ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, December 31, 2015

રોજ આમ  વેદના લઇ સુવાનુ
પછી લાશ જેમ સળગવાનુ

સહેજ તમે અળગા મૂક્યા
ને અેકલી જાત લઇ ફરવાનુ

ઘેરાવો થયો જો પડકારોનો
હવે રામ સામેય  લડવાનુ

ધનેશ મકવાણા
www.morpichh.in

ઊના  આંસુ ને ઠંડા નિસાંસા.....!!

કાં ગળી જવાશે. ....કાં તો થીજી જવાશે. ...!!
.....શીલ....

સાંવરિયો રે મારો સાંવરિયો...

સાંવરિયો રે મારો સાંવરિયો,
હું તો ખોબો માંગુ ને દઇ દે દરિયો…

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં,
એવી લથબથ ભીંજાઇ હું વ્હાલમાં,
મારા વાલમનું વ્હાલ મારું નાણૂં,
ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું…

જાણું રે એણે ખાલી ઘટામાં ટહુકો કર્યો,
આંખ ફડકી ઉજાગરાથી રાતી,
ઝીણાં ધબકારે ફાટ ફારઅ છાતી,
મારો સાવ ભોળો ને સાવ બાવરિયો…

કોઇ હીરા જુએને કોઇ મોતી,
મારી આંખો તે છેલજીને જોતી,
જોતી રે રંગ કેરસિયો રે રંગ કેસરિયો…

– રમેશ પારેખ

અમારી કબર કોઈને હજી નડવા નથી દીધી...

અમે આજે અમારી આંખને રડવા નથી દીધી,
વર્ષાને ધોધમાર અમે અહીં પડવા નથી દીધી.

તમે જ્યારે પણ અમારા ઘરે આવ્યાં તમારા સમ;
પત્રોની એક થેલી આપને જડવા નથી દીધી.

અમે તો જ્યારથી છોડી ગલી છે એમની તેથી;
અમારી જાત ને પણ એકલ રખડવા નથી દીધી.

રહે છે એ અમારા નયનમાં એ કારણે આજે;
અમે તસવીરની જરૂરત પડવા નથી દીધી.

હજી પણ એ મને છે યાદ આવે તે જ કારણથી;
અમારી જાતને એકલ પણ બબડવા નથી દીધી.

નડ્યા સૌને અમે જીવન મહીં એથી જ 'પ્રત્યક્ષ';
અમારી કબર કોઈને હજી નડવા નથી દીધી.

કવિ શ્રી રવિ દવે 'પ્રત્યક્ષ'

સરતી રેત,,,
ને જીવન એક જ,,
સરીખા ભાસે.!!

ભરી મુઠ્ઠી થી,,
સરકે પળમાં,ને,,
જીવન પૂર્ણ.!!

સમય સાથી,,
આપે સાથ જ્યાં લગી,,,
જીવન માણો...!!

આવશે તેડાં,,,
શ્રી હરિનાં,નોટિસ,,
વિના જ જવું....!!

ભવનું  ભાથું,,,
બાંધો ને કરો,પુણ્ય,,
કર્મ સૌ સારાં .!!

. . . . R.R.SOLANKI
            (તૃષ્ણા).

નવા વરસે..

જીવન જીવું
નવા નજરે મારૂ
નવા વરસે.

સચવાય જો
જુના જખમો બધા
નવા વરસે.

સંબંધો તાજા
રહે જીવન ભર
નવા વરસે.

તારૂ ને મારૂ
બધુ હો હેમખેમ
નવા વરસે.

માફ કરજો
દિલથી માંગુ છું હું
નવા વરસે.

-આભાસ

જિંદગી કેટલો ત્રાસ દે છે ,

જિંદગી કેટલો ત્રાસ દે છે ,
જીવવા બે જ પળ ખાસ દે છે.

રાખજે મૌન તું હાથમાં હો,
આ જગત દૂધ લૈ છાસ દે છે .

સાંભળી લે મફત કંઇજ નથી,
ચાકરી કર પછી ઘાસ દે છે.

પાણીમાં માછલી જો તરફડે !
જીવન જ મૃત્યુનો ભાસ દે છે.

જ્ઞાનથી પ્રેમને ઓળખી લે,
સાસ પાછી નવી આશ દે છે.

કવિ જલરૂપ
મોરબી.

Wednesday, December 30, 2015

શબ્દોનાં  પગની પાયલ છું

શબ્દોનાં  પગની પાયલ છું,
ગાંડો   ઘેલો   હું  શાયર  છું.

સૂરજ   થોભે    હાકલ   દેતા,
એ ચારણ કુળ નો વારસ  છું.

