ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, November 30, 2015

मुझे मेरा ये शौक मार डालेगा ...
तुझे सोचना और खुद को भूल जाना ...!!

હું કલમધારી ફોજી

હરતો,ફરતો,રહેતો થઇ મનમોજી ,
                       હું કલમધારી ફોજી .

નદી,પર્વતને જંગલ મને કરે સાદ,
ગીત મધુરું લખુને જગત કરે યાદ.
હરતો, ફરતો, રહેતો થઇ મનમોજી ,
                         હું કલમધારી ફોજી.

ફૂલ, ભમરોને પતંગિયું કરે હો વાદ,
હું તેની અરજીની કોને કરું ફરિયાદ .
હરતો, ફરતો,  રહેતો થઇ  મનમોજી ,
                         હું કલમધારી ફોજી.

કાગળ,કલમ હારે કોક'દી કરું સંવાદ,
છેલ્લે છેલ્લે હું મન હારે કરું વિવાદ.
હરતો, ફરતો,  રહેતો  થઇ  મનમોજી ,
                             હું કલમધારી ફોજી.

કવિ જલરૂપ
મોરબી

શ્વાસ ના સરવાળા હવે રહેવાદે હાર્દ,
સંબંધોની બાદબાકી આજે વધારે સફળ છે.
-હાર્દ

બે વખત વાંચવુ. વી (અમે), યુ (તમે)

અમુક સત્યનો તરજુમો એમ અસત્યમાં થાય છે,
છે ડબલ 'વી' કિંતુ ઉચ્ચાર 'ડબલ્યું' થાય છે!
~~ અંકિતા હિરપરા ~~

આખરે 'વાદળી' ની નાનકડી બુંદ માં મે જોઈ તને -bh'Art

અંધારી રાતે ચંદ્ર ની ચાંદની મા જોઈ તને
ઊઘાડી અંતર ની આંખો વસંત મા જોઈ તને
ભટક્યો હુ ઘટઘટ ને દરદર મેં ફંફોસ્યા
હ્રદયા ની સમીપે મુજ લાગણી માં જોઈ તને
ખુંદયા મે સાગર, આ ઝરણા ને સરિતાઓ
મોંસુઝણે ફુલ પર આ ઝાકળ માં જોઈ તને

અંબર મહી રખડ્યો હુ આ પક્ષી ની પાંખ થકી,
ડુંગરા ડહોળાવ્યા ને તળેટી ઓ તપાસી ઓલી
થાક્યો હુ દીલ થી દોડ્યો તુજ શોધ થકી
અંતે મે ખુદ મારી છાયા માં જ જોઈ તને

વન વન હુ આથડ્યો ને વનરાયુ ને પુછી થાક્યો
છેલ્લે મારી આંખડી માં યાદી રુપે જોઈ તને

વસંત મા મ્હાલે સહુ કોઈ પ્રેમી પંખીડા
પ્રેમ રુપી વર્ષા માં ભીંજાય કેવા રૂડાં

'મેઘધનુષ' ને તપાસી ને રંગાઈ ને થાક્યો
આખરે 'વાદળી' ની નાનકડી બુંદ માં મે જોઈ તને
-bh'Art

લખું પ્રીત તારી મિનારે મિનારે......

લખું  પ્રીત તારી મિનારે મિનારે
નવા ગીત ગાવા ઇશારે ઇશારે

બને જો નદી તું વહેતી ઉછળતી
બનું હું તરાપો કિનારે કિનારે

મને છાંયડો આપજે સાંજ ટાણે
હવે જીવવું છે સહારે સહારે

બની મોર નાચી ઉઠે મન તમારું
ઠરી આંખ મારી નજારે નજારે

દગો થાઇ છે મારવામાં હવે તો
નથી નામ લખ્યું કટારે કટારે

ભલે લાગતાં રંગથી એક જેવા
જુદા હંસ ને બગ વિચારે વિચારે

શરાબી  બધાં ડોલશે માનશો ના
નશો હોઇ જુદો પિનારે પિનારે
-અલગોતર રતન 'નિરાશ'

(લગાગા લગાગા લગાગા લગાગા)

રોજ શોધું ક્યાંય કાં જડતો નથી?

