ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, March 30, 2016

મુઠ્ઠી ગુલાલ – પારૂલ ખખ્ખર


એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

– પારૂલ ખખ્ખર

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

– ડૉ. હરીશ ઠક્કર

Tuesday, March 29, 2016

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ.

ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.

કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ.

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.

-   ‘મરીઝ’

શાંતિ . . . . શાંતિ . . . . શાંતિ . . . . . .

શાંતિ . . . . શાંતિ . . . . શાંતિ . .  . . . .
કેમ આટલી નિરવતાં છે અહીં ?
જાણે કે પરિક્ષા નો ઓરડો અને ,
એમાં શાંત બેઠેલાં ભૂલકાંઓના
મનમાં ચાલતી ગડમથલ . . .
બહાર શાંતિ અને ભીતર નર્યો ઉચાટ . . . . . !!
R.R.SOLANKI
(તૃષ્ણા).

મુક્તક

મુક્તક

હૈયા માં પણ પ્રેમના તરંગો છે,
મનમાં પણ મેઘ ધનુષી રંગો છે.
તરંગો અને રંગોથી રંગાઈ જાજો ,
બસ એટલા જ અમારા ઉમંગો છે.

કવિ જલરૂપ
મોરબી

કબૂલ કરો...

કબૂલ કરો...

હદયથી પ્યારનો સોદો અગર કબૂલ કરો,
પ્રણયના ત્રાજવે તોલી એનાં સાચેરા મૂલ કરો.

વિધાતાએ બાંધી છે પ્રેમની બેડીઓ મજબૂત,
હરેક કોલ નિભાવીને આભાસી ઝાંઝવા દૂર કરો.

પ્રેમ પંખી પ્રીત્યુ કરી ઊડી રહ્યુ નીલ ગગને,
બાહો ફેલાવીને સમંદરપ્રેમનું અમરત પાન કરો.

મૃગજળ જેવી રદ્દી વાતોને પાણીમાં ઘોળીને,
વ્હાલપની વાસ્તવિક્તા સ્વીકારીને બંદગી કરો.

આયખુ શ્વસી રહ્યુ છે મંજિલ કબરની સફરે,
કહે છે 'જ્ન્નત' સ્નેહના ઝરણામાં જીવન કબૂલ કરો.

-જ્ન્નત
પિનલ સતાપરા

લાગણી..

લાગણી..

ક્યારેક  લાગણી વિહવળ બની ટળવળે  !
બેકાબૂ  દિલ  મનોમંથન  કરી સળવળે  !

શું  પ્રિતની રીતમાં આવી પ્રતિક્ષા  હશે  ?
મિલનનાં તલસાટમાં આંખો    તરફડે?

એ...નાજૂક ફુલોએ  કર્યો  પ્રેમનો પ્રહાર.
વાગ્યો ઘાવ એવો ન કદી એની કળવળે  !

અંધારી દૂરની લાંબી ..મંજિલમાં  પણ...
સર્વત્ર એના જ પ્રેમનો પ્રકાશ  જળહળે  !

શ્રાવણ  પણ યાદ બની  આંખોમાં ઉતરે.....!
ભિંજાવા જઉ..ત્યાં ..આખેઆખુ ચોમાસુ  મળે.

ધંમલ   નીલા.એચ.

'પીડા પર્યંત'ના ફૂલ

'પીડા પર્યંત'ના ફૂલ 
...........................................
ફૂલની સમજણ લઇ ખખડાવજો
ખોલનારો આખ્ખે આખો  ખુલશે 

ફૂલનું ખરવું જ બસ નિર્વાણ છે
ફૂલનું અત્તર થવું નિર્માણ છે 

સાયબો રસરંગનો શોખીન છે
ફૂલ એનું બોલતું પ્રમાણ છે

એક પંખી બાગ છોડી ને ગયું
ફૂલના મઘમઘ કટોરા વ્યર્થ છે 

ફૂલનો સ્હેજ પણ અર્થ જાણી ગયા
ફૂલની સેજ પણ ખૂંચવા લાગશે 

નામ મારાં કેટલા સર્જાય છે
ફૂલ એ દોરે છે જયારે હાથમાં

ફૂલ સમો ચહેરો ય  તમારો છે નહિ, હા –
ફૂલોના ચહેરા જ તમારી જેવા છે

           -સ્નેહી પરમાર

આ જગતનો તો જગદીશ છું તોય ઇશ્વર નથી.

ખૂબ મોટું હ્રદય છે, છતાં હું એ સાગર નથી..
ખુશ્બુથી એ ભરેલું જીવન છે પણ અત્તર નથી...

આજીવન પીશ કડવાશ હું, જે તમે આપશો..!
ઘુંટડા ઝેરના પીશુ જ ભલે ને શંકર નથી...

ફુલ જેવા નરમ દિલનો, ને મનનો મક્કમ ખરો..
આવતા ઘા સહજમાં ખમું, તોય પત્થર નથી...

માનવીના આ મન આમ વાંચી બતાડું ભલે..
બંધ આંખે અપાતા વચન કોઇ મંતર નથી...

અંશ છું હું તમારો અલગ તો નથી, કેમ કે..
આ જગતનો તો જગદીશ છું તોય ઇશ્વર નથી...jn

બગીચાની સવાર - સુધીર દત્તા

ધીમે   ધીમે   ઝળહળ   ખુલે
ફુલો   પરથી ,   ઝાકળ   ખુલે

સ્મિત સભર કળીઓ ખુલતી
તાજી  તાજી  ,  કુંપળ   ખુલે

બુંદે   બુંદે   ,   ટપકે   સંગીત
પાંદડીએ  પડતુ  ,  જળ ખુલે

કિરણોના   ,   કંકુ      છંટાયા
કેસરીયાળુ   ,   અંજળ ખુલે

આળસ  મરડી , પવન ઉઠે ને
સુગંધોની   ,    સાંકળ    ખુલે

પાંપણ ખુલે  ,  પાંખડીઓની
જાણે  સપનાની ,  સળ ખુલે

ડાળી ,થડ ,પર્ણો ,પુષ્પ, લત્તા,
વેલી  ,  મંજરી  ને  ફળ  ખુલે

ના  કોઇ  દંભ કરે  , ખુલવાનો
સહજ,સીધુ ,સાદુ,સરળ ખુલે

પૂર્ણતાનો   ,    ભાવ    ભરીને
આખોયે  બાગ  ,  સકળ ખુલે
-સુધીર દત્તા

Monday, March 28, 2016

પળની છાયા તે હોય આવડી !

પળની છાયા તે હોય આવડી !

વીતકનું ઘાસ ઊગ્યું ખુલ્લે મેદાન
એનું હરિયાળું મૌન બધે ફરકે
ઊડતાં પતંગિયાંના રંગોની ઝાંય પડે
ઝાકળમાં ઓગળતા તડકે
સુગંધનાં પગલાંને સાચવતી બેઠી છે
પાંપણની બેય ભીની પાંદડી.

ઘેનમાં ઘેરાઈ જાઉં એવું ચોમેરથી
નીલું આકાશ મને ઘેરે
પાતળી દીવાલ બધી થઈ જાતી એવી કે
આખુંય ઘર ઊડે લ્હેરે
આભનીયે પ્હાડ દૂર ઘૂમી વળવાને
મારી આંગળીઓ થાય પવનપાવડી……

– મનોજ ખંડેરિયા

અમને શું ફેર પડે બોલો ?

ઢેફું સમજીને તમે ફેંકી ધ્યો ધૂળમાં
કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?
આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની
તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાને મોજ પડી જાય
એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે
ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?
વગડે વેરાન હારે વાતું મંડાણી
ને મન થયું ઉગ્યા તો ઉગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા
ભાઈ ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ
એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?
આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા
તે કાંઠે જઈ માથા પછાડીએ ?
એકા’દો મરજીવો મૂળ લગી પ્હોચે ને
તો જ એને બારણું ઉઘાડીએ
પામી ગયાની બૂમ પાડી પાડીને
ભલે પડછાયા પાડે ત્યાં રોલો
અમને શું ફેર પડે બોલો ?
~ કૃષ્ણ દવે

આમેય છેતરે છે જગતમાં બધા મને..