આંખો  ભીતર  સપના  તૂટે,
મલબો ઊંચકતી કાવડ  છું.

જીવન  જો  હો  જંગલ  જેવું,
તો સાસણનો હું  સાવજ  છું.

જે ન લખાયો,  નાં  વંચાયો,
એવો   કોરો   હું  કાગળ  છું.

બેઠો   છું    સઘળું   લૂંટાવી,
વરસી    ચૂકેલો  વાદળ   છું.

પીડ  લખું  છું  હું  ગઝલોમાં,
લોક   કહે  છે  કે  ઘાયલ  છું.

-મેહુલ ગઢવી 'મેઘ'

Monday, December 28, 2015

सदियों की एक गाथा है ख़ामोशी के आंचल में
कभी डूबती उतराती सी दिखती है कुछ अक्षरों के जल में...

(अमृता)

હું મળીશ જ...

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ
-રાજેન્દ્રા શુકલ

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.

સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:

પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.

ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
-ચિનુ મોદી

એને નવું વર્ષ કહેવાય….

મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….
-અંકિત ત્રિવેદી

बाज़ीचा-ए-अत्फ़ाल है दुनिया मेरे आगे
होता है शब-ओ-रोज़ तमाशा मेरे आगे............
जन्मदिन /

“ग़ालिब” (27 दिसंबर)
--------------------------------------
“हैं और भी दुनिया में सुख़न्वर बहुत अच्छे
कहते हैं कि ग़ालिब का है अन्दाज़-ए बयां और”

તું ચાલને વરસાદમા...

બંધ ક્ષણ એકાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઈ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઈ, ને લઈ પલળવું આગવું;
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.

કોઈ પણ બંધન નહીં કે કોઈ પણ અડચણ નહીં,
વાદ ના વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું? એકલો હું? અપણે બન્ને જણા?
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એક વાદળ, એક કાજળ, એક પળ ને એક સ્થળ;
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.

- અનિલ ચાવડા

તારો મારો પ્રેમ ચર્ચાતો હતો...

તારો મારો પ્રેમ ચર્ચાતો હતો, 
સૌના મુખે ખુબ વખણાતો હતો,
કેમ છોડીને ગઇ તું મારી પ્રિત​, 
તારો મારો તો જન્મોનો નાતો હતો.

પ્રેમ તારો મારો મજાનો હતો, 
મોમ તુ હતી તો હું પર​વાનો હતો, 
કેમ સમજી શકી ના મારી પ્રિત, 
તારી પ્રિતમાં આ પાગલ દિવાનો હતો. 

........................ઘનશ્યામ​(શ્યામ​)

Sunday, December 27, 2015

દુનિયાની અજબ રીત...

દુનિયાની અજબ રીત...

અમે તેના પ્યાર માટે નદીના કીનારા થઈ ગયા,
અને એ જાણે વચ્ચેથી પુર થઈ વહી ગયા...

હતી આશ કે એક દિવસ તો જરૂર નીકળશે આ વાટેથી,
પણ અમે આવ્યાને તો જમાના થઈ ગયા....

ક્યારેક નથી વિંધાતું ગોળીથી પણ હ્રદય માનવીનું ને,
અમે તો એની નજર માત્ર નજરોથી ઘાયલ થઈ ગયા....

હતી ખબર કે નથી થવાના કદી તે જિંદગીમા,
ને છતા,અમે અમારા મટી તેના થઈ રહી ગયા...

ને છતાય આજ કેમ કંઈ એકલુ એકલુ લાગે છે, કોઈ ચહેરામાં એની ઝાંખી જોઈ આંખોથી આંસુ વહી ગયા...

તુ ક્યા અજાણ છે દુનિયાની આ રીતથી “ગુલશન”,
તમે જેને માંગો દુઆઓમાં તે બીજાને એમનેમ મળી ગયા...
                    -ડી.કે બારડ

Saturday, December 26, 2015

કસુંબીનો રંગ.

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજo

પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજo

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજo

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો !
લેજો કસુંબીનો રંગ ! – રાજo

રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ.

– ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

રાતભર રહેવા મળેલી છાવણી છે...