રોજ શોધું ક્યાંય કાં જડતો નથી,?
ઈશ  તેથી  તું  મને  ગમતો નથી.

ફુલ  જેવો  સાંભરે   ચહેરો  મને,
એટલે  હું  બાગમાં   ફરતો નથી.

સાવ સ્હેલો હોય કે અઘરો  પછી,
પણ અધૂરા દાવ  હું રમતો નથી.

આભ   તારે   ઝૂકવું  પડશે   હજી,
હાથ મારો બસ જરા અડતો નથી.

પૂછવું  છે   ચાંદ  તારા  આભને,
સૂર્ય  વર્ષોથી ચલે, થકતો  નથી.?

ને સહન શક્તિ જુઓ  આ વૃક્ષની,
મૂળથી  કાપ્યા છંતા રડતો નથી.

- મેહુલ ગઢવી 'મેઘ'

ये मस्तो की प्रेम सभा है,
यहा संभलकर आना जी.......
- बापु

કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું. - મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.
- મનોજ ખંડેરિયા

Thanks:: Tahuko

એમ સ્પર્શે પવન તારી યાદનો – મેઘબિંદુ

પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
એમ સ્પર્શે પવન તારી યાદનો

રોમરોમ આજ મારા પુલકિત થઇ રાચતા
આંખોથી છલકાતા ગીતે
હૈયાનાં ધબકારા થનગનતા નાચતા
તારી સોહામણી પ્રીતે

બાગમાં ઘૂમ્યા ને ખેતરમાં ઘૂમ્યા
ને પોંકની મીઠાશને મેં પીધી
વહેલી સવારની ગુલાબી ઠંડીમાં
હૂંફાળી ઓથ તારી લીધી

ઝરમર વરસાદમાં પલળ્યાની વેળ
હજુ મહેક્યા કરે છે આજ એવી
તેં દીધેલી વાત મેં સાચવી રાખી
નથી મારે એ કોઇને રે દેવી

સાથે મળીને જે બાંધ્યો છે પુલ
એ છે તારા ને મારા વિશ્વાસનો
જન્મોજનમનો આ ઋણાનુબંધ
નથી કેવળ સંબંધ અહીં શ્વાસનો

પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
એમ સ્પર્શે પવન તારી યાદનો

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

-આદિલ મન્સૂરી

दे दो तुम अपनी पलकों की परच्छाइया मुझे
दे दो तुम अपनी शाम की तनहाईयाँ मुझे

मैं डूब जाऊ तुम्हारी उदास आखों में
दे दो अपनी दर्द की वो गहराइयाँ मुझे.

ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી !
ક્યાંક નક્કી યાદની હેલી ચડી !
– મગન મકવાણા ‘મંગલપંથી’

ક્યાં કોતરાયું હશે તુજ નામ શોધું છું,

ક્યાં કોતરાયું હશે તુજ નામ શોધું છું,
કાયમી મળે મુકામ એવું ઠામ શોધું છું.

પીધા પછી ક્યારેય ના લાગે તલબ,
મયખાના,સાકી સાથે એવું જામ શોધું છું.

ગુનાઓ કરી લીધા કબુલ તારાને મારા,
હવે હું જ સામેથી મારો અંજામ શોધું છું.

બાળપણમાં થપ્પો કરીને જતાં રહ્યા, 
હજી પાછા નથી આવ્યા,એ મિત્રો તમામ શોધું છું.

