ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, March 26, 2017

હાથ બે પણ કામ સહિયારું નથી - હીર

હાથ બે પણ કામ સહિયારું નથી,
નામનામાં નામ પણ તારું નથી.

લાગણી કેવા ટકોરા મારતી?
મૌન તાળું પ્રેમનું સારું નથી.

આંગળીને સ્પર્શની માયા હજી,
પોતિકાને ભૂલવું પ્યારું નથી.

હો ભમરની જ્યાં શરારત રોજની,
ત્યાં કળી થૈ ખીલવું ન્યારું નથી.

રાત આખી વાત ઘૂંટી રાખજે,
છે અહીં જે મારું એ મારું નથી.

હેતલ મકવાણા,"હીર",ભાવનગર,(10-3-2017)

"આસપાસ " - જીગીષા 'રાજ'

આમ તો હરિયાળી ચારેબાજુ આસપાસ
ભાદરવો ભરમાવે ભરપૂર છલોછલ આસપાસ

બસ એક ના જડ્યો મને તો કયાંયે તું
અંદર-બહાર ,આતમ કે રુદિયાની આસપાસ

વાણી,વચન,ધર્મ,કર્મ બધું મારે તો તું
સાતેય જનમના ઘૂંટાયેલા શ્વાસની આસપાસ

રહસ્યોની આરપાર છે એક જાદુ મારે તો તું
એક પછી એક ભેદાતા ચક્રોના આરાની આસપાસ

ઘૂંટાયેલી ક્ષણોની વેદના એટલે મારે તો તું
બસ વ્યથાના વમળોના વર્તુળોની આસપાસ

જીવનના શબ્દોના સુર એટલે મારે તો તું
તારી સરગમના આરોહ અવરોહની બસ આસપાસ

કહ્યા વિના સમજાય એ વાત એટલે મારે તો તું
બસ મર્મોની જાળના ટકરાતા તાણાવાણાની આસપાસ

-જીગીષા "રાજ"

અમદાવાદથી ચિત્રકાર શ્રી નલિનભાઈ સૂચકે એક સુંદર ચિત્ર મોકલ્યું છે. ચિત્રની રમાના ચહેરા પરનો નિતાંત નિજાનંદ અને પ્રાકૃતિક સૌન્દર્યમાં લીનતાનો એ ભાવ મારી રીતે એક ગીતમાં પરોવીને....મારી ગુરુવારી હાજરી પુરાવું છું. (શ્રી સૂચકસાહેબને પણ તમારો પ્રતિભાવ આપી શકો છો. +919824346320) એક છોકરી પરણીને સાસરે જાય... ઉલ્હાસપૂર્ણ નવજીવનની શરૂઆતમાં થોડાક મહિનાઓ એ અનેરા સપનામાં ખોવાયેલી હોય, આખો દિવસ માંડમાંડ પસાર કરી સાંજે સાજનની રાહ જોતી હોય અને નવી બનેલી પડોસણ સખીને તેના અનુભવો કેવા ભાવથી રજુ કરે તે ....

એક નવોઢાનું ગીત

મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે (૨)

ગાંઠ મારીને પાલવને છેડલે મેં એને બાંધેલો, સખી બાંધેલો.
જમણેરા હાથે કંસાર મારી માએ પછી રાંધેલો, સખી રાંધેલો.
સાત સાત ફેરામાં સાત સાત જન્મોનો સાધ્યો સંગાથ, સખી આજ મને સાજ સજી લેવા દે.
મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે.

વ્હાલપના તાંતણા છૂટ્યા રે તાતનાં ફળીયામાં, સખી ફળીયામાં
જાણીબુઝીને મારી ડૂબકી મેં તોફાની દરિયામાં, સખી દરિયામાં
ધેલી તું ગણ ભલે, રાખું છું પળપળનો રોજ્જે હિસાબ, સખી આજ મને સાજ સજી લેવા દે
મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે

રાત રાત જાગીને છાતીમાં સપનાઓ વાવ્યા છે, સખી વાવ્યા છે.
છમછમતી છોકરીને નારી થવાના કોડ જાગ્યા છે, સખી જાગ્યા છે.
વહેલી પરોઢનાં આંગણામાં વાવ્યો છે છોડવો ગુલાબ, સખી આજ મને સાજ સજી લેવા દે
મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે
-  મંથન ડીસાકર (સુરત) ૨૪/૦૩/૨૦૧૭

ને અહીં ગીત ગાતા ચલ અલ્બમ પણ જોઈ આવજો.