રાતભર રહેવા મળેલી છાવણી છે,
આપણે માની લીધું કે આપણી છે,
ઘરમાં ઉત્સવ છે અને છે ભીડ ઝાઝી,
ક્યાં ખબર છે કોઇને ક્યાં ઘરધણી છે.
તું નરી કદરૂપતા શોધે છે ક્યાંથી,
સૃષ્ટિ તો ચારેતરફ સોહામણી છે.
ખીલવું મૂક્યું છે કાદવની વચોવચ,
કેટલી કોમળપણાની તાવણી છે,
કોણ આ થરથર થતા જીવને બતાવે,
તાપવા જેવી ભીતરમાં તાપણી છે.
હરજીવન દાફડા

આપણે

આપણે

બે જાન એક જીવ બની જીવી જાશુ  આપણે...
પામી જગતને,આ જીવન જીવી જાશુ આપણે...
ટૂંકા આયખાને સજાવી જીવી જાશુ આપણે....
આંખોમાં સમાવી લઇશુ આ સઘળુ આકાશ આપણે...
જંખના હતી જે મેળવવાની એને મેળવ્યુ આપણે .....
સુખ-દુઃખ ની કુંપળોમા  રહી અચળ જીવી જાશુ આપણે....
એકબીજાની હૂંફ બની સ્નેહ આપીશું આપણે....
ઉમદા લાગણી હૈયે ભરી વરસી જાશુ આપણે...
આપીશુ મીઠેરી યાદોની સૌગાત આ જિંદગી ને આપણે....
વખત આવશે અલવિદા કહેવાનો ત્યારે,
હસતાં હસતાં મોતને જીવી લઇશુ આપણે...
અશ્મિ દાહે બળી રાખ થઈને એકમેકમાં સમાઈ જાશુ આપણે....
મધુર જીવનની ખુશ્બુ પ્રસરાવી ભવોભવ ની પ્રીત બાંધીશુ આપણે....

                 -જ્ન્નત
             પિનલ સતાપરા

તો  એ  પ્રેમ  ની નિશાની

હુ લાગણીઓ  વ્યક્ત કરુ ને તારી આંખો 
ના ખૂણા ભીના થાય 
તો  એ  પ્રેમ  ની નિશાની

રોજ સપના મા આવી ને તુ હસાવી  જાય  તો એ પ્રેમ  ની નિશાની. .

તારા એક ઇશારે ભવસાગર  પાર કરવાનુ મન થાય
તો એ પ્રેમ  ની નિશાની

તારા કંઠ ને કોયલ  સાથે  સરખાવા નુ મન થાય
તો એ પ્રેમ  ની  નિશાની.

તને કાગળ પર ગઝલ રૃપે લખવાનુ મન થાય 
તો એ પ્રેમ ની નિશાની

એની સાથે. "  કેતન" મરવાનુ મન થાય
તો એ પ્રેમ ની નિશાની

કેતન"મેજર "

શું થશે?

આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે?

આ ઝાંઝવાથી એક ગતીશીલતા તો છે,
મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસનું શું થશે?

દુઃખ પર હસીતો દઉં છું મગર પ્રશ્ન થાય છે,
જે દોસ્ત દઇ ગયા એ દિલાસાનું શું થશે?

હું એ ફિકર કરીને ભટકતો રહ્યો સદા,
મંઝિલ મળી જશે પછી રસ્તાનું શું થશે?

ખીલે છે ફૂલ તોય રૂદન છે તુષારનું,
કરમાશે ફૂલ ત્યારે બગીચાનું શું થશે?

ચમકે ન મારું ભાગ્ય ભલે કિન્તુ ઓ ખુદા,
તારા ગગનમાં કોઇ સિતારાનું શું થશે?

અત્યારથી જ મારી ફિકરમાં સુકાય છે,
હું જો ડૂબી જઇશ તો દરિયાનું શું થશે?

આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
નહીં આવશું અમે તો મદિરાનું શું થશે?

બેફામ એટલે તો નિરાંતે ઊંઘી જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે?

– બરકત વિરાણી ‘બેફામ’

નથી ભવ્ય શબ્દ વૈભવ..

નથી ભવ્ય શબ્દ વૈભવ,
તને સુંદર ઉપમાઓ દઉં.

છે ફકત ભીનું એક હૈયું,
ભીની લાગણીઓ દઉં.

આવ ! ભીંજવું લથપથ,
નેહભરી વાદળીઓ દઉં.

નથી નિશાની હથેળીમાં,
ટેરવાંની પગલીઓ દઉં.

છે  સૂનું  વૃંદાવન મારું ,
ગોપીને વાંસળીઓ દઉં.

બાંધી લઉં નજરથી તને,
સ્નેહભરી સાંકળીઓ દઉં.

ઉતારી લઉં ઊરમાં તને,
હેતભરી ગાંસડીઓ દઉં.

ડંખે અજવાળાં દિવસનાં,
રંગભરી રાતડીઓ દઉં.

નથી કહેવું શબ્દોને હવે,
આંખોને વાતડીઓ દઉં.