આમેય છેતરે છે જગતમાં બધા મને,
આપ્યા કરો તમેય ભલે વાયદા મને…

લાગ્યાં જગતનાં લોક સુખી માનવા મને,
આવી રહી છે એમ દુઃખોની મજા મને…

જીવનનું કેમ કાંઇ મને ભાન પણ નથી?
આ કોણ ક્યાંથી પાઇ રહ્યું છે સુરા મને?

હાજર તમે છો એટલે બેસી રહ્યો છું હું,
ગમતી નથી નહી તો તમારી સભા મને…

પરદા ઉપર નિસાર છે દર્શનની ઝંખના,
જોયાં નહીં મેં કિન્તુ એ જોતાં રહ્યાં મને…

રુંધે છે મારો માર્ગ, સિતમની સીમા જુઓ,
દેતા નથી જે સ્થિર થવાની જગા મને…

માંગુ જો એની પાસ, બધાં સુખ મને મળે,
દુઃખ એ જ છે કે ભૂલી ગયો છે ખુદા મને…

એ સારું છે કે વાત નથી એના હાથની,
દુશ્મન નહીં તો માગવા ન દે દુઆ મને…

બેફામ શ્વાસ અટકી ગયો તેથી શું થયું?
માફક ક્યાં આવતી હતી જગતની હવા મને…

-   બરકત વિરાણી ‘બેફામ’

દાખવે જો રુચિ થોડી છંદમાં,

દાખવે જો રુચિ થોડી છંદમાં,
આવશે તારી ગઝલ પણ રંગમાં.

શું ઉતાવળ છે ભલા તારે કહે?
આપણે ક્યાં ખેલવું છે જંગમાં?

કામ ફાવે તો ગઝલ પણ ફાવશે,
છંદ રાખી લે બધા તુજ સંગમાં.

આમ જાણી જોઇ ભૂલો તું કરી ;
નામ પોતે કાં લખાવે નંગમાં??

સાંભળો યારો ગઝલ છે એકલી,
છંદ આવ્યા છે ગઝલના ઢંગમાં.

વાત આમાં છે તમારી પણ 'ચિરાગ'
કોણ કે'છે તે લખી આ વ્યંગમાં..!!
– 'ચિરાગ' ભટ્ટ

નારી સંવેદના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – કાજલ ઓઝા-વૈદ્ય

એકવાર હું અશ્વિની ભટ્ટને ત્યાં ગઈ. મારે નોકરી જોઈતી હતી. તેમણે કહ્યું કે ‘કાલથી ‘સંદેશ’માં આવી જા પરંતુ એક શરત છે : હાલમાં સુનીલ ગવાસ્કર અહીં અમદાવાદમાં છે. જા…, ઈન્ટરવ્યૂ કર. જો તું ઈન્ટરવ્યૂ લઈને આવે તો તારી નોકરી પાક્કી….’ મારે કોઈ ઓળખાણ નહીં. મારા પિતા દિગંત ઓઝા તો મદદ કરે જ નહિ, એવું નક્કી જ હતું. ત્યાંથી એક યાત્રા શરૂ થઈ. એને સંઘર્ષ ગણો તો સંઘર્ષ, સર્જન ગણો તો સર્જન અને સમજદારી ગણો તો સમજદારી…. આવો એક પ્રવાસ શરૂ થયો અને આજે તમારી સામે આવીને ઊભી છું.

સવાલ છે સ્ત્રીની સંવેદના અને લોકપ્રિયતા. મારી અગાઉના વક્તા જયભાઈની વાત જ્યાંથી પૂરી થાય છે ત્યાંથી મારી વાત શરૂ થાય છે. પ્રામાણિકતા સ્ત્રીના સર્જનમાં બહુ જવલ્લે જ જોવા મળે છે. આ આક્ષેપ નથી, આ કબૂલાત છે. સૌથી પહેલાં તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે સ્ત્રી સર્જકો કેમ પ્રામાણિકપણે લખતા નથી ? એનું કારણ એ છે કે સ્ત્રીના તમામ લેખનમાં આત્મકથાનો ટૂકડો શોધવામાં આવે છે. મારા લેખન વિશે વાત કરું તો હું ક્યારેય કયા કોસ્મેટિક્સ વાપરવા અને કેવા સ્કર્ટ પહેરવા એ વિશે લખતી નથી. હું સાડી પહેરું છું એ મારા સ્ત્રીત્વના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ મને ગમે છે એટલે પહેરું છું. હું Feminist નથી, હું Feminine છું અને મારે એમ જ લખવું છે. મારે સ્ત્રી પરત્વે લખવું છે. સ્ત્રીના મનની વાત લખવી છે.

બ્લેક ઍન્ડ વ્હાઈટ ટી.વી.થી શરૂ કરીને પામટોપ અને સ્લાઈડિંગ ફોન અમારી પેઢીએ જોયા છે. આ ટ્રાન્સ્ઝિશનનો સમય છે અને એ સર્જનનો શ્રેષ્ઠ સમય પુરવાર થયો છે. મને તો ખરેખર એમ હતું કે બહુ કોમ્પિટિશન મળશે પરંતુ હકીકતે એમ નથી થયું. હું લોકપ્રિય છું કારણ કે મારી સાથે દોડમાં કોઈ છે જ નહિ ! હું એકલી જ દોડું છું. એવા લોકપ્રિય સર્જકો જ મારી સાથે ક્યાં છે, જેની સાથે ઊભા રહીને મારે મારી જાતને સાબિત કરવાની હોય ? ચારમાંથી કયું પુસ્તક ખરીદવું એમ જ્યારે નક્કી કરવાનું હોય અને વાચક તમારું પુસ્તક ખરીદે તો તમે લોકપ્રિય છો એમ કહી શકાય. હું કોલમ નથી. હું નવલકથાકાર છું, મારી રીતે અને મારી જગ્યાએ… હું ટેલિવિઝન છું અને એટલે જ તો તમારા ઘરમાં ઘૂસી જાઉં છું અને તમારે મને જોવી જ પડે છે. ‘મોટીબા’ હોય કે ‘એક ડાળના પંખી’ હોય કે ગમે તે. ‘ચિત્રલેખા’ સાથે હું મફત આવું છું ! એવા આ સમયમાં વાચક ક્યાંક થોડું વાંચીને જો બીજા પ્રકરણની રાહ જોતો થાય છે તો મેં ક્યાંક કશું કર્યું છે એવું મને માનવાની છૂટ છે.

હું એ ગૃહિણી માટે લખું છું જે દિવસનું કામ પરવારીને નિરાંતે પોતાનું રસોડું આટોપીને સહેજ તડકો આવતો હોય ત્યાં સોફા પર પગ લંબાવી ‘મધુરિમા’ ખોલે છે અથવા તો ‘ચિત્રલેખા’ ખોલે છે. હું કોઈ જ્ઞાનની વાતો લખવામાં વિશ્વાસ કરતી જ નથી અને હું કોઈ જ્ઞાન આપવા માંગતી નથી કારણ કે મારી પાસે છે જ નહિ. મારે સિમ્પલ લખવું છે. ‘મળ્યું’ એમ શબ્દ લખવાથી ચાલે તો ‘પ્રાપ્ત’ થયું એવો શબ્દ નહીં લખું. મારે સાદુ લખવું છે. મારે એવા લોકો માટે લખવું છે જે લોકો ખરેખર ગુજરાતી વાંચે છે, વાંચવા માંગે છે અને વાંચતા રહેવા માંગે છે. મારો પુરુષવાચક એ છે કે જેણે ઘણું કહેવું છે. જેની પત્નીએ એના પર વર્ષો સુધી દાદાગીરી કરી છે એવા ભય હેઠળ એણે પત્નીને સહન કરી છે કારણ કે જો એ જતી રહેશે અથવા અમુક રીતે વર્તશે તો મારા માબાપનું ધ્યાન કોણ રાખશે ? છોકરા મોટા થઈ ગયા છે એટલે તાયફો નથી કરવો – આ મારો પુરુષવાચક છે. મને કોઈ સુફીયાણી કથાઓ કરવામાં રસ નથી અને હું એમ માનું છું કે આ લખાણ, અગાઉ જયભાઈએ કહ્યું એમ, સીધું દિલથી આવે છે અને દિલ સુધી પહોંચી જાય છે. હું કોઈ આડંબર હેઠળ લખતી નથી. હું જે વિચારું છું, જે માનું છું, એવું જ લખું છું અને એવું જ જીવવાનો પ્રયત્ન કરું છું.