વિપુલ પંઙયા 'સહજ'

આંખે આવી જાતા પાણી
શબ્દો ફુટે જેમ વીરડેે ફુટે છે સરવાણી

ખીંટી પર ઠાલી ઝુલે છે અેક અટુલી ગોફણ
અને પણે દર્પણને કેવળ તિરાડોથી સગપણ
બૂઝાયેલા દીવાની કો' કથવી કેમ કહાણી
આંખે આવી જાતા પાણી

વૃક્ષ ઘટા ઘેઘુર હતુની પાંખી લાગે છાયા
સમણાં તો આકાશે આંબ્યા ના ધરતી પર પાયા
ખાલી ખાલી હવે હવેલી,ના રાજાના રાણી
આંખે આવી જાતા પાણી

મઘમઘતા ફૂલોઅે અોઢી,અેક અોઢણી તાણી
લાગણિયુંને ફુલ ફુૂટ્યાંની દંતકથા સરજાણી
આંખ બોલવા લાગી ગઇ,ને મૌન બની ગઇ વાણી
આંખે આવી જાતા પાણી
શબ્દો ફુટે જેમ વીરડેે ફુટે છે સરવાણી
        વિપુલ પંઙયા 'સહજ'

Tuesday, March 21, 2017

"મૃત્યુ" પર ચિનુ મોદીના શેર....


તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’
(સ્ત્રોત : લયસ્તરો.કોમ)

"મૃત્યુ" પર ચિનુ મોદીના શેર....


તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’
(સ્ત્રોત : લયસ્તરો.કોમ)

Saturday, March 18, 2017

ख्वाब..... - मेगी आसनानी

नींद आनी तो आज मुस्कील है,
' ख्वाब ' बिस्तर सजा के बैठे है |
- मेगी आसनानी

તને ખબર છે? - પન્ના નાયક

તને ખબર છે?
હવે હું તારું નામ બોલી શકતી નથી
એટલે આજે તાજા જ પડેલા સ્નોમાં
હું તારુ નામ લખી આવી
મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
પણ સાચે જ મઝા આવી ગઈ…

ને પછી થોડી વાર રહીને વરસાદ પડયો…
હું તારુ નામ વહી જતું જૉઈ રહી.
વાસંતી વરસાદની સાથે
અચાનક ઊગી નીકળેલા ડેફોડિલની જેમ
મેં તારુ નામ વાતવાતમાં રોપી દીધું
પણ કોઈએ કશું સાંભળ્યું નહીં કેમ જાણે
તારા નામના રણકારનો પડઘો ફકત હું જ ઝીલ શકતી હોઉં!

અને બપોર પછી નીકળી આવેલામેઘધનુને જૉઈ
દિલમાં એક ધડકન ઊઢી ને શમી ગઈ…
ફકત મારા સ્તનો જ એના સાક્ષી હતાં.

સંઘ્યાકાળે નમતો સૂરજ મારા ગાલે ઢળ્યો
અને તારા હોઠની છાપ સજીવન થઈ.

પણ તું માનીશ?
અહીં તો બધાંને મારા ન બોલાયેલા શબ્દોમાં જ વિશ્વાસ છે.

તું શું માને છે…?
હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું…?

– પન્ના નાયક

ચિનુ મોદી ‘ઈર્શાદ,

કેવળ રહી છે યાદો
તકદીરનો તકાદો,
મૃત્યુને છેટું રાખે
ઈર્શાદ છે ને દાદો.
              
-ડો.ચિનુ મોદી

હિમાંશુ મેકવાન

" માં "

ચલાવી કેમની લેતી હતી એ થોડામાં
પ્રશ્ન હજીયે છે માં શું કરતી રસોડામાં ?

ઊંઘ આવે છે ક્યાં નરમ ગાલીચામાં
નીંદર કરતી હતી ઘર એના ખોળામાં

સવાલો ના રહે કોઈ મુશ્કેલ જીવનમાં
સંતાડતી જયારે મને એના પડખામાં

સદાયે વ્હાલનો દરિયો એની આંખોમાં
વિતાવી જિંદગી એણે બસ બે જ જોડામાં

બધું મળી રહે તમને ફરી વાર જીવનમાં
એક જ મળે મા બધાયને આયખામાં
હિમાંશુ મેકવાન

જે.એન.પટેલ 'જગત'

વારસામાં મળેલા ટહુકાને તું ટાંક..
કાં' તો મારી હુંડી મને પાછી આપ...

ગેડી દડાની આ રમતને બંધ રાખ..
કાં' તો એ કાળીનાગને આજે નાથ...

ચાલયો છે તું ભલે મથુરાની વાટ..!
આજ પછી ના કરતો કોઈ વાત...