- Bharat Darji Abhas

એક તાજમહાલ મારો પત્ર છે -પ્રણવ પંડયા

શબ્દની દીવાલ મારો પત્ર છે
દોસ્ત, મારું વ્હાલ મારો પત્ર છે

ક્યાં જઈને પ્હોંચશે કોને ખબર ?
ઊડતો ગુલાલ મારો પત્ર છે

આભ પરબીડિયું ને અક્ષર તારલા
કેટલો વિશાળ મારો પત્ર છે

શાહીને બદલે લખ્યો છે લોહીથી
એટલે તો લાલ મારો પત્ર છે

મેં લિખિતંગ નામમાં આરસ મૂક્યો
એક તાજમહાલ મારો પત્ર છે
-પ્રણવ પંડયા

Thanks:: Dipak bagda

Sunday, November 29, 2015

[ગઝલ]: -પ્રદીપ સમૌચા

બેહાલ મારા હાલ તારી યાદમાં.
શોધું તને હર એક તુજ સંવાદમાં.

સમજાયી ના એકેય તારી વાત કે,
મે સાંભળ્યાં પડઘા જ તારા સાદમાં.

લટકાવવો એ કામ છે જો રોજનું,
તો કેમ આવી ગઇ દયા જલ્લાદમાં?

તુજ આંશુની બે બુંદથી ભીનો થયો;
ભીંજાવુ ના હું આમ તો વરસાદમાં.

મેં યાચનાથી ઇશ તને રિઝવ્યો મગર,
તે દર્દના સૂરો સુણ્યાં ક્યાં નાદમાં?

કર આજની; વાતો જવા દે કાલની,
તું કાલની સુણાવજે જા બાદમાં.

હર શે'ર મારો છે વસૂલ 'પ્રદીપ' બસ;
સાચી મળે જો દાદ તારી દાદમાં.

-પ્રદીપ સમૌચા

Saturday, November 28, 2015

મરતા નથી હોતા બધા લોકો મોતથી..
કોઈને જિંદગીનો માર લાગે છે..

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી..
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે..!

બેસું કદી જો નિરાશાના કિનાર......

એક સંબંધ અનોખો આપે છે.
દિલને દોસ્ત ભરોસો આપે છે.

અવિરત દોડતી જિંદગી ને,
ઊરના ઊતારે વિસામો આપે છે.

હોઉં છું હું કોની સાથે કયારે?
દરેક વાતનો ખુલાસો આપે છે.

ઘેરી વળે છે કદી મૌન એકાંત નું.
આવી સંવાદ મજાનો આપે છે.

ભટકી જાઉં છું દુઃખોના ખંડેરોમાં,
લઈ દુઃખ ખુશીનો ખજાનો આપે છે.

છે મિત્રતાની મહત્તા એજ કે,
કૃષ્ણ ને તાંદુલ સુદામો આપે છે.

બેસું કદી જો નિરાશાના કિનારે.
દાજી ને હૂંફ નો તરાપો આપે છે.
" दाजी "

જે.એન.પટેલ કહે છે પ્રેમ એટલે...

જે.એન.પટેલ કહે છે પ્રેમ એટલે...

આંખોથી આંખોનું
મિલન થાય ને
કંઈક નવી
લાગણીઓ જન્મે,
હ્રદયમાં
એક નવી
ધબકાર ઉછળવા
લાગે ને
મનના મહેલમાં
ડગલા માંડે....

મરણ શું છે એ જાણવા,

મરણ શું છે એ જાણવા,
જિંદગી ખર્ચાઇ જાય છે.
કંઇ નફો નથી આ વેપારમા,
વાત અંતે સમજાઇ જાય છે.

તારૂં નામ હોય ગઝલમાં,
તો થાય છે વાહ વાહ મહેફિલ માં,
અને રચનાઓ અમારી તો,
વગર દાદે એમજ વંચાઇ જાય છે.

ગોઠવતા ફાવતા નથી ,
શબ્દો ને જેમ તેમ રચનામાં,
પહેલા તારૂં નામ લખુંને,
પછી આખી કવિતા સર્જાઇ જાય છે.

મુક્ત કર તારા હાથે મારા
આ બંધન માં રહેતા શ્વાસોને,
દુનિયાની આ સંકડામણ માં
મારા શ્વાસો રૂંધાઇ જાય છે.

