ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, September 28, 2016

હોઠ પર જાણે બધે પીંછું ફરે - અમિત ત્રિવેદી

હોઠ   પર   જાણે  બધે   પીંછું  ફરે
એમ   તારું   નામ   ધીરેથી     સરે

કોઈ   હરતું  ફરતું  લાગે  છે  અહીં
યાદના   દીવા   બની   એ   તરવરે

પ્રેમમાં   ડૂબી   જતો  પાગલ   હવે
પગ   તળે  ભીનાશ  લાગે  તો  ડરે

તે   પછી   અંધાર   લાગે આભમાં
એક   તારો   આંગણે  આવી  ખરે

તું    ઈશારે  વાત સમજાવે   જતી
ભીતરે રણઝણ  પછી રણકયા કરે

-  અમિત ત્રિવેદી

Thanks:  www.gujaratigazal.com

Tuesday, September 27, 2016

પણ, મને તો બસ તુ જ જોઈએ


નવરાત્રી ના નવ દહાડા ની એ મુલાકાત જોત જોતા મા ગાઢ મિત્રતા મા ફેરવાઈ ગઈ અનિમેષ અને અનીતા રોજે રોજ નક્કી કરેલા સ્થળે મળવા લાગ્યા પરંતુ એક કહેવત છે ને કે બધા દહાડા સરખા નથી હોતા ,એ જ રીતે અનિમેષ અને અનીતા નો પણ એ દિવસ બધા દિવસો થી અલગ જ તરી આવ્યો ... નક્કી કરેલા સ્થળે રાહ જોતો અનિમેષ થાકી ને આખરે ઘરે જવા ઉભો થયો કઈ રીતે અનીતા નો સંપર્ક કરવો એની મથામણ માં હતો અનીતા નો મોબાઈલ પણ બંધ આવતો હતો આ તો મોબાઇલ નો જમાનો એટલે કોઈ વચેટીયો પણ નહિ થાકી હારી ને વિલાયેલા ચેહરે અનિમેષ ઘર તરફ રવાના થઇ ગયો ...

પૂરા બે દિવસ નીકળી ગયા ના અનીતા નો ફોન આવ્યો ના કોઈ સંદેશો આવ્યો આમ તો અનિમેષ અનીતા ને ઘરે જઈ ને હાલ ચાલ પૂછી શકતો હતો પોતાના પર આવેલી વિપત્તિ જણાવી શકતો હતો પરતું ખુદ અનીતાની જ ઘર સુધી આવવાની મનાઈ હતી બે દિવસ ની જુદાઈ એ અનિમેષ ના હાલ હવાલા ખરાબ કરી નાખ્યા હતા ...

આ બાજુ અનિમેષ ના હાલ થી બેખબર અનીતા નો પણ એ જ હાલ હતો .પોતાના રૂમ માં કેદ અનીતા ફક્ત ને ફક્ત અનિમેષ ના જ વિચારો માં ખોવાયેલી રેહતી અનિમેષ ને મળવાના ઘણા નિષ્ફળ પ્રયત્નો કર્યા આખરે હતાશ થઇ ગઈ જે હાલ અનિમેષ નો હતો એ જ હાલ અનીતા નો હતો ,