કંશ જરાસંઘ ને પણ તું મારી નાખ..
ને તોય પાછો રાજનો મોહ ના રાખ..

રણ માંથી ભાગે તોય રણછોડ રાય..
એમાંય તું રાજનીતીજ્ઞ થઇને પૂજાય...

પાંડવોની પડખે ભલે ઉભો છે આજ..
ને ગીતાનું જ્ઞાન તોય 'જગત'ને કાજ...

હે કૃષ્ણ હે વાસુદેવ મુખે તારું નામ..
છૂટે 'જગત' ત્યાં સુધી આમને આમ.

- જે.એન.પટેલ 'જગત',

'તમારી રૂપા' - જીગીષા 'રાજ'

બ્રહ્માએ પડખું ફેરવ્યું ,ને જાગી ગઈ ગઈ રૂપા!
એક યુગ વીત્યો,ને પાછી ફરી  છે  તમારી રૂપા.

હા,વાર થઇ છે ઘણી પાછા ફરતાં
જોયું નથી કદી,પણ આવી છે તમારીરૂપા!

સમયના દર્પણમાં ફરી દેખાય છે અવસર
વીતેલા શ્વાસોનું સરનામું શોધે તમારી રૂપા!

ફલક હો,કે પૃથ્વીનું પટલ,કે અંતરીક્ષની  સવાર
આંખોમાં સાંજ લઇ રાહ જોવે તમારી રૂપા!

વંટોળ તો વિખરાય ,અશ્રુ વરસે અનરાધાર
લીલીછમ ઊભી છે ફરી એ જ તમારી રૂપા!

-જીગીષા 'રાજ'

મારા વિચારે મૌનમાં તારું સરી જવું .... - અમૃત ઘાયલ

મારા વિચારે મૌનમાં તારું સરી જવું
ને ઊંડે ખૂબ ઊંડે પછી ઊતરી જવું

છે યાદ - કેવી રીતે ભૂલું ક્ષણ રતૂંબડી
મુજ આવવું  ને તારું સ્વેદે નીતરી જવું

મારું નીકળવું સાંજના તારી ગલી વિષે
ને હાય,  તારું  નીચું જોઈ નીસરી જવું

મારું તલપવું, રગવું, સતત ઝૂરવું અને
નજરોથી તારું મુજને સદા તરકરી જવું

મિત્રો  નથી  સહેલ  પરંતુ  કઠિન  છે
આ કાળજામાં નામ કોઈ કોતરી જવું

કયાં કષ્ટ કંઈ પડે છે ભલા એમાં કોઈને
બહું નાની-સૂની વાત છે બોલી, ફરી જવું

કે કામ લેવું  હાથમાં,  છે મોટી વાત પણ
એનાથી મોટી વાત છે - પૂરું કરી જવું

'ઘાયલ ' તરે છે દષ્ટિમાં દૃશ્યો બધાં હજી
મુશ્કિલ છે દોસ્ત ખૂબ તને વિસરી જવું
           
- અમૃત ઘાયલ

મન થયું..... - ડૉ. મુકેશ જોષી

તેં કહ્યું જે, એ બધુંયે માનવાનું મન થયું,
વાતને થોડી વધુ વિસ્તારવાનું મન થયું.

સહુ મહેમાનો ખરેખર એટલા મોંઘા થયા,
જાતને મારી હવે સત્કારવાનું મન થયું.

મોત આંટા મારવાનું જ્યાં હજુ કરતું શરૂ,
જિંદગીને સ્હેજ પાછી માણવાનું મન થયું.

એમ થોડું ધારવાથી તો જવાબ મળ્યો નહીં,
એક આખા દાખલાને ધારવાનું મન થયું.

અર્થની કેવી અસર પડતી રહી છે જો ભલા,
શબ્દ જેવા શબ્દને પડકારવાનું મન થયું.

- ડૉ. મુકેશ જોષી

हाथों मे हाथ देके  छुड़ाने  लगे हैं वोह - मासूम मोडासवी

हाथों मे हाथ देके  छुड़ाने  लगे हैं वोह
नजरें बचाके आंखे चुराने लगे हैं वोह

छायेथेख्वाब बनके निगाहोंमेंजो कभी
सारे हसीन सपने मीटाने लगे हैं वोह।

आमद से म्हेका जीनकी गुल्शने हयात
चाहतकोअपनेदिलसे भुलानेलगेहै वोह

ख्वाहीशे विसालका अरमां बिखर गया
गमको गलेसे अपने लगाने लगे हैं वोह

मासूम दोघडी काभीमिलना न होसका
दुरी बढाके खुदको बचाने लगे हैं वोह।

- मासूम मोडासवी

આભાસ

હસી લવું છું મારે દોસ્તી મોકાણથી,
હવે જખ્મી નહી થાવું તારા બાણથી.

