નબળા મનના ભાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
હૈયે ઊંડા ઘાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
મારા ને તારા છે આંસુ, મનની મીઠી ધારા આંસુ,
આંખોના સમભાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
વેળાની તો વાચા આવી, યાદોની ભરમારો લાવી,
અવસર ના નિભાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
થોડી મારી આંખો તરસી, થોડી તારી આંખો વરસી,
ખુશી ના દેખાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
ઊંડે ઊંડે આશા જાગી, મળવા ને સપના માં ભાગી,
સપના ના મેળાવો સાથે હું પણ જીવું તું પણ જીવે.
હાર્દ