ल


બસ આમ ઊડઝુડ ખર્ય જાઉં છું સતત,
હું ખુલ્લો છું કે બંધ મને એ ખબર નથી.


આ જામમાં છે એથી વધારે ન જોઈએ,
આ જામમાં છે એટલું પીવાય તો ય બસ.

Wednesday, August 19, 2015

मुद्दत हुई वो रुलाने नही आए
इन जलती हुई आँखों को बुझाने नही आए
कहते थे साथ जियेंगे साथ मरेंगे
हम रूठे थे 1 रोज़ आज तक वो मानाने नही आए

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે…

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
Sender :: અંકીતા છાયા 'અનેરી'

કાબિલ નથી કે આપી શકું કવિ તારી કલમને દાદ,
ચાહક છું તારા શબ્દોનો ને માણું છું એનો સ્વાદ.
હાર્દ

Jagmal Ram "Suvas"

From :: Fulchhab Newspaper

Monday, August 17, 2015

Thank you very much milind gadhvi sir....

શું ફરિયાદ કરવી? -અંકિતા છાંયા 'અનેરી'

જયારે ખુશ્બુ રિસાઈ જાય તો,
ફૂલ ને શું ફરિયાદ કરવી?

જયારે કલમ રિસાઈ જાય તો,
શબ્દો ને શું ફરિયાદ કરવી?

જયારે પવન  રિસાઈ જાય તો,
શ્વાસ ને શું ફરિયાદ કરવી?

જયારે ધબકારા  રિસાઈ જાય તો,
દિલ  ને શું ફરિયાદ કરવી?

જયારે ખુશ્બુ રિસાઈ જાય 'અનેરી' 
તો ભગવાન  ને શું ફરિયાદ કરવી?
           
-અંકિતા છાંયા 'અનેરી'

જાંબુ ખર્યું ને – વિજય ચલાદરી.

જાંબુ ખર્યું ને – વિજય ચલાદરી.
જાંબુની ડાળ પરથી જાંબુ ખર્યું ને હું તો ઠળિયાને જોઈ રહી એમ,
જાણે મારો પ્રેમ.

હું અંદર અંદરથી કોરતી જાઉં
એવું મારામાં ખળભળતું શું ?
પાંદડું હશે કે પછી પાંદડાની છાયા
મારા શ્વાસોમાં સળવળતું શું ?

તોય પક્ષીની વાતોમાં નામ મારું નઈ ! હવે આંસુ રોકાશે કે કેમ ?
જાણે મારો પ્રેમ.

ઝરમરથી લઇ અને ધોધમાર જોયું ‘તું
પૂછશે તો કહીશું પણ શું ?
ઝાઝો ખાટ્ટો નહિ ઝાઝો મીઠ્ઠો નહીં
બસ એવો લાગે છે મને તું .

બાકી શબ્દોમાં રહીને તો પલળી જવાય એવો જાગ્યો છે ઊંડે ઊંડે વ્હેમ,
જાણે મારો પ્રેમ.

-વિજય ચલાદરી

साथ दे रहे हैं या साथ छोड़ रहे हैं.........!!

लोग आंसुओं की तरह होते हैं,
पता ही नहीं चलता साथ दे रहे हैं या साथ छोड़ रहे हैं.........!!

લીલી‬ ડાળ પાસે ગયો ત્યાં,

લીલી‬ ડાળ પાસે ગયો ત્યાં,
તે સૂકી બની ઝૂકી પડી,
સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી...

ઘાયલ કરે તારી આંખનો પલકારો

ઘાયલ કરે તારી આંખનો પલકારો
ને ઉપર આ કાજળ નો માર
પાણી પણ માંગે તોય માંગે ક્યાંથી,
એવો અચૂક તારી આંખોનો વાર.
-હાર્દ

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

- હરજીવન દાફડા

આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની

આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની
મળે તો છલકે અને ન મળે તો પણ છલકે.

पर हाथ हमेशा खाली रह जाते हैं।।।

कुछ अरमान उन बारीश कि बुंद कि तरह होते है,
जिनको छुने कि ख्वाहिश में,
हथेलिया तो गिली हो जाती,
पर हाथ हमेशा खाली रह जाते हैं।।।

યાદો ના જખ્મો પણ અજીબ હોઇ છે,

યાદો ના જખ્મો પણ અજીબ હોઇ છે,
વીતેલી ક્ષણો અનમોલ હોઇ છે,

હંમેશા તાજા રહે છે યાદો એમની,
જે આંખો સામે નહી પણ હ્રદય ની પાસે હોઇ છે..!!

धडकनों को कुछ तो काबू में कर ए दिल

धडकनों को कुछ
तो काबू में कर
दिल
अभीतो पलकें झुकाई
है
मुस्कुराना अभी बाकी है
उनका.

Thanks - Deepak