ઘરના સભ્યો એ તેને જાણ કર્યા વગર જ પંદર દિવસ માં જ તેના લગ્ન લેવાનું નક્કી કરી નાખ્યું ને સહેર ની મોઘેરી વાડી માં તેનું લગ્ન સમારંભ રાખવામાં આવ્યું... અનીતા અને અનિમેષ એક બીજાના વિરહમાં લગભગ અધમુઆ થઇ ગયા હતા અને એમની હાલત જોઇને એવું લાગતું હતું કે કોઈ નિર્જિવ વસ્તુ પડેલી હોય. અનિમેષના પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને અનીતાના પપ્પા એક સ્કુલના પ્રિન્સીપાલ હતા... અનીતા ઉપર આખા ઘરનું દબાણ હતું એટલે એ ઝાઝું બોલી નહોતી શકતી. અનિમેષને પણ આ બાજુ એના પપ્પાએ કહી દીધું કે એની સગાઇ એમણે એમના મિત્રની છોકરી સાથે નક્કી કરી નાખી છે અને થોડા દિવસમાં જ એના લગ્ન થઇ જશે... અનિમેષ પોતાના પપ્પા સામે આજ સુધી ઊંચા અવાજે બોલી નહોતો શક્યોં અને એક રીતે એના પપ્પા ઘરમાં પણ પોલીસ શાસન જ ચલાવતા હતા... બેઉ પ્રેમી પંખીડાઓનો જીવ તાળવે ચોંટેલો હતો. અનિમેષને અનીતાને કરેલો પ્રોમિસ યાદ આવી ગયો કે આપણા લગ્ન ઘરવાળાની મરજી અને ખુશી થી થશે તો કરીશું નહિ તો આપણે ઘરના પસંદગીના પાત્ર સાથે જ લગ્ન કરી નાખીશું... બેઉ જણાએ લગ્ન માટે તૈયારી બતાવી દીધી એટલે બેઉના ઘરવાળા બહુ જ ખુશ હતા... મહેંદી અને હલ્દીની રસમ પતી ગઈ હતી અને લાલ હોઠો વાળી અનિતાના હોઠોનો બધો જ રસ જાણેકે ચુસાઈ ગયું હતું. એના આંખોમાં નાં જાણે કેટલાય પ્રશ્ન હતા જેને સમઝી શકતો અનિમેષ આજે એની સાથે હતો નહિ... અનિતાના લગ્નનો દિવસ આવી ગયો અને પાર્ટી પ્લોટમાં સજાવેલા ફૂલોના મોયરા ની અંદર એના ઘૂંઘટ ની અંદર ફેરા પણ પતિ ગયા હતા... એની બીદાઈમાં એની આંખોમાં આંસુ તો હતા પણ આ આંસુ વધારે તો અનિમેષ સાથે થતી જુદાઈના લીધે હતા... એણે એક વખત પણ પોતાના પતિ તરફ નજર નહોતી કરી. રાત પડી અને દરવાજો ખોલીને જયારે પતિએ અંદર પગ માંડ્યા અનિતાના મનમાં એક અજબ ડર હતો... પતિ મહારાજને પણ કંઈક દિલચશ્પી હતી હતી...એકાદ કલાક સુધી પતિ પણ પલંગની ધાર ઉપર જ બેસી રહ્યો... અનીતા મનોમન ગૂંચાઈ કે આ શું…??

એણે હિંમત કરીને પોતાનો ઘૂંઘટ જાતે જ ઉંચો કરી દીધો અને પતિ સામે જોયું... અને એના આંખોમાંથી અશ્રુઓનો ઘોડાપુર આવી ગયો… આ તો અનિમેષ જ હતો જે પોતાની આંખોમાંથી આંસુ વહાવી રહ્યો હતો... અનીતા ઉભી થઇ અને અનિમેષની નજર પહેલી વખત એના ઉપર ગઈ… એ અનીતાને જોઇને રીતસર ચમકી ગયો… બેઉ એકાદ મિનીટ સુધી તો કઈ પણ બોલ્યા વગર એક બીજાને જોતા જ રહ્યા... અનિમેષ બોલ્યું,

“ અનીતા તું, આ બધું શું છે…!! ”

અનીતા બોલી, “ અનિમેષ, હું તને એજ પૂછું છું કે આ બધું શું છે…હું તો તને કરેલા પ્રોમીસને લીધે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ મને ખબર નહોતી કે મારા લગ્ન તારી સાથે જ થાય છે...? ”

ત્યાં જ બારણે ટકોરા પડ્યા અને અનિમેષના બારણું ખોલતા જ અનિમેષ અને અનિતાના મમ્મી પપ્પા ત્યાં ઉભેલા હતા... ચારેય જણાના હોઠો પર હંસી હતી... અનિમેષની મમ્મી બોલી,

“ દીકરા આજે તારી અમારા પ્રત્યેની લાગણી જોઇને મારા અને તારા પપ્પાની છાતી ફૂલી ગઈ છે, તે ભલે અમને અનીતા વિશે કશું કહ્યું નહિ પણ તારી બહેન ચાંદનીને તારો અને અનીતાનો ફોટો તારી નોટબુકમાં મળી ગયો હતો... અને અમે અનિતાની ખબર કાઢતા એના પપ્પા પ્રોફેસર જીવરામ અને તારા પપ્પા કલાસમેટ જ નીકળ્યા અને અમે લોકોએ આ નાટક કર્યું… દીકરા તમારી વફાદારી અને સહન કરવાની શક્તિને અમે ચારેય સલામ કરીએ છીએ…!!
અનિમેષ અને અનીતા બેઉ હજી કંઈ બોલી શકતા નહોતા, બેઉ જણા જે થોડી મિનીટ પહેલા એક ગાઢ દુઃખના દરિયા વચ્ચે ડૂબેલા હતા એજ હવે ખુશીના માર્યા અબોલા હતા... આખરે અનિમેષ આગળ વધ્યો અને એના પપ્પાને બાઝીને બોલ્યો, “ આઈ લવ યુ પપ્પા…!! ”