મને હમણાં જ એક દિવસ કોઈક કાર્યક્રમમાં એક જણે પૂછેલું કે ‘બેન, તમે આ બધું લખો છો એ તમારા વર વાંચે છે ખરા ?’ ત્યારે ખરેખર મેં મારા પતિ સંજયને ઘરે જઈને પૂછ્યું કે ‘આ જે બધું હું લખું છું એ તું વાંચે છે ?’ એટલે એણે કહ્યું કે ‘શેમાં લખે છે તું ?’ આ સત્ય છે અને આ વાક્ય ‘શેમાં લખે છે તું ?’ એ સ્ત્રીની સંવેદના છે. એણે પોતાનું સર્જન બે રસોઈની વચ્ચે, પતિ જાય પછી, છોકરાઓ પોતાની સ્કૂલે જતાં રહે અને એ લોકો પાછા આવે એની વચ્ચે કરી નાખવાનું હોય છે ! એના સર્જનનો ફક્ત આટલો જ સમય છે ! એમાં વચ્ચે કુરિયરવાળો આવે, એકાદ-બે ફોન આવે, અચાનક બે વણબોલાવેલા મહેમાનો આવે જે કદાચ જમીને જવાના હોય છે ! આની વચ્ચે સ્ત્રીએ લખવાનું છે… હું બહુ જ સદભાગી છું કે મારી પાસે પોતાની ઓફિસ છે. હું જુદા પ્રકારની લાઈફસ્ટાઈલમાં જીવું છું પણ આવું નસીબ દરેક સ્ત્રી સર્જકનું નથી. માટે જ, સ્ત્રીની સંવેદના જુદા અવાજ સાથે બહાર આવે છે. આ પીડાનો વિદ્રોહ છે કે વિદ્રોહની પીડા છે ત્યાંથી જ આ સવાલ શરૂ થાય છે.

સ્ત્રીની સ્વતંત્રતા એ એક અદ્દભુત કલ્પના છે પણ જ્યારે સ્ત્રી હાથ લંબાવીને પોતાની સ્વતંત્રતા માંગે છે ત્યારે એમાં આત્મક [Read Full Article at Read Gujarati]

અડાબીડ ઊગ્યા આડેધડ

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

देखिये इश्क में अब कौन सा जादू निकले- महबूब सोनालिया

देखिये इश्क में अब कौन सा जादू निकले।
मेरे अंदाज़े बयां से तेरी खुशबू निकले।

आज़माइश पे उतर आये सराबो की अगर
रेत से प्यास को पीते हुए आहू निकले।

हाथ शामिल था मेरे झुर्म में जिन लोगोका।
फैसला करने मेरा उनके तराजू निकले।

उनकी ख़ुश्बू से फ़ज़ा सारी महक उठती है।
जब भी लहराते हुए अपने वो गेसू निकले

नींद जब बोझ बढ़ा देती है पलको पे मेरी:
तब ग़ज़ल कहने के भी ज़हन से पहलू निकले

जब मिरे कान्धे से कन्धे को मिलाये बेटा।
मैंने महसूस किया तब मिरे बाज़ू निकले

ज़िन्दगी मेरी अन्धेरों से निकल सकती है
मेरी यादों के उजालों से अगर तू निकले

जम गया है मेरी पुतली पे कोई सदमा यूँ।
मैंने चाहा तो बहुत फिर भी न आंसू निकले
महबूब सोनालिया

સાંજ

સાંજ
સૌંદર્ય
સભર
ખીલેલી
એક
હું
મૂરછાઈ
ગયે લો
તને
યાદ કરતા .......

મેવાડા ભાનું " શ્વેત

પ્રેમ રંગે આ હ્રદય રોળ્યું નથી

પ્રેમ