કેમે વીતશે મૌનભરી રાત,
એકાંતને ઝાંઝરીઓ દઉં.
" દાજી "

આંખોના આવેગો....

આંખોના આવેગો....

અચાનક
એમની
આકાશી આકારની
અણીયારી
આંખોને આંકતાજ
અમારી આંખોના 
આવેગો
એકાએક
આગળ આવી
એમના
ઓષ્ઠની
અધિરાઇને
આલીંગનમાં
ઓગાળી આવ્યા...

Friday, December 25, 2015

Vishal joshi "Saneh"

Anil Chavda

વાત હતી નાની ને ઝઘડો મોટો થયો,....

વાત હતી નાની ને ઝઘડો મોટો થયો,
કારણ એનું એક જ હતુ કે,
ડાહ્યા માણસોથી ન્યાય ખોટો થયો.

સ્વાર્થમાં માણસ જાગતાં અંધ થયો,  
અને જાણે મોટો ગરબડ ગોટો થયો,
પંચ ત્યાં તો પરમેશ્વર હોય છે પણ,
અહી આ કહેવતનો જાણે પરપોટો થયો.

ખોટો ન્યાય કરીને માણસ મોટો થયો, 
ને અહી ભાઇથી ભાઇ વિખૂટો થયો, 
સાવ નાની અમથી વાતમાં ગોટો થયો, 
એક જ લોહીના સંબંધમાં તૂટો થયો.
........................ઘનશ્યામ​(શ્યામ​)

સંભાળ ખુદ ને તું ઠોકરે ચડશે,....

સંભાળ ખુદ ને તું ઠોકરે ચડશે,
જગમાં ઘણા પત્થર દિલ મળશે,

તારી કોશિશ તું કદી ન છોડ,
તને પણ કોક"દી ચાહત ફળશે,

પ્રેમ કુંપળ ફૂટવાની વાર છે,
કોક દિલને તારા શ્વાસ જો અડશે,

મંદિર-મસ્જિદનો ભેદ નહિ રહે,
માણસ જ્યારે માણસ ને મળશે,

માણસાઈ ના દિવા ને જલતો રાખજે,
અસ્તે એના!ધરા,નભ,વૃક્ષો રડશે,

રોજ ઉઠીને "શીલ"જુએ અરીશો,
આશા છે ક્યારેક ખુદ ને જડશે .....

...હેમશીલા માહેશ્વરી..."શીલ"....

Thursday, December 24, 2015

इक खिलौना जोगी से खो गया था बचपन में
ढूँढता फिरा उस को वो नगर नगर तन्हा..

��जावेद अख़्तर

તારા સ્મિતને  જાણું છું ,...

તારા સ્મિતને  જાણું છું ,
મનથી રોજ મજા માણું છું .

પાનખર વસંત બની જાશે ,
જો હું કોયલનું ગાણું છું .

તારા આંસુ પલાળે દિલને ,
ભીતર  હૈયામાં  કાણું  છું .

મારા  રંગે  રંગાય  જજે ,
હાલ હું પ્રેમનું ટાણું છું .

તારી હા બાકી છે પ્રિયે ,
હું રોજ સમયને તાણું છું .

કવિ જલરૂપ
મોરબી

'' કા..ન આવે...? ''

'' કા..ન આવે...? ''

શ્યામને વાલી મોરલી
મોરલીને શ્યામ અધર

વિરહની રાધા છે મારી
આટીએ ચડી પ્રેમવારી

યાદોનુ વૃંદાવન છુનુ
મોહન વીના ન સભર

દૂર થઈ  હશે તેની યારી
રાધા થઈહશે તેદી ખારી

જાણતો'તો કાન ઝંજાળ
રાધાને કયાં હતી ખબર?
                  
                          - ગેડિયા

ચાલો કોઇતો નાથ ને નાખો...

આવી ગઇ છે એને પાંખો..
ભાવી ગઇ છે એની આંખો...

ક્યાંય સુધી રેવું માળામાં..
ખૂલી થઇ છે હવે તો પાંખો...

સંતાઇ ને ક્યાં જોવાના છે..!
ચાહનારા છે તમને લાખો...

ઢળવા લાગી છે હવે રોશની..
પ્રેમ પ્રકાશ જો થઇ ગ્યો ઝાંખો...

થઇ ગઇ ખીલીને વેગીલી..
ચાલો કોઇતો નાથ ને નાખો...

ઘટના કોઈ જયારે જીવન સાથે જોડાય છે,

સ્મરણો એ કહાની થઈ જીવન સાથે વણાય છે.
" દાજી "

મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ ...