એના પપ્પાએ પોતાના ખીસામાંથી આ કપલ માટે બુક કરેલી 21 દિવસની હનીમુન ટ્રીપન

Monday, September 26, 2016

Saket Dave SIR JI એ આપેલ શબ્દ પર થી મારી રચના-કાવ્ય : શબ્દ : પ્રવાસ,મુસાફરી,યાત્રા,ભ્રમણ,સહેલગાહ. કહે છે...


લખ ચૌયાૅસીનાં
ફેરા ફરે,
મળે છે
એક માનવ અવતાર ,
આટલું લાંબું " ભ્રમણ "
અઘરું તો ખરું,
નહિં ?
ને આ ભ્રમણ ને
અંતે મળેલ મંઝિલ
કયાં સૌ-તમામ
ઉજાગર કરી શકે છે ?

-મુકેશ મણિયાર

ભરત વિંઝુડા

આવવાનું  એ   કહે   તો  આવશું,
પણ જવાનું જો કહે તો ક્યાં જશું !

વસ્ત્ર  પહેરેલાં  છે  તે  બદલાવશું,
એટલે   કે   વચ્ચે   કાઢી   નાંખશું !

ગીત ગણગણતાં ય આવડતું નથી,
એ  કહે   કે   ગાવ  ત્યારે  બોલશું!

એ અહીં કંઈ પણ ન લખતાં હોય છે,
વાંચશું   તો    શું   અહીંયા   વાચશું ?

પગ હતાં  તે  ઝાડનાં  થડ થઈ ગયાં,
આવ,  નીચે    મૂળ   માફક   ચાલશું!

લાશ  જેવાં   હોઈએ   છીએ   અને
આપણે   સાથે    હશું   તો   જીવશું !

- ભરત વિંઝુડા

Sunday, September 25, 2016

हु विखराया करु छु.....- धनेश मकवाणा

विखराया करे
एमनी हयातीना चित्रों
हजु एमने पुरु करवा
सतत
सतत
सतत
हु
विखराया करु छु.

- धनेश मकवाणा

Saturday, September 24, 2016

રીત સારી છે....- 'નિરાશ' અલગોતર રતન

તમારી ચાહવાની રીત સારી છે.
મળે તે આપવાની રીત સારી છે.

અમારે ના કશુંયે માંગવું પડતું,
ઇરાદો જાણવાની રીત સારી છે.

ઉદાસી વાદળો ઘેરાય તે પ્હેલાં,
ખુશીઓ લાવવાની રીત સારી છે.

તમે કાબેલ તરવૈયા હતાં જાણું,
ડૂબેલાં તારવાની રીત સારી છે.

ગયાં ચેતી દુઃખોને આવતાં પ્હેલાં,
વિચારી જીવવાની રીત સારી છે.

નથી સંબંધમાં રાખ્યું કદી બંધન,
હસીને છોડવાની રીત સારી છે.

સદા મળશે તમારો સાથ રસ્તે,
'નિરાશે' જીતવાની  રીત સારી છે.
      
- 'નિરાશ'  અલગોતર રતન

Wednesday, September 21, 2016

કેમ રે સમજાવું..... - હાર્દ

કેમ રે સમજાવું હૂં આ પથ્થર ને
કે હૂં માનું છું ઍને દેવ,
અનસુની કરે અરજ મારી
જાણે હોય માટીનો  ઢેર

હાથ જોડ્યા ઘણાં ને
રાખી ઘણી આખડ઼િ
મંદિરે મંદિરે ફર્યો ઠેર
           કેમ રે સમજાવું.....

હૈયું કળે ને ભાઈ
કળે છે રાતો મારી
દિશા ને દશામાં વેર

         કેમ રે સમજાવું......

હાથ જોડ્યા ની ઉડાળે છેે
લોકો તો ઠેકડી ને
તારી હાજરી નો છે આ ફેર

      કેમ રે સમજાવું.....

હાર્દ

દીકરીને દુર્ગા બનાવો - કવિ જલરૂપ

દીકરીને દુર્ગા બનાવો,
વાત સીતા દ્રૌપદીની સમજાવો
          દીકરીને દુર્ગા બનાવો .