ખોટી વાહ વાહી સહન થતી નથી હવે,
એટલે પાછો વળી આવું છું મસાણથી.

-આભાસ

हम प्यार मुहब्बत करते थे - डो चिनु मोदी 'इर्शाद'

जब करते थे तब करते थे
हम प्यार मुहब्बत करते थे

अब ठंडी आहें भरते हैं
हम लम्हा लम्हा मरते हैं
यह चीज़ जइफी ऐसी है
पंछी की फुरुर से डरते हैं

आंसू की भांति बरसते थे
हम प्यार मुहब्बत करते थे

अब तन्हाई का आलम है
सांसो की बसूरी सरगम है
ना रात कटे ना दिन गुज़रे
जिन्दा होने का मातम है

पायल की छून छून सुनते थे
बासंती चोला बूनते थे
हम प्यार मुहब्बत करते थे

अब आना हो तो आ जाओ
जी चाहे वहां पर ले जाओ
न्योता का अब लिखो खत
बार बार बुलवाओ मत

जब करते थे तब करते थे
हम प्यार मुहब्बत करते थे

-डो चिनु मोदी 'इर्शाद'

Friday, March 17, 2017

'તમારી રૂપા' ...... જીગીષા 'રાજ'

'તમારી રૂપા'

બ્રહ્માએ પડખું ફેરવ્યું ,ને જાગી ગઈ ગઈ રૂપા!
એક યુગ વીત્યો,ને પાછી ફરી  છે  તમારી રૂપા.

હા,વાર થઇ છે ઘણી પાછા ફરતાં
જોયું નથી કદી,પણ આવી છે તમારીરૂપા!

સમયના દર્પણમાં ફરી દેખાય છે અવસર
વીતેલા શ્વાસોનું સરનામું શોધે તમારી રૂપા!

ફલક હો,કે પૃથ્વીનું પટલ,કે અંતરીક્ષની  સવાર
આંખોમાં સાંજ લઇ રાહ જોવે તમારી રૂપા!

વંટોળ તો વિખરાય ,અશ્રુ વરસે અનરાધાર
લીલીછમ ઊભી છે ફરી એ જ તમારી રૂપા!

-----જીગીષા 'રાજ'

Tuesday, March 14, 2017

એટલું નક્કી કરો...

ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?

કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.

આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.

રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.

હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.

છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.

વાસંતી ગીત

વાસંતી ગીત

અવઢવ કેરી આંટીમાં ગૂંથાય
આ અંગ મારું અથરિયું ભીંજાય.
ખાલિપાના વંટોળ વચ્ચે ઊડ્યું જાય
વાસંતી ગીતડું ચારેકોર વીંટાય.

ભરચક ઉગી કૂપળી નજરે દેખી,
પછી પાનખર થઈ ગઈ થરક થરક;
આંબા કેરી શાખે કોયલ કરતી કૂક
પાંદડે આશા જાગી મરક મરક.
પાકેલી લીંબોળી આમને તેમ ઝૂલે ને
હમચી મનડું ઝીણાં ઝોલાં ખાય.
અવઢવ કેરી આંટીમાં ગૂંથાય....

શ્વાસોની સડકોમાં પાક્યું નામ હવે તો
આંખોમાં ધૂંટાઈને તપતું ;
દરિયા ભીની ઉડ્ લ્હેરો રંગ ગુલાબી
વાવડિયું લૈ આવે સપનું.
સામટાં વાવડ આંગણિયું ખખડાવે ને
મ્હેકી ફૂલ જીણેરું ગાય.
અવઢવ કેરી આંટીમાં ગૂંથાય ....

ડૉ. ભાવેશ જેતપરિયા

.

હવે વસંત....

હવે વસંત....

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી
~ રમેશ પારેખ

બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય,
છૂપો *વસંત*ની વાણીમાં વેરભાવ હશે…

-ગની દહીંવાળા

શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું?

-રમેશ પારેખ

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ,
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર…

– રમેશ પારેખ

પંડિત બોલ્યા પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ,
બારે માસ *વસંતો* જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ,

-સૈફ પાલનપુરી

જોઈને તારીખિયામાં હું વધાવું છું વસંત
વૃક્ષ કે વાતાવરણથી મારે કંઇ નિસ્બત નથી

ઉર્વીશ વસાવડા

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં...
– સુરેશ દલાલ

ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

વસંતે વસંતે વસંતો ગુલાબી,
આ દુનિયા ખરી છે, આ દુનિયા છે ખ્વાબી.
– મકરન્દ દવે

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
– હિતેન આનંદપરા

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

-હરિન્દ્ર દવે

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી *વસંત*,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

-રમેશ પારેખ

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા

સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે,
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું.

- રમેશ પારેખ

ગુલમ્હોર મ્હોર્યા એટલે....

છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

બાધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
– રમેશ પારેખ

આસ્વાદ , સંજુ વાળા

કોણ છું કોઈ દી’ કળી ના શકું
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં
-મનોજ ખંડેરિયા
સ્વ-ને ઓળખવાનો પ્રશ્ન છેક ભારતીય દર્શનથી શરુ કરીને સાંપ્રત વિજ્ઞાન સુધી પૂછાતો આવ્યો છે. પરંતુ આ કથક આ સઘળો વ્યાપાર એની લીલાના ભાગરૂપ હોવાનું કહે છે. અસ્તિત્વ આપ્યાના ઋણસ્વીકાર સાથે અહી ફરિયાદ પણ છે. અને એ બે મિસરામાં. ત્યાં કવિની કમાલ. જે જાણી શકાતું નથી ત્યાં ‘ક’ની ચડઉતર વાળી સંરચના અને અફસોસના સ્વરમાં ‘ભ’-ની. આ બંનેનો ઉચ્ચાર કરતા સંવેદન સુધી પહોંચાય તેમ છે.
આ ભાષાના સજાગ કવિનો કસબ.
આસ્વાદ , સંજુ વાળા

Saturday, March 11, 2017

હાડમાં વ્હેતું રુધિર મારું નથી. - શગ

હાડમાં વ્હેતું રુધિર મારું નથી.
છે તું અંદર એટલે ખારું નથી.

આશ મુઠ્ઠીમાં લઈને બેસતી,
આભમાં હંમેશ અંધારું નથી.

એક સાંધો ત્યાં જ બીજા તેર છે,
દર્દ નામે વસ્ત્ર કુંવારું નથી.

પીગળે છે લાગણી પકડી કલમ,
એ હૃદય મારું જ સહિયારું નથી.

લે ઉતાર્યો ક્ષોભ આજે શબ્દનો
તોડ તું આ મૌન એ તાળું નથી

-શગ

તને ખોટું જો લાગે તો હું શું કરું? - હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.
હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.
રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.
હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.
- હિતેન આનંદપરા

Thursday, March 9, 2017

તને ખોટું જો લાગે તો હું શું કરું?

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.
હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.
રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.
હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.
- હિતેન આનંદપરા

અનિલ ચાવડા

બી, પછી કૂંપળ, પછી ડાળી, પછી ઉપર કળી મૂક;
એમ મારી જિંદગીને પણ વ્યવસ્થિત સાંકળી મૂક.
બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.
- અનિલ ચાવડા

ગુણવંત શાહ

વૃક્ષને પાંદડે
નવરો બેઠો પવન
પતંગિયાની પાંખ માંથી ખરતા સમયનો રંગ જોયા કરે છે
ઝરણા સાથે વહ્યા કરતું
વાંકુંચુકું આકાશ
નિરાંતે
અવાજના પરપોટા સાંભળ્યા કરે છે
ખાલીપાનું કોચલું તોડી
એક પળ
જયારે
પાંખ ફફડાવે
ત્યારે માણસ કહે છે
હું busy છું

-


ગુણવંત શાહ

જાગતો હશે

જાગતો હશે

સૂર્યને થાક તો લાગતો હશે?
રાત નહીતર કશે જાગતો હશે!

ત્યાં કશી ખાસ ઘટના બની હશે
તો સૂરજ એ તરફ ભાગતો હશે.

હોઠ દર્પણના ધ્રુજે ઘણી વખત
એ કહેવા કશું માંગતો હશે.

ઝાડને ઢોરથી પણ લગાવ છે
એટલે ઢોલ પણ વાગતો હશે.
== મંથન ડીસાકર (સુરત)

કોઈ દિ સાંભરે નઈ

કોઈ દિ સાંભરે નઈ
કોઈ દી સાંભરે નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ
કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરે નઇ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ…

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લઈ લઈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લઈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગઇ

કેવી હશે ને કેવી નઇ
મા મને કોઈ દી સાંભરી નઇ.

-ઝવેરચંદ મેઘાણી

પન્ના નાયક.

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
                        એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં ;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
– પન્ના નાયક.