ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, June 27, 2017

વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત

વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત

વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ?
આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે નેતા .

આખ્યુંમાં આસુંના વાવેતર થઈ ગયાં છે તમને જરાય એનો ખ્યાલ છે ?નહીંતર ચોમાસું આવું મોઘું ના થાય , મને લાગે છે વચ્ચે દલાલ છે .
ઈશ્વર પણ રાષ્ટ્રપતિ જેવા થઈ ગયા છે કાન પકડીને કઈ જ નથી કહેતા .

કાળાડીબાંગ સૂટ પહેરી પહેરીને જાણે આવ્યા છો સંસદમાં ઊંઘવા !
તરસ્યા ખેતરને જઈ પૂછો જરાક એક છાંટો મળ્યો છે એને સૂંઘવા ?
રીઢા મીનીસ્ટરની જેવા લાગો છો નથી ઉતરમાં ટીપુંયે દેતા .

– કૃષ્ણ દવે

વરસાદમાં !

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

अमृता

तुम जो मेरे
बालों में उंगलियां फेरते हो
मुश्किल भी हो
तब भी
हयात आसान सी लगती है...

*अमृता*

કોઈ ચાલ્યું ગયું..

ખંડમાં આંખ છતની વરસતી રહી કોઈ ચાલ્યું ગયું;
શૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી કોઈ ચાલ્યું ગયું.

છાપરું શ્વાસ રૂંધી ધીમાં ધીમાં પગલાંઓ ગણતું રહ્યું,
ભીંત ભયભીત થઈને કણસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બારીએ બારીએ ઘરના ટુકડાઓ બેસીને જોતા રહ્યા,
સાંકળો બારણે હાથ ઘસતી રહી કોઈ ચાલ્યું ગયું.

બેક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા,
શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી કોઈ ચાલ્યું ગયું.....

– રમેશ પારેખ.

હેમેન શાહ

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

Thursday, June 22, 2017

વહેલી સવારે સારું વિચારું, એ યોગ છે

વહેલી સવારે સારું વિચારું, એ યોગ છે,
બોલું ન કોઈ માટે નઠારું, એ યોગ છે..

પોતાની ભૂલ માટે તરત માફી માગી લઉં,
બીજાની ભૂલ પણ હું સુધારું, એ યોગ છે..

આસન જો અટપટા નહિ કરશું તો ચાલશે,
મહેનત કરી વજનને ઉતારું, એ યોગ છે..

મારા ગણીને સૌને પુકારું, એ યોગ છે,
આનંદથી ઘરે હું પધારું, એ યોગ છે..

વહેચું બધુય કીમતી મારું, એ યોગ છે,
માગું કદી નહિ જે છે તારું, એ યોગ છે..

-ડો.મુકુલ ચોકસી

શ્રી ભગવતીકુમાર શર્માની કામિલ છન્દમાં એક ગઝલ કામિલ છન્દ, એટલે ગની દહીંવાળાની ગઝલ "મારો હાથ ઝાલીને લઈ જશે" એ છંદ.

છે સમુદ્ર સાવ નિકટ છતાંયે પૂર્વવત એ સભર નથી
હજી સૂર્ય ઊગે ને આથમે અને પહેલાં જેવો પ્રખર નથી

અભિશપ્ત છું સીસીફ્સ સમો, ચઢું ઉતરું છું હું પર્વતો
હું કશેય નહિ પહોંચી શકું, બધું વ્યર્થ છે, આ સફર નથી

અહીં કાળમીંઢ સદીઓ છે, અને કાળખન્ડનાં ચોસલાં
હું સમયનો ત્રસ્ત શિકાર છું, અહીં પળ નથી ને પ્રહર નથી

ગયો સાથ છૂટી દિશાઓનો, નહિ સ્પર્શ શેષ કશાયનો
હું સ્વયંને પૂછ્યા કરું સતત, મને અંશ માત્ર ખબર નથી

આ નગર,ગલી, અને ધૂળ આ, આ નદીનાં નીર ભર્યાં ભર્યાં
તે સિવાય પૃથ્વીમાં ક્યાંય પણ મારું ઘર નથી, મારૂં ઘર નથી

-- ભગવતીકુમાર શર્મા

હરકિસન જોષી

શબ્દોની વચ્ચે કોઈ સંબંધો જ ક્યાં હતાં !
ધસમસતાં પૂર રોકવા બંધો જ ક્યાં હતાં !

ચોપાસ ચક્ષુદાનને માટે પડાપડી
આ શહેરમાં પરંતુ લ્યો, અંધો જ ક્યાં હતા !

લોખંડથી લદાયેલી ગુજરી બજારમાં
પારસમણીના કોઈ પ્રબંધો જ ક્યાં હતા !

ગ્રંથાલયોનાં થોકબંધ પુસ્તકોમાં પણ
તારા વિશેના કોઈ નિબંધો જ ક્યાં હતા !

ઘરમાંથી કોઈ મુજને ઉઠાવી શક્યું નહીં,
મૈયતમાં આવનારને સ્કંધો જ ક્યાં હતા !

-- હરકિસન જોષી

જુગલ દરજી માસ્તર

દ્રશ્ય હો જો ધૂંધળું તો ભાળવું કઈ રીતથી?
લક્ષ્ય હો અંધારમાં તો તાકવું કઈ રીતથી?

એ ઊભી એના ઝરૂખે વાળને પંપાળતી
લ્યો હવે આ બારણાને વાખવું કઈ રીતથી?

સાચવી રાખ્યું હતું જે સ્વપ્ન મારી આંખમાં
હૂબહૂ એવું જ પાછું લાવવું કઈ રીતથી?

થાય છે પસ્તાવો આજે દિલ સુંવાળું આપતા,
ને પરત પણ માંગવું તો માંગવું કઈ રીતથી?

લોકો કે' છે આંસુનો તો સ્વાદ ખારો હોય છે,
પણ થિજેલાં આંસુને તો ચાખવું કઈ રીતથી?

હોય નક્કી જો મરણનો વાર ને તારીખ પણ!
તો પછીથી ઊંઘવું ને જાગવું કઈ રીતથી?
                                   કવિ-જુગલ દરજી માસ્તર

ગઝલ - દેવેન્દ્ર ધમલ


વિરડો શ્રધ્ધા થકી આ રેતમાં ગાળી જુઓ.
આંખ છે દરિયો ભલા ,બે આંસુઓ ખાળી જુઓ.

આ જગત પથ્થર સમું છે તે છતાં એ ઓગળે,
પ્રેમના દ્રાવણ મહીં, થોડુંક ઓગાળી જુઓ.

જડભરત જેવા જગતનું,આ અંધારું ટાળવા,
હેતથી હૈયું ભલા,ચોમેર અજવાળી જુઓ.

પ્રેમથી દિલને મનાવો ,ખુદ તણું એ માનશે,
એ પછી તો કોઇ પણના, બિંબમાં ઢાળી જુઓ.

હો પ્રકાશિત આપનું વ્યક્તિત્વ સાચે પણ જરા,
આ હ્રદયને પર વ્યથાની આગમાં બાળી જુઓ.

થઇ જશે જીવતર તમારું,રંગરંગી ઓ 'ધમલ',
પ્રેમથી આ પ્રેમવાળા,પંખીને પાળી જુઓ.

              
- દેવેન્દ્ર ધમલ

ભરત ભટ્ટ

કશુંક   પંડિતોને   જગાડીને  જોયું
મેં શબ્દો ઉપર શિર પછાડીને જોયું

છતાં એની ખારાશ અમૃત ક્યાં થઇ
સમંદરને   ટીપું   ચખાડીને   જોયું

જે  તારાથી મારા સુધી આવતો'તો
પરત  એ  પવનને  પુગાડીને  જોયું

બજી ઝાલરો તોય જાગ્યું ન કોઈ
છતાં શંખ શિખરે વગાડીને જોયું

ભીતર સાવ કોરું  રહ્યું સાવ કોરું
મેં પથ્થર ઉપર જળ ઉડાડીને જોયું 

જરા જોયું મોહક મનોહર એ મુખડું
જરા આમ  ઘૂંઘટ  ઉઘાડીને  જોયું

કદાપિ મળી જાય શાતા, એ મંછા
દિલોજાનથી દિલ  દઝાડીને  જોયું

સગી આંખને છે ઈશારાના સોગન
એના  કાનમાં  ધાક  પાડીને  જોયું

સ્વરુપ એક સરખું હતું ડાળ,પર્ણે
મેં જે  વૃક્ષનું  મૂળ  ઉખાડીને  જોયું

-ભરત ભટ્ટ

આ સુરજ સામે નયન ધરતાં નજર ઝાંખી પડી..- જે.એન.પટેલ 'જગત',

આ સુરજ સામે નયન ધરતાં નજર ઝાંખી પડી..
જોતજોતામાં અરુણની એ બગી પાછી પડી...

આંખ સામે દીપકોની આવતી વણઝાર જોઇ..
આમ જોને નભમંડળની ચાંદની ઝાંખી પડી...

તૂટતાં એ તારલામાં ઝંખનાઓ જાગતા..
કઇક મૂરાદો અચાનક આંખમાં બાજી પડી...

જોઇ છે આ ધૃવ તારાની અડગતા પણ અમે..
સ્થિરતાની કેહવાતી વાયકા કાચી પડી...

ચાલતી થઇ રાત છોડી આ ગગનના સાથને..
કોણ પુરશે આ નભે રંગો, જગા ખાલી પડી...

છેવટે આવી ગયો પ્રકાશ પાથરવા રવી..
કલરવે પંખી તણા, આ રાત જો ભાંગી પડી...