ડરીને ક્યાં સુધી ચાલશે ?
ક્યારેક રોતી રોતી આવશે .
એક વાત હૈયાને જણાવો ,
         દીકરીને દુર્ગા બનાવો.

દીકરી છે બે ઘરનો દીવો
આ સમાજ મૂંગો છે કેવો !
મન મૂકીને તેને ભણાવો ,
         દીકરીને દુર્ગા બનાવો.

અહીં ખોખલું દેશનું શાસન ,
રખડે છે રાવણને દુઃશાસન. 
શસ્ત્રો ચલાવતાં શીખડાવો,
        દીકરીને દુર્ગા બનાવો.

કવિ જલરૂપ
મોરબી .

Sunday, September 18, 2016

પ્રેમ એટલે...

કોઇનું દુઃખ
જોઇ આંખો
છલકાય છે
એ ભાવ છે..
પણ કોઇ એવી
વ્યક્તિ સાથે
હસતા હસતા
આંખો છલકાય
એટલે પ્રેમ...jn

તું મને સરનામું આપ,પ્રેમનું ઠેકાણું આપ. - ઘનશ્યામ કચિયા 'શ્યામ'

તું મને સરનામું આપ,પ્રેમનું ઠેકાણું આપ.
જાહેરમાં ના આપે તો કૈ નહીં, છાનુંમાનું આપ.

કરી શકું પ્રેમ દિલથી, એવું કોઈ ટાણું આપ.
રહી શકું કેદ તારા દિલમાં, એવું ખાનું  આપ.

મળી શકું રોજેરોજ ,એવું કોઈ બહાનું આપ.
વાંચી શકું દુઃખ દર્દ,એવું કોઈ પાનું આપ.

ગાઇ શકું હું ગુણગાન, એવું કોઈ ગાણું આપ,
યાદ રહે જિંદગીભર,એવું નજરાણું આપ.

-ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)

જાતની સાથે જ સોબત થઇ ગઇ

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ.

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ.

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ.

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ.

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ.

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ...

– ઉર્વીશ વસાવડા

રૂહાની.........

જાત
આક્રંદ કરુ છું,
વિલાપ કરુ છું,
વિહવળ એવી હું જાત સાથે જ વિખવાદ કરુ છું,
આરોપી હુ ને બચાવ કર્તા પણ હું જ છું,
મારી ભિતર જ કેટલાંય વિવાદ કરુ છું,
પક્ષ-પ્રતિપક્ષની આ દ્વિધામા બસ હું કુચે મરું છું.
રૂહાની.........

મારુ આ દિલ ગુલાબ માંગે છે

મારુ આ દિલ ગુલાબ માંગે છે,
કોણ પીવા શરાબ માંગે છે?

એમ તું આસપાસ આવે છે,
પ્રેમ જાણે હિસાબ માંગે છે.

હો ભલે રાત આપણી નોખી,
આ હ્રદય રોજ ખ્વાબ માંગે છે.

સમજવા લાગણી બધી એની,
આ નયન એક આબ માંગે છે.

ભૂલ મારી સુધારવા એતો ,
જિંદગીની  કિતાબ માંગે છે.

ઓળખી જાય ના બધા જખ્મો,
લાશ મારી નકાબ માંગે છે.

યાદ 'આભાસ' દુનિયાને રહે,
લ્યો મરણ એ ખિતાબ માંગે છે.

-આભાસ

મુકતક       - માસૂમ


માનવી છે માનવીથી દુરપણ
લો'પશૂતા ઓગળે આચાર માં
ભાવ ભીનાં મન હવે ક્યાં સાંપડે
લાગણી છુટી ફરે બાઝારમાં.
- માસૂમ

રસિક દવે

બારણું એ કઈ રીતે ખૂલી શકે?
જે કદી અકબંધ ભીડ્યું હોય ના.
    
-રસિક દવે

સાગરના ઘુઘવાટ માં પણ તારો સાદ સંભળાય- બાવરીકલમ

સાગરના ઘુઘવાટ માં પણ તારો સાદ સંભળાય,
દૂરથી જોઈ તને આ તનબદન પણ અંગડાય...
સ્પર્શ ની શું વાત કરું અહીં સ્પંદન પણ શરમાય,
લહેરોના સાદ સંગ તારો સાદ પણ પરખાય...
- બાવરીકલમ

ગઝલ.- શિલ્પી

હાથમાં  તારું  કાગળ હતુ, આંખની સાવ આગળ  હતું,
કેમ ભીંજાય ના એ કહો આંખમાં  એક વાદળ હતું.

કોઇની યાદમાં એક આંસુ  જરા આંખથી  જો પડયું,
એ જ આંસુ  હતુ જે અમારા  હ્રદયનું  ગંગાજળ  હતું.

એ મજા તો હતી પણ હતી કેટલી? એ ખબર છે મને,
જયાં  સુધી ફૂલ પર એક ઝાકળ  હતું એક ઝાકળ  હતું.

કોઇ તલ જોઇ પાગલ  થવાની  ઉતાવળ  કરો ના તમે,
ચૂમવા બાદ જાણ્યું અમે કે હતું  એક કાજળ  હતું.

ફેંકવામાં  હતો ત્યાં જ  'શિલ્પી'  ખબર આ અચાનક પડી,
સિર્ફ  કોરું જ નહોતું  લખેલું  બધું છેક પાછળ હતું.

- 'શિલ્પી'  બુરેઠા .(કચ્છ)

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !- રમેશ પારેખ

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જવાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો !

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

– રમેશ પારેખ

ફિકર કેરી ફાકી ડૉ. ભાવેશ જેતપરિયા

મનજંગી આ ફકિરજીને કહેવું શું અને કરવું શું ?  ઘટના આવી
હાથમાં લઈને નીકળી ગ્યા છે તાળાં જોગી ચાવી,ઘટના આવી

ના ગાવું ના દેવું લેવું વહેવું ભસમની સામે અગન જ્વાળા
પોતલડીના છેડે મારી ગાંઠ ખલેચી અણખૂટ કરતી ચાળા
ના પારાને આઘાપાછા કરવાની લીલા કરે પલાંઠી પલટાવી
મનજંગી આ ફકિરજીને.....

અંધારું ઘબ્ દઈને પડતું ચડતું અજવાળું છલકે ચોમેર ઝબૂકે
ધજા ફરકે અંદરના ધાડા થરકી નીકળે બહાર દશમે મોલે જઈ ડૂકે
અતલ વિતલ સુતલ તલતલ તાગી બેઠા ભભૂલ લગાવી
મનજંગી આ ફકિરજીને.......

(  મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

આકાશ

એક ખીલેલો
વડલો ,
ટપ ટપ  આસુંડા
પાડે ને
પછી
હસાવતું  એ ટેટું
કેવું મીઠું
લાગે ! .......
-આકાશ

Wednesday, September 14, 2016

સૈયર- જોગી જસદણવાળા

તણખલાંનો ટેકો લઈ હું સાજન ભૂલવા બેઠી સૈયર!
ઝોકું આવ્યું પરોઢિયે ત્યાં નીંદરને હડસેલી સૈયર!

એકલ પંડ્યે બહુ પીડે છે વિજોગણિયો ઓટો સૈયર!
કેમે ફોડ્યો ફૂટે નહિં આ જગજૂનો પરપોટો સૈયર!

આડા હાથે રોકું ક્યાંથી સમયરથના પઈડાં સૈયર?
મર્યને પડતાં મારાં હઈડે લાંબા લફરક ઝઈડાં સૈયર!

ઝાંખાં-પાંખાં દીવાની આ જ્યોત હિલોળાં લેતી સૈયર!
વાલા મૂઈ, નફ્ફટ, નકટી જેવી ગાળો દેતી સૈયર!
દલડિયાંને દોષ શું દેવો? એ તો ગભરું હરણું સૈયર!

દન આથમ્યે ફૂટી પડતું આંસુ નામે ઝરણું સૈયર!
-【 જોગી જસદણવાળા

બાકી છે – અમૃત ‘ઘાયલ’


હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.
ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.
મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
-અમૃત ‘ઘાયલ

Thursday, September 1, 2016

આ  શબ્દમાં  પોટાશ  છે સંભાળજો
કેવળ  અહીં  ખારાશ   છે સંભાળજો
મારી  ગઝલ કંઇ  વેવલાવેડા નથી
આંખો  તણી  લાલાશ  છે  સંભાળજો
                       સાલસ

તું ખોવાઈ  જાય
મારા
રસ્તેથી  ને
હું  ફૂલ  લઈ ને
શોધવા નીકળું
સાંજના
ચંદ્ર  સાથે
પણ...........

આ સૂર્ય  આડો
ફાટે ને
મારી આશા
આશા જ
રહી જાય. ..........

                 આકાશ