જંગલે ભટકતા કદી ના જડી
કસ્તુરી ના ખુશ્બુ ની જગ્યા,
ભીતરે ખોજતા હાથ લાગ્યો,
સાચો "આભાસ" જે ઓણખાઇ જાય છે.

-આભાસ

Saturday, November 21, 2015

ખુદ ના દોષ કર્યા નજરઅંદાજ મે
અન્ય ના તોલી તોલી ને વગોવાય છે

આંખ છે આ મારી લાગણી થી છેક બંધ
છતાય, પક્ષપાત મારી નજરે જોવાય છે

બારણા કર્યા બંધ કે કો મળે ન મુજને અહી
દિલ માં ઘર કરી ગયેલા ને ક્યાં રોકાય છે

કાગળ ને પેન નો પ્રેમ તો સમજીએ દોસ્ત
જીવનરૂપ કોરા કાગળ ના લીટા ને ભુંસાય છે ?

ધારી લઉં હુ વાંસળી, વૃંદાવન પણ રચું
પડખે ઊભનાર રાધા નો તારી પાસે પ્યાર છે?

ઈશ તો ભુખ્યો પ્રેમ, લાગણી ને શ્રદ્ધા નો
વણમાંગ્યો ઊપવાસ ભુખ્યા નો ક્યાં ભરાય છે

એક ઝલક ની નીષ્ફળ કામના કરી હતી મે
ચકાસી જો, તુજ કાજ પ્રેમ મુશળધાર છે

પ્રેમ રેખા મે ચીતરી, લાગણી ઘાટ પણ આપ્યો
પણ, એના માટે જોઈતા રંગ ક્યાં પુરાય છે

ઓલા 'મેઘધનુષ' નાં રંગ ફીકા પડ્યા હવે
આ ચાતક માટે તુ વાદળી બનવા તૈયાર છે ?

                    -bh'Art (2nov2015)

દિલમાં હોળી ને મુખે દિવાળી છે,
જાત કેવી આ જુઓ મેં બાળી છે.
રાતને તારા રૂપે અજવાળી છે,
કામરૂપે કામના પંપાળી છે.
ચૂકવી નજરો આ પાંપણ ઢાળી છે,
ને રક્ષા કાજે ટોળાથી ટાળી છે.
શીખવો ના તાપ બેસી છાંયડે,
ઉષ્ણ રેતી સંગ સાંજો ગાળી છે
'ફુલ મારા ચૂંટજો" બોલી હતી,
ડાળ મારા માટે તે નિરાળી છે.
દિલીપ ઘાસવાલા

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.
કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.
તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.
ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.
ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.
- ખલીલ ધનતેજવી

તારા નયન નિહાળીને,
        હું નશામાં ચકચૂર  બની છુ......
એ વિશાળ સ્નેહસાગરમાં,
        ડૂબવા હું ગાંડીતૂર બની છુ.....
સમાવી લે જલ્દી જ તારા  પ્રેમસાગરમાં,
        નદીની માફક વેગીલી બની છુ....
તારા  એ અમાપ પ્રેમવહેણમાં,
        તળિયે  પહોંચવા તોફાની બની છુ....
પામવો છે એ સાગરનો ખજાનો,
        એમાંનું  એક કિંમતી મોટી બની છુ...
વહી રહી છુ એ અનંત રાહે,
          મંઝિલ પામવા હું ખુદ રસ્તો બની છુ....
અરે ! ઓ ખુદા મેળવી આપ એને,
          એનો પ્રેમ પામવા આજ ગાંડીઘેલી  બની છુ.....

