"સફર કરે છે ટ્રેનમાં"
અજાણ્યા મુસાફીર બની ને,
સફર કરવાની છે ટ્રેનમાં.
ધક્કા-મૂકીમાં રસ્તો બનાવતા,
મુસાફરી કરવાની છે ટ્રેનમાં.
કોઈ ઊભા તો કોઈ બેઠા,
અથડાવાની મજા છે ટ્રેનમાં.
ઝડપથી બોટલમાં પાણી ભરવા,
ઉતાવળ કરે છે ટ્રેનમાં.
કોઈ નજરથી તો ઈશારા થી,
પ્રેમની વાતો કરે છે ટ્રેનમાં.
મિલન કે વીરહની વાત ને,
યાદ કરે છે ટ્રેનમાં.
કોઈ ચા-નાસ્તા ની ખાણીપીણી ને,
લિજજત ઉડાવે છા ટ્રેનમાં.
મંઝિલ તરફ પગલાઓ પો'ચે,
આ અદૄભુત સફર છે ટ્રેનમાં.
ચડવુ,ઉપડવુ,ઉતરવુ ની ઘટનાઓ,
"લાલુ"હંમેશા રહેશે ટ્રેનમાં.
▪ચુડાસમા લાલજી "લાલુ"