આવતા જોઈ સવારને આ "જગત"ની નાત પણ..
ભાનુના સાથે નવા સંકલ્પમા લાગી પડી...jn

માસૂમ મોડાસવી

જેના શકનના ભાવની ભીની અસર રહી,
તેના કથનની ભાવનાઓ બે અસર રહી.

છેટા રહીને યાદમાં આવ્યા તમે સતત,
ખ્વાબે વસેલી ચાહના શામો સહર રહી.

ચમકી રહેલા હોઠની લાલી ભરી ચમક ,
ભીના અધરને ચુમવા તરસી નજર રહી.

મનનાં જગેલા ભાવને ધરતા ઈજન સદા,
કિંતુ વિરહની ભીતરે બળતી શરર રહી.

જેના ભરોસે નિકળ્યા સાથી સફર ગણી,
તેના વગરની રાહની તનહા સફર રહી.

માસૂમ હ્રદયમાં ખેલતી ભાવો ભરી લગન,
જેને સમાવી રુહની આશા અમર રહી.

                 માસૂમ મોડાસવી

Saturday, June 10, 2017

સોરઠા - એક જણ એવો પણ...

મંદિરનું   ના   માન,   દાનેશ્વરી   દાનમાં,
શેઠ સમી છે શાન, ભગતો કેવો ભાવલા,

રાખે  મુખમેં  રામ, છળ રાખે એ છૂરીનો,
કાળા  કરતો કામ,  ભગતો કેવો ભાવલા,

શીખા  રાખી  શીશ,  જપતો મોઢે જાપને,
રાખે  સૌ પર  રીસ,  ભગતો કેવો ભાવલા,

પંચાત  કરે  રોજ,   વગવે   સૌને  વાતમાં,
ખાક કરે ઇશ ખોજ! ભગતો કેવો ભાવલા,

શાકાહારી  શાખ,   મોંને  ગમતાં  માછલાં,
મારે  ના  કો' માખ,  ભગતો  કેવો ભાવલા,

શોધે  મદિરા  શામ,  પોંખે  દા'ડા  પાપનાં,
ધામા જુગટાં ધામ,  ભગતો કેવો ભાવલા.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્

વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે મારા પર પાડે છે પોતાનો વટ્ટ…

કાંટો વાગે તો લોહી નીકળે છે એમ મૂવો છાંટો વાગે તો શું થાય ?
લોહીને બદલે નિસાસાઓ નીકળે ને એનું ખાબોચિયું ભરાય,
છાંટા નહીં,  મારા પર પડયું હોત છાપરું તો પાટા હું બંધાવત ઝટ્ટ…

એકલાં પલળવાના કાયદા નથી –  એ વરસાદને જો માહિતી હોત,
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર મારું આ ટળવળવું જોત,
કહું છું વરસાદને – જા, એને પલાળ જેના નામની રટું છું હું રટ…

– રમેશ પારેખ

Monday, June 5, 2017

સ્નેહી પરમાર

વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે
વર્ષોથી એ ઝાડની નીચે રાંદલમાનું દેરું છે

આવ્યું ત્યારથી દુનિયામાં એ  ઉભડક ઉભડક જીવે છે
મન, જાણ કેે કોઈ અજાણ્યા નેસે બાંધ્યું ઘેટું છે

એણે દીધી છે ઠીક કરવા પોતાની ઘડિયાળ કશે
લેવા આવેલા મૃત્યુને પણ લાગ્યું કે વહેલું છે

એણે પોતાના ખેતરમાં જઈ ને  સરખું જોવાનું
જેને જેને લાગે છે કે મારું ખેતર રેઢું છે

અંતે કહેશે તારામાં  ઊગવા લીધો તો જન્મ અમે
ધીરજ  ધરજે  શરૂ-શરૂમાં કહેશે કે તું ઢેફું છે

   -  સ્નેહી પરમાર
  
વંદન:પૂ.બાપુએ કથામાં મત્લાને ધન્યતા આપી

'શિલ્પી' બુરેઠા (કચ્છ )

પંખી ઉપર ટહુકે ને નીચે બાળ રમતું  હોય છે,
બસ દ્રશ્ય આવું  ઝાડવાને ખૂબ ગમતું હોય છે.

-'શિલ્પી' બુરેઠા (કચ્છ )

રત્નેશ અલગોતર "નિરાશ

"વ્રૃક્ષ કાપીને કરો છો ઘર તમે,
ને કરો છો પંખીને બેઘર તમે."

" જંગલોમાં રોજ ફૂટે બંગલા,
બાગ, ફૂલની તો બહારો ક્યાં સુધી?"

               રત્નેશ અલગોતર "નિરાશ

Dear જોગી જસદણવાળા ..... Happy birthday

ઓણુંકા વરસે તું ફાલી છે ખુબ, કૈંક કરવું પડશે આ તારા ઝેરનું રે લોલ !
ઈચ્છાબાઈ ! આટલામાં સમજે તો ઠીક, મારું દાતરડું સવ્વા બશેરનું રે લોલ !

- જોગી જસદણવાળા