                                  - જ્ન્નત
          
                      પિનલ સતાપરા

તારા નયન નિહાળીને,
        હું નશામાં ચકચૂર  બની છુ......
એ વિશાળ સ્નેહસાગરમાં,
        ડૂબવા હું ગાંડીતૂર બની છુ.....
સમાવી લે જલ્દી જ તારા  પ્રેમસાગરમાં,
        નદીની માફક વેગીલી બની છુ....
તારા  એ અમાપ પ્રેમવહેણમાં,
        તળિયે  પહોંચવા તોફાની બની છુ....
પામવો છે એ સાગરનો ખજાનો,
        એમાંનું  એક કિંમતી મોટી બની છુ...
વહી રહી છુ એ અનંત રાહે,
          મંઝિલ પામવા હું ખુદ રસ્તો બની છુ....
અરે ! ઓ ખુદા મેળવી આપ એને,
          એનો પ્રેમ પામવા આજ ગાંડીઘેલી  બની છુ.....

                                  - જ્ન્નત
          
                      પિનલ સતાપરા

પોતડી ,ચશ્માં અને એક લાકડી
જે હજારો તોપને ભારે પડી !

સત્યને સ્હેવો પડ્યો'તો રંગભેદ !
લાલપીળી થઈ ઉઠી'તી એ ઘડી

છાપ આખા વિશ્વ પર પાડી ગઈ !
દાંડી યાત્રાએ ગયેલી ચાખડી .

પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી ?
આખી આ દુનિયા પડી ગઈ સાંકડી !

અંધ-શ્રધ્ધાથી ગુલામી દૂર થઈ
બાંધી'તી વિશ્વાસની નાડાછડી !

રેંટીયામાં કાળને કાંતી લીધો !
કાળને એની સમજ પણ ના પડી

ઘરના બે ટુકડા થયા,સળગ્યા પછી
બંધ આંખોમાં અહિંસા તરફડી

મોક્ષને પામી ત્રણેત્રણ ગોળીઓ !
ચામડીના તીર્થમાં એ જઈ ચડી !

-ભાવેશ ભટ્ટ

Wednesday, November 18, 2015







એટલે સૌ જુવે છે ખુન્નસથી,

બ્હાર નિકળી ગયો છું સરઘસથી. 


કોઈ પેટાવતું ન આળસ થી,

થાય ક્યાંથી સહન એ ફાનસથી ?


એક સરખો અમારો ચહેરો છે, 

કેમ ના હો લગાવ ધુમ્મસથી  !


જિંદગી તાર પર છે લટકેલી, 

રોજ ઊતારવાની લંગસથી.  


એમ સંબંધ થી ન મોં ફેરવ, 

કોઈ કંટાળે જેમ ઉધરસથી  !  



-ભાવેશ ભટ્ટ 

Harshad trivedi

Harshad trivedi

Harshad trivedi

મિત્રો, નૂતનવર્ષાભીનંદન સાથે જીવાતા જીવનનો મહિમા કરતી અને વિધ્વંસક તત્વોને ચેલેન્જ આપતી એક રચના પ્રસ્તુત કરું છું . કૃષ્ણ દવે . શિલાલેખ.

મિત્રો, નૂતનવર્ષાભીનંદન સાથે જીવાતા જીવનનો મહિમા કરતી અને વિધ્વંસક તત્વોને ચેલેન્જ આપતી એક રચના પ્રસ્તુત કરું છું .                કૃષ્ણ દવે .
       
   શિલાલેખ.         
તાજીમાજી પાંપણમાંથી ટગર ટગર આ નીરખ્યા કરતી
આશને બોલો, કેમ કરીને તોડી શકશો ?...
કેમ કરીને તોડી શકશો ? પા પા પગલી ભરતા ભરતા આંગળીએ-
વળગેલા આ વિશ્વાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?...

હજુ મને હમણાં આ વૃક્ષે લીલુંછમ સરનામું આપ્યું,
હજુ મને હમણાં પંખીએ એક મજાનું ગાણું આપ્યું,
હજુ મને હમણાં ઝરણાએ ખળખળખળ વ્હેવાનું આપ્યું,
હજુ મને હમણાં શબ્દોએ આ કોરુંકટ પાનું આપ્યું,
હજુ મને હમણાં જ થયેલા જીવનના અહેસાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?

મા જેવી આ ધરતીને તો સરહદના ખીલાઓ ઠોકી ઠોકી તોડો !
તેમ છતાંયે આ વ્હેતા ઝરણાના જળને, લ્હેરાતા વાયુને અથવા-
હૂંફાળા આકાશને બોલો, કેમ કરીને તોડી શકશો ?

પથ્થરની પાંપણ નંખાવો કે રેતીના જંગલ વાવો,
કાં આંસુના મહોર પ્હેરી કીકીમાં વિસ્ફોટ કરાવો,
અને છતાં અકબંધ જ રહેતી સંવેદનના શિલાલેખશી- 
આંખોમાં છલકાતી આ ભીનાશને બોલો, કે કરીને તોડી શકશો ?

ક્યાંક કોડિયે ટમટમતા રહી આખ્ખેઆખ્ખી  રાત પી ગયા,
ક્યાંક હલેસાં થઇ બેઠા તો આખ્ખો ઝંઝાવાત પી ગયા,
ક્યાંક અંજલિ ભરી ઉભા તો પળમાં સમદર સાત પી ગયા,
ક્યાંક બની મુસ્કાન હોઠ પર ઘટ્ક દઈ આઘાત પી ગયા,
પછી અમારા અંતરમાંથી પ્રગટેલા અજવાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?
કૃષ્ણ દવે .

આપણે તો મલકાતાં રહીએ .

આપણે તો મલકાતાં રહીએ .

આપણે તો મલકાતાં રહીએ
જાણ્યાનો ,માણ્યાનો ,જીણું પીછાણ્યાનો અનુભવ આ ગામને શું કહીએ ?
આપણે તો મલકાતાં રહીએ .

મૂળ લગી પહોચ્યાનો , કૂંપળમાં મ્હાલ્યાનો , ઉઘડ્યાનો ઢંઢેરો પીટવો ?
નવરા તો કહેશે ઉકેલી ધ્યો ગૂંચ અને ઉપરથી દોરો પણ વીંટવો ?
વણમાંગ્યું વૈતરું આ કરવા કરતાં તો ચાલ જંગલમાં ઝરણું થઈ વહીએ.
આપણે તો મલકાતાં રહીએ .

ભીતર વરસી ગ્યા’ની, પથ્થર પીગળી ગ્યા’ની ઘટના શું છાપામાં છાપીએ ?
વગડે ઊગી ગ્યા’ની, સૂરજને પી ગ્યા’ની તમને શું સાબિતી આપીએ ?
રંગો સુગંધોના અવસર ઉજવ્યા તો હવે ખરવાનો લ્હાવો ના લહીએ ?
આપણે તો મલકાતાં રહીએ .

ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ એના ઉત્તરમાં આપણે શું જાગવું ?
આપણને’ય આવડે છે અંતરના અણસારે વાંસળી બનીને ક્યારે વાગવું ?
નાનકડી સમજણની છાંયડી મળી તો આવા તડકા શું કામ હવે સહીએ ?
આપણે તો મલકાતાં રહીએ .
કૃષ્ણ દવે .                                             તા-23-10-2015

વાંચકોને ચુંટણીના મહાપર્વ નિમિત્તે  એક નમ્ર અપીલ  એક તમારા મત ને ખાતર ! !   કૃષ્ણ દવે  ! !

વાંચકોને ચુંટણીના મહાપર્વ નિમિત્તે  એક નમ્ર અપીલ 

એક તમારા મત ને ખાતર ! !   કૃષ્ણ દવે  ! !

એક તમારા મત ને ખાતર ખોટો ના ચૂંટાય તે જો જો .
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જો જો .

એક તમારા મતમાં અસલી જતુંનાશક દવા ભરી છે
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના  ઉભરાય તે જો જો .

એક તમારા મૂંગા મતને કારણ મહાભારત સર્જાયું
મહાન આ ભારતનો પાછો ચહેરો ના  ખરડાય તે જો જો .

એક તમાર મતની કિંમત નથી જાણતા તો જાણી લ્યો ,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય તે જો જો .

એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો ?
એક ટીંપાથી આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય તે જો જો .

એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાંખો છો પણ ,
એજ તમારી ઓળખનો અંગુઠો ના છીનવાય તે જો જો .

એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ના દેખાય તે જો જો .

એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય તે જો જો .

Tuesday, November 17, 2015

जोगी जसदनवाला

तुं जब से मुज पे गौर करने लग गई हैं,
यहाॅ  तन्हाईया भी शोर करने लग गई हैं.
=जोगी जसदनवाला=

Kajal oza vaidhya

કઈ જ અપેક્ષા નથી વિશેષ  તમારી પાસે,

કઈ જ અપેક્ષા નથી વિશેષ  તમારી પાસે,
બસ, એક નજર  તમારા પ્રેમ ની માંગુ  છુ...

તમારા નહી બોલવાથી  વેદના થાય છે મારા હદય માં,
તારા જ પ્રેમ ભર્યા  શબ્દો સામ્ભલવા માંગુ છુ...

પ્રેમ તમારી પાસે માંગીને જિંદગી  બદલવા માંગુ છુ...

રંગહિન  જીવન ને મેઘધનુષી બનાવવા,
તમારી ચાહત નાં રંગો મેળવવા માંગુ  છુ...

તમારા સવાલ નાં જવાબ આપી નથી શકતી ,
કશુ જ નઈ તો કઈ નહી  હદય  તમારુ માંગુ છુ..

તૃપ્ત થઈશ તમારો  પ્રેમ મેળવવાથી,
તમારા પ્રેમસાગર ની એક બુંદ માંગુ છુ....

જીવન ની આ રાહ માં મંઝિલ મેળવવા,
'રાહી' તમારો જ સથવારો માંગુ છુ.....

નથી કહેતી ક તમારી દુનિયા છોડી આવો મારી પાસે,
બસ રસ્તાના કિનારે કિનારે માત્ર તમારી જલક જોવા માંગુ છુ...

કઈ જ અપેક્ષા નથી વિશેષ તમારી પાસે,
બસ એક નજર તમારા પ્રેમ ની માંગુ છુ..
               

                             -જ્ન્નત
            પિનલ  સતાપરા

કઈ જ અપેક્ષા નથી વિશેષ  તમારી પાસે,

કઈ જ અપેક્ષા નથી વિશેષ  તમારી પાસે,
બસ, એક નજર  તમારા પ્રેમ ની માંગુ  છુ...

તમારા નહી બોલવાથી  વેદના થાય છે મારા હદય માં,
તારા જ પ્રેમ ભર્યા  શબ્દો સામ્ભલવા માંગુ છુ...

પ્રેમ તમારી પાસે માંગીને જિંદગી  બદલવા માંગુ છુ...

રંગહિન  જીવન ને મેઘધનુષી બનાવવા,
તમારી ચાહત નાં રંગો મેળવવા માંગુ  છુ...

તમારા સવાલ નાં જવાબ આપી નથી શકતી ,
કશુ જ નઈ તો કઈ નહી  હદય  તમારુ માંગુ છુ..

તૃપ્ત થઈશ તમારો  પ્રેમ મેળવવાથી,
તમારા પ્રેમસાગર ની એક બુંદ માંગુ છુ....

જીવન ની આ રાહ માં મંઝિલ મેળવવા,
'રાહી' તમારો જ સથવારો માંગુ છુ.....

નથી કહેતી ક તમારી દુનિયા છોડી આવો મારી પાસે,
બસ રસ્તાના કિનારે કિનારે માત્ર તમારી જલક જોવા માંગુ છુ...

કઈ જ અપેક્ષા નથી વિશેષ તમારી પાસે,
બસ એક નજર તમારા પ્રેમ ની માંગુ છુ..
               

                             -જ્ન્નત
            પિનલ  સતાપરા