‘મળશું’ નામે એક મહેલનો વણઉકલ્યો છે ભેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ  અલગ બે  અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

નિત નવા ઉમંગો માગી, મેઘધનુષી રંગો માગી,
તમે થઈ ગયા ચૂપ
રંગો સઘળા લાવું ક્યાંથી, ખાલી હાથે આવું ક્યાંથી,
ક્યાંથી ચીતરું રૂપ ?

રંગો સઘળા ભેગા થઈને વ્યક્ત કરે છે ખેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?

ક્ષણના તારેતાર ઉપર પણ, ઈચ્છાઓના દ્વાર ઉપર પણ,
મારી દીધી સાંકળ
યુગો  યુગોથી  ખૂલવા  કરતી ‘હોવું’  નામે  બોતલ  ઉપર,
વાસી દીધું ઢાંકણ.

રસ્તા, શેરી, ગામ-ગલીનો  ઊડતો લાગ્યો છેદ તો મળવા આવું ક્યાંથી ?
અલગ અલગ બે અંધારામાં તમે કરો છો કેદ તો મળવા આવું ક્યાંથી ?
-અનિલ ચાવડા

હું નથી જાણતી આમ કેમ થાય છે?
ખુદાની મરજી વિના શું આ પ્રેમ થાય છે??
. R.R.SOLANKI
   (તૃષ્ણા).

ને હું યાદ કરું છુ. ...

બાળપણના એ દિવસોને હું યાદ કરું છુ.
જાણે મારી જાત સાથે હું સંવાદ કરુ છું.
કેટલી મજાની હતી એ જિંદગીની ક્ષણો,
વાગોળી વાગોળીને એને હું યાદ કરું છુ.
બાળપણના દોસ્તો સાથેની રમેલી રમતો,
વિસરાઇ જતી જોઇને હું વિષાદ કરું છું.
નિ:સ્વાર્થ હતી એ બધી બાળલીલાઓ,
વિચારીને અંતરથી હું ઉન્માદ કરું છું.
કેમ છીન​વી લીધું મારું બાળપણ "પ્રભું",
ફરી ફરીને તારી પાસે ફરીયાદ કરું છું.
........................ઘનશ્યામ​(શ્યામ​)

મારી નજરને તારા નયનમાં મળ્યું છે ઘર;...

મારી નજરને તારા નયનમાં મળ્યું છે ઘર;
અશ્રુથી અમે અહીંયા જોને રળ્યું છે ઘર.

ભટકી રહ્યો હતો ખુબ લાગ્યો જ થાક તો;
સારું થયું મંઝિલ પર તમારું જ મળ્યું છે ઘર.

ન્હોતી જ જાન એમાં તારા વિના સનમ;
હાથ અડક્યો તમે ત્યાં તો ખળભળ્યું છે ઘર.

ઈંટો નથી, નથી માટી કે સિમેંટ જો;
તારી જ લાગણીઓથી આ ચણ્યું છે ઘર.

આવાસ ની તમે ચિંતા ના કરો મિત્રો;
'પ્રત્યક્ષ' એ કબરને આજે ગળ્યું છે ઘર.

રવિ દવે 'પ્રત્યક્ષ'

Wednesday, December 23, 2015

ઉત્તમ સંબંધ કોને કહેવાય ?

જ્યારે તમે કોઇનો હાથ પકડો અને એ તમારી સાથે ચાલવા માંડે....

’ક્યાં’ અને ‘કેમ’ પૂછ્યા વગર....!!

અંકિત ત્રિવેદી

પેલો સુરજ તો સાંજ ટાણે આથમી જશે ,
આંખો માં તારી ઉગશે એને સલામ છે ..!!
– અંકિત ત્રિવેદી

શ્વાસને મારા બધા સંકેલી લીધા છે

શ્વાસને મારા બધા સંકેલી લીધા છે,
જીવવાનાં પ્રસંગો જીવી લીધા છે.

કોણ ચાલશે સાથે નદીની ઓ પાર,
હોડીને હલેસા મે લઈ લીધા છે.

તકલીફ નથી આપવી મારા મિત્રો ને,
મરણ માટે ખાપણ ખરીદી લીધા છે.

સગવડતા રાખી છે મારા હૈયા અંદર,
ને પાછા બારણા શણગારી લીધા છે.

હું જેવો છું ઓ જગત તારી સામે છું,
"આભાસ"ને કેવા સમજી લીધા છે?

-આભાસ

સર્વથા શાનદાર જીવ્યો છુ

ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

-‘ઘાયલ’

ખોબો ભરીને અમે એટલું હસ્યા.....

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી