ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, February 29, 2016

ઊનાળાની બપોરના ઉકળાટમાં

ઊનાળાની બપોરના ઉકળાટમાં,
વિરહના અસહ્ય .બફારમા,
તારા પ્રેમરૂપી તાપમાં નીતરી રહી છુ,
ચલ,એક પ્રેમવાદળી વરસાવી દે..

દિવસના ઉજાસમા,
રાત્રીના ઘનઘોર અંધકારમાં,
તારી પ્રેમરૂપી યાદોમા તડપી રહી છુ,
ચલ,એક નજરની રોશની આપી દે..

ચોમાસાના અનરાધાર વરસાદમાં,
વીજળી ના ગડગડાટના ભયંકર અવાજમા,
તારા પ્રેમરૂપી સ્વપ્નમાં  ભીંજાઇ રહી છુ,
ચલ,એક હુંફાળો ગરમાવો આપી દે.

શિયાળાની કડકડતિ ઠંડીમાં,
સુર્યના આછેરા તાપમાં,
તારા પ્રેમરૂપી સ્પર્શ નો અહેસાસ કરી રહી છુ,
ચલ,એક હૂંફભર્યુ આલિંગન આપી દે.

-બંસરી
પિનલ સતાપરા

પહેલી વાર મે જોઈ તી તુજને...

પહેલી વાર મે જોઈ તી તુજને
એકજ આશ લાગી તી મુજને
જીવન સાથી બનાવવા માટે,
લઇ જવી છે તને મારી સાથે.

બાળપણ તારૂ વીત્યું જે ઘરમાં,
ત્યાથી લઈ  મારા આ ઘરમાં,
આપણા ઘરને ધર બનાવવા,
લઇ જવી છે તને મારી સાથે.

સહેરો સજાવી ને મારા માથે,
લીધો છે તારો હાથ મે હાથે,
પ્રેમ ની આ દુનિયામાં તુજને,
લઇ જવી છે તને મારી સાથે.

ખૂબ પ્રેમ થી જીવન આ જાશે,
અધૂરું શરીર મારું પૂરુ થાશે,
જીવન ભર ના સંગાથ માટે,
લઇ જવી છે તને મારી સાથે.

"રાકેશ"ને છે "નીશા" ની લાગણી,
પૂરી કરવા જન્મો ની માગણી,
આપણા સપના ને પુરા કરવા,
લઇ જવી છે તને મારી સાથે.

✏રાકેશ રાઠોડ

તું અને તારી વાતો

તું અને તારી વાતો
તારી સાથે વિતાવેલી
હર એક ઘડી
હર એક ક્ષણમાં
હું મન ભરીને જીવી છું.

તારાં આભાસી સાંનિધ્યની
એ સદભાગી ક્ષણોમાં હું
મન ભરીને ખુબ મનથી હસી છું.
તારા હોવાપણાં ના એ અહેસાસ ને
મેં આત્માથી મહેસુસ કર્યો છે,
ખુબજ,  ખરેખર ખુબજ
મનથી,દિલથી,આત્માથી
તારાં ચરણોમાં પ્રસાદ
મેં પ્રેમનો ,ભાવથી ધર્યો છે..!!
R.R.SOLANKI
(તૃષ્ણા).

પરબના પાણી પડીકે લાવ્યા..

પરબના પાણી પડીકે લાવ્યા..
ગાય ગઈ ને થેલીઓ લાવ્યા...

રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા..
મિત્રો બદલે મોબાઈલ લાવ્યા...

ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા..
Walk ની જગ્યાએ walker લાવ્યા...

મંદિરો મેલી Multiplax માં ભાગ્યા..
રમતો વિસરાઇ Computer લાવ્યા...

શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા..
માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા...

ગામડા હવે શહેરમાં ભાગ્યા..
જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા...

ઘરની જગ્યાએ મકાન બાંધ્યા..
માતાની બદલીમાં આયા લાવ્યા...

પાણીયારા ગયા filter લટકાવ્યા..
ખીચડી ખોવાઇ હવે મેગી લાવ્યા...

"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા..
કોને ખબર શું ખોયું ને શું લાવ્યા...jn

બંધ નયનમાં હું નાઇટ છું

બંધ નયનમાં હું નાઇટ છું
તારા સમ બસ હું રાઇટ છું

એનો શાને ઉતર જ આપું !
પ્રશ્ન  નામે  હું  વ્હાઇટ  છું .

તું દિલમાં જ કિન્ના બાંધી દે,
આકાશે  ઉડતી  કાઇટ  છું.

કેવા  ભાગ્ય  છે  રેખાના  !
બે  હાથોની  હું  ફાઇટ  છું.

અંધારે  અંધારાને  મળું,
ભીતરથી પણ હું લાઇટ છું.

કવિ જલરૂપ
મોરબી

મારગ ભલે સખત આપજે..

મારગ ભલે સખત આપજે,
યાદ રહે એ વખત આપજે.

પતંગિયું થઈને આવીશ હું. !
ફૂલ ના મને દસ્તખત આપજે.
' દાજી '

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે…

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે…

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે…

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે…

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દિવાનગીતણું આ ડહાપણ મને ગમે છે…

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે…

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે…

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે…

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જીંદગીના, વળગણ મને ગમે છે…

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જીંદગીમાં,
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે…

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે…

અમૃત ‘ઘાયલ’

હવે કોઇને હુ યાદ નહી કરુ

હવે કોઇને હુ યાદ નહી કરુ,
કોઇના વિચારોમા નહી ફરુ,

કેમ ઝાંઝવા છેતરે હર વખત,
આંખોના નીર વહેતા નહી કરુ

લાગણી મારા તરફથી જ હતી
તારા વિશે કોઇ ફરિયાદ નહી કરુ

કહેવી નથી કોઇ વાત હવે 'વિપુલ'
વાતોને મારી ગઝલોમા જ ભરુ..

(વિપુલ દેસાઇ)
29/02/016
10:00AM

હળવે હાથે

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામું પણ ખાસ લખી દો… હળવે હાથે

થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખું વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો… હળવે હાથે

એકલતાનું ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો… હળવે હાથે

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો… હળવે હાથે

– અરુણ દેસાણી..

Sunday, February 28, 2016

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ…

–શ્રી  મુકેશ જોશી

એણે કાટો કાઢીને મને દઈ દીધું ફૂલ


એણે કાટો કાઢીને મને દઈ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફરર દઈ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…
-વિનોદ જોશી

કો' પાંદ સમા નહીં ખરીશું....

ગા ગાલલગા લગાલગા ગા
ગુજરાતી ગઝલ અંદર આજ સુધી આ છંદ લખાયેલો જ નથી,
મેં પ્રથમવાર લખ્યો ગઝલમાં

કો' પાંદ સમા નહીં ખરીશું,
કો' બાગ ખર્યા વિના ભરીશું.

માંગીશ કશુું કદી અમારું,
આ શ્વાસ બધા તને ધરીશું.

દેખાય કદી જો કાળ તમને,
તુજ શાન થકી અમે મરીશું.

જો હોય બધે જુના લખેલા;
તો છંદ અમે નવા લખીશું.

તું બાળ 'ચિરાગ' જેમ ફાવે,
ઇશ યાદ કરી અમે ઠરીશું,
– 'ચિરાગ' ભટ્ટ,

નીતરે છે. -રવિ દવે 'પ્રત્યક્ષ

પૂછો ન હાલચાલ હજી આંખ નીતરે છે;
લાવો તમે રૂમાલ હજી આંખ નીતરે છે.

એની હતી કમાલ હજી આંખ નીતરે છે !
કેવો ગજબનો વ્હાલ ! હજી આંખ નીતરે છે !

ગાંધી બની ઘર્યા છે અમે બે ય ગાલ આજ;
છે લાલચોળ ગાલ હજી આંખ નીતરે છે !

બોલી ગયા કે આપ હવે પારકા થયા છો;
મોંઘો પડ્યો સવાલ હજી આંખ નીતરે છે.

ઉપયોગ આજ અશ્રુ આ તારોય થઈ ગયો છે;
કીકી કરી છે લાલ, હજી આંખ નીતરે છે.

'પ્રત્યક્ષ' મોત બાદ સફળતા મળી પ્રણયમાં;
જોયા મેં ભીના ગાલ હજી આંખ નીતરે છે.

રવિ દવે 'પ્રત્યક્ષ

દરિયો કેવો ઉછળે જયારે પહોંચે તેની મંજિલ પર -અખ્તર

કોઈ પીડા હશે સૂરજને કે આખો દિવસ આમ તપતો હશે,
ઉમ્મીદ બંધાતી હશે કોઈ, પછી જ સાજે રોજ ઢળતો હશે.

રોજ રોજનો વિરહ કેમ કરી ખમતા હશે, રોજ મળ્યા પછી,
રાત્રીને વિદાય કરતી વખતે, ચંદ્ર પણ કદાચ રડતો હશે.

ઉતાવળમાં ઊછળ કૂદ કરી દોડતા નદીથી મળવા માટે,
ઝરણાને ક્યાંક વાગી ન જાય એટલે તે પર્વત ડરતો હશે.

વાટ નિહાળતી આખું વર્ષ, વરસાદથી મિલન માટે સદા,
નાચતી હશે ધરા જ્યાં ઇન્દ્રધનુષનો પડછાયો પડતો હશે.

દરિયો કેવો ઉછળે જયારે પહોંચે તેની મંજિલ પર 'અખ્તર;
ટકરાતી લહેરોની ઉષ્મા થકી, કિનારો કદાચ બળતો હશે.

ભીતરે ત્યાગનાં  ગુપ્ત  ઢગલાં  હતાં. - નિશી

પ્રેમના  જ્યાં  બધે  સ્રાવ  બમણાં હતા,
ભૂલવા ત્યાં  લગાવો  ય  અઘરા  હતા.

જ્યાં  અહોભાવ મારા ય જબરા  હતાં.
કમનસીબે  ય  ત્યાં  કેમ  ભમરા હતા.

ઝંખના   જેવડી    ચીજને   જાણવા*
જે મળ્યા એ બહાવો ય અવળાં  હતા.

હેતના  એ પ્રતીકો  ય ક્યાં  શોધવા ?
જે ય રજકણ બન્યા રોજ અડવા હતા.

કેટલાં   મોહ   અજ્ઞાનમાં  રોગ    થ્યાં,
એ જ   અંકિત થઇ  રોજ  રડતાં હતાં.

હૂંફ  નાં  જીંદગીની  ભલે  સાંપડી,
પણ  હરણફાળ  મારા  ય ડગલાં હતાં.

આ  જ સ્વભાવ તારશે 'નિશી' એક દિ'
ભીતરે ત્યાગનાં  ગુપ્ત  ઢગલાં  હતાં.
- નિશી

જોખમમાં ! - ભરત વિંઝુડા

એકને  હો   ઈમાન  જોખમમાં,
તો બીજાનો છે જાન જોખમમાં !

કોણ   કોને   વધારે   પ્રેમ   કરે,
બેઉ  જણ  છે સમાન જોખમમાં !

જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું,
મૂકવું  ક્યાં  સ્વમાન  જોખમમાં !

કંઈ નથી  એને કંઈ  નથી  ચિંતા,
હોય  નહીં આસમાન જોખમમાં !

હું   હજી   મૌન  છું   તે  નોંધી  લે,
તું    કરે   છે   બયાન  જોખમમાં !

- ભરત વિંઝુડા

તોલ ન કરે. -આભાસ/અર્ચના

સંબંધ કંઈ માંગણીનાં હાલ ન કરે,
પ્યારા મિત્રો દેવામાં ઢીલ ન કરે.

આપી દે હસતા હસતા તમામ,
લોહીના સંબંધ ક્યારેય વીલ ન કરે.

મૈત્રીતો લેવડદેવડથી પર,
સ્વાર્થ લાવવાની ભૂલ ન કરે.

ખાસ સંબંધો છે આ જગમાં,
માથે ચઢાવી ધૂલ ન કરે.

બધુ લુંટાવી દે એક જ ઈશારે,
બધું ગુમાવી ને પણ ખોલ ન કરે.

ક્યાંથી શોધવા આવા ગોઠિયા?
લાગણી સામે બીજાનો મોલ ન કરે.

"આભાસ" તો ચાલ્યો એકલો જો,
એ કોઈ નાંથી પોતાનો તોલ ન કરે.
-આભાસ/અર્ચના

કોક તો જાગે! વેણીભાઇ પુરોહિત,

કોક તો જાગે આપાણામાંથી
હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે –
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે !

હાય જમાને
ઝેરને પીધાં,વેરને પીધાં,
આધીનનાં અંધેરને પીધાં—
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે_
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે !

બાપદાદાની બાંધેલ ડેલી,
એક ફળીબંધ હોય હવેલી,
ગામની ચંત્યા ગોંદરે મેલી,
એ…ય..નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી_
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !

સોડ તાણી સહુ આપણે સૂતાં,
આપ ઓશીકે આપણા જૂતાં,
ઘોર અંધારા આભથી ચૂતાં–
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે–
આપણામાંથી કોક તો જાગે!

આમથી આવે ક્રોડ કોલાહલ,
તેમથી વહેતાં લોહી છલોછલ,
તોય ઊભા જે માનવી મોસલ_
આપરખાં ,વગડાઉ ને એવાં
ધ્યાનબહેરાં લમણામાં
મર લાઠીયું વાગે!
આપણામાંથી કોક તો જાગે !

એક દી એવી સાંજ પડી’તી,
લોક કલેજે ઝાંઝ ચડી’તી ,
શબ જેવી વચમાં જ પડી’તી –

એ જ ગુલામી
એ જ ગોઝારી
મૂરછા છાંડી મ્હોરવા માગે:
આપણામાંથી કોક તો જાગે!

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે –
આપણામાંથી તું જ જા આગે!

        
– વેણીલાલ પુરોહિત

રમણીક અગ્રાવત – હીંચકો

સાંજે હીંચકો ખાલી ન રહે
આખી સાંજ હીંચકો ઝૂલ્યા કરે
બાપાને આવતાં જુએ કે
બાજુમાંથી ખસી પત્ની ઘરમાં વળે
ધીમેકથી બાપા ગોઠવાય બાજુમાં
વાતો અને હીંચકો ધીરે ધીરે ચગે.
બાપા ઘણીવાર ટોકેઃ
આમ હીંચકા ખાતો વાંચતો ન હો તો,
આંખો વહેલી બગડશે.
ચશ્મા તો આવ્યા જ.
એક સાંજે બાપા ચશ્મા, દાંતનું ચોગઠું ને
લાકડી મૂકી બહુ આઘેરાક નીકળી ગયા…

હીંચકાને એક ઠેલે વીતે મહિનો
બીજે ઠેલે વળે વરસ, વરસો.
હીંચકામાં ઉમેરાયો દીકરાના પગનો ઠેલો
આપણે પગ વાળી નિરાંતમાં ઝૂલીએ…

હમણાંથી દીકરાને હીંચતો મેલી હુંય
સાંજે સાંજે ચાલવાને રવાડે ચડ્યો છું…

         – રમણીક અગ્રાવત

મેં એને જોયો છે !- ડૉ.આઇ.કે.વીજળીવાળા

પરદેશમાં એક ગામથી થોડે દૂર આવેલા ફાર્મહાઉસમાં એક નાસ્તિક કુટુંબ રહેતું હતું. પતિ-પત્ની અને એમની પાંચ વરસની દીકરી, એમ ત્રણ જ જણ એ કુટુંબમાં હતાં. માતાપિતા સંપૂર્ણપણે નાસ્તિક હોવાને લીધે ઘરમાં ઈશ્વરની વાત પણ ક્યારેય થતી નહીં. ભગવાન, શ્રદ્ધા કે આસ્થા જેવા શબ્દો પણ દીકરીના કાથે ક્યારેય પડ્યા નહોતા. દીકરીને હજુ નિશાળે કે બાલમંદિરે નહોતી બેસાડી એટલે બીજાં બાળકો કે અન્ય મોટા લોકો પાસેથી પણ એને ઈશ્વર અંગે કાંઈ સાંભળવા નહોતું મળ્યું. અરે ! એવું કાંઈ હોય એવો પણ એને ખ્યાલ નહોતો.

એક રાત્રે પેલાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. નાનકડી વાતમાંથી શરૂ થયેલા એ ઝઘડાએ જોતજોતામાં વરવું સ્વરૂપ લઈ લીધું. અત્યંત ક્રોધે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની છાતીમાં બંદૂકની બે-ચાર ગોળીઓ ધરબી દીધી. પછી પોતે પણ પોતાના માથામાં ગોળી મારીને મરી ગયો. એ લોકો ગામથી દૂર રહેતા હતા એટલે લોકોને આ ઘટનાની છેક સવારે ખબર પડી. ગામના બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો અને પેલી બાળકીને ગામના ચર્ચને સોંપી દેવામાં આવી. બાળકીનો માસૂમ ચહેરો જોઈને ફાધર એકદમ દુઃખી થઈ ગયા. આકાશ સામે જોઈને એ મનોમન બોલી ઊઠ્યા કે, ‘હે ભગવાન ! હે પ્રભુ ઈસુ ! આવો તો તારો કેવો ન્યાય ? આટલાં નાનાં બાળકોથી તું આટલો બધો ખફા હો એ હું માની જ નથી શકતો. તારી છત્રછાયાથી તેમ જ તારી કૃપાથી આવાં ફૂલો શું કામ વંચિત રહી જતાં હશે ?’

એ જ સમયે ચર્ચમાં અન્ય નાનકડાં બાળકો આવ્યાં. એ બધાંએ ફાધરનું અભિવાદન કર્યું. ફાધરે એ બાળકોને પેલી નાનકડી બાળકી સાથે ઊભા રાખી દીધાં. પછી એ બધાંની બાજુની દીવાલ પર દોરેલો ભગવાન ઈસુ ખ્રિસ્તનો ફોટો બતાવીને પૂછ્યું : ‘ચાલો બાળકો, કહો જોઉં ! આ કોણ છે એ કોઈ જાણે છે ?’
‘હા, હું જાણું છું !’ બીજું કોઈ જવાબ આપે એ પહેલા જ પેલી બાળકી બોલી ઊઠી.
ફાધરને નવાઈ લાગી. એક નાસ્તિક કુટુંબમાં જન્મેલી અને ગામલોકોથી દૂર ફાર્મહાઉસમાં મોટી થયેલી એ છોકરી, પ્રભુ ઈસુ વિશે કઈ રીતે જાણતી હોઈ શકે ? એ ખરેખર જાણતી હશે કે એમ જ કોઈ ભળતી વ્યક્તિનો વિચાર કરીને જવાબ આપ્યો હશે ? પોતાના મનની શંકા દૂર કરવા એમણે એ બાળકીને જ પૂછ્યું :
‘એમ ! તું ખરેખર જાણે છે એને ? તો ચાલ, જોઉં બેટા ! એ કોણ છે અને તું એને કઈ રીતે જાણે છે ?’
‘મારા પિતાએ મારી માને અને પોતાને ગોળી મારી ત્યારે આ માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો અને આખી રાત એ મારી જોડે જ મારો હાથ પકડીને બેઠો હતો !’ બાળકીએ જવાબ આપ્યો.

ફાધરની આંખમાં આંસુ આવી ગયાં. કદાચ એ સમયે પેલી છોકરી જેવા નાનકડાં ફૂલો નહીં, પરંતુ પોતે હજુ પ્રભુની છત્રછાયા અને કૃપાથી વંચિત રહી ગયા છે એવું એમને જરૂર લાગ્યું હશે !
-ડૉ.આઇ.કે.વીજળીવાળા
(સાભાર-રીડગુજરાતી)

Saturday, February 27, 2016

" ક્ષણ "

"  ક્ષણ  "
----------------------------
ચાલ મનવા...
ચાલી રહેલી ,
આ જીવાતી  ક્ષણ,
ક્ષણ ભર બાદ,
ભૂતકાળ ની ક્ષણ
બની જાય તે પહેલાં,
મનભરી ને જીવી લઇએ...
મહત્વકાંક્ષાઓ પાછળ ની
ભાગદૌડ,
અને
ઈચ્છાઓ ની ખેંચતાણ વચ્ચે,
ક્ષણ-ક્ષણ
જીવન વીતતું જાય છે,
એ ભુલાઇને કે...
ક્ષણ-ક્ષણ થી જ
બન્યું છે જીવન.
...અને એટલેજ સ્તો,
ચાલ મનવા...
ચાલી રહેલી ,
આ જીવાતી  ક્ષણ,
ક્ષણ ભર બાદ,
ભૂતકાળ ની ક્ષણ
બની જાય તે પહેલાં,

મનભરી ન જીવી લઇએ...
   ----  મુકેશ મણિયાર.
Mo : 99254 56357.

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે...

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે
-રઈશ મનીઆર

આંખો
અકળાતી
આતમ
અટવાતો
આવ
અહીં
આથમે
અજવાસ
અંદરને
અંદર
આવે
અવાજ
આતો
અધૂરા
આંખરનો
અહેસાસ
હાર્દ

આજ મીઠો ઝઘડો થયો તો
થોડીવાર તો હુ ડરી ગયો તો
પણ એની પાછળનુ કારણ હુ
તેની બોલી પરથી સમજી ગયો તો .
      - '' રાજ '' ( આકર્ષક )

હૃદિયાની રાણી છે તું તને ખબર છે?

હૃદિયાની રાણી છે તું તને ખબર છે?
તને નથી ખબર, મને ખબર છે,

શ્વાસ પછી આવે તારી યાદ પેલા આવે તને ખબર છે?
તને નથી ખબર, મને ખબર છે..

બધા કરતા વધારે મને તારી પડી હોય છે,
તને નથી ખબર, મને ખબર છે,

શાયરી ગઝલ કે શેર બધું તારા થકી લખય છે,
તને નથી ખબર, મને ખબર છે.

હું પ્રેમ વ્યક્ત કરી જાણું છું તું છુપાઈ ને ચાહે છે,
તને નથી ખબર કે મને ખબર છે.

જયારે તું ઑફ્લાઇન હોય ત્યારે માત્ર તારા વિચારો આવે છે
પણ એ લખી નહીં શકતો,
તને નથી ખબર, મને ખબર છે.

ઘણી વેળા વ્યસ્ત હોઉ ઓનલાઇન ન આવું તે કરેલા ૩૨ થી વધારે Calls નો જવાબો ન આપું ત્યારે તું બહુ ગુસ્સે ભરાય છે,
તને નથી ખબર, મને ખબર છે.

મેં કરેલા કારણ વગરના ગુસ્સાને તું શા કારણે સહન કરે છે અઢળક આંસુ એકાંતમાં તું વહાવે છે,
તને નથી ખબર, મને ખબર છે,

તારા વગરનું મારું શું થાય બસ એજ એક વાત છે, જે ના તું વિચારી શકે છે, ના મને ખબર છે.

રોશની વગર ચિરાગ અંજવાળું આપે કઈ રીતે,
અંધારા વગરની રાત થઇ શકે કદી?
આથી વધારે તને ખબર છે? મને નથી ખબર...!!
– 'ચિરાગ' ભટ્ટ

Friday, February 26, 2016

પ્રેમ પણ કેવો અમારો આજ જગજાહેર છે...

પ્રેમ પણ કેવો અમારો આજ જગજાહેર છે;
સૌ કહે છે કેમ છો ? ને હું કહું છું ખેર છે.

છો અહીં આજે ભલેને ઘર મહીં અંધેર છે;
આમ તો જે છે એ સઘળું આપ વિણ ખંડેર છે.

એકબીજાની ઉપર છે જો મહોબ્બત કેટલી ?
તે છતાં પણ આપણામાં કેટલો યે ફેર છે ?

છે બધું અમૃત સમું મારુંય જીવન આજ તો;
તે છતાં પણ આજ એ લાગે મને કાં ઝેર છે.

ફાયદો કાંઈ નથી તું આવ કે આવે નહીં;
તુજ વિના પણ સૌ વખાણે આજ મારા શે'ર છે.

આ અચાનક કેમ આવ્યું મોત મારે આંગણે;
સૌ કહો પ્રત્યક્ષ' સાથે કેટલાને વેર છે ?

રવિ દવે 'પ્રત્યક્ષ'

નયન સૂવા નથી દેતા

નયન સૂવા નથી દેતા,
દુખો મરવા નથી દેતા.

અશ્રુ સારે નયન રોજ,
સુખે હસવા નથી દેતા.

છે રમઝટ  વિચારોની,
મને લખવા નથી દેતા.

સખા ની છે બલીહારી
નિચે પડવા નથી દેતા.

કફન ઊપર સુતો છું હું,
છતાં મરવા નથી દેતા.

લઈ ખાપણ છતાં બેઠો,
હવે સજવા નથી દેતા.

જુઓ "આભાસ" આ રહ્યો,
પછી કળવા નથી દેતા.

-આભાસ

મનની મરુભૂમિ..

મનની
મરૂભૂમિમાં
મૃતાત્મા
મશગુલ
મરઘટ મોરલો
મરણચીસે
મ્હારી
મર્યાદા મેલી
મરુભૂમિમાં
મહાલીન છે . . !!
R.R.SOLANKI
(તૃષ્ણા)

પ્રેમ

પ્રેમ
પ્રવાહ 
પ્રેમપ્રદેશ
પર
પહોંચતા
પ્રલયનો
પ્રહાર
પથરાયો ને,
પ્રેમ 
પરપોટો
પ્રજ્વલિત
પ્રકાશે
પરમેશ્વરને
પામી ગયો.

-જ્ન્નત
પિનલ સતાપરા

આંખોના આવેગો....

આંખોના આવેગો....

અચાનક
એમની
આકાશી આકારની
અણીયારી આંખોને
આંકતાજ
અમારી આંખોના 
આવેગો એકાએક
આગળ આવી
એમનાઓષ્ઠની
અધિરાઇને
આલીંગનમાં
ઓગાળી આવ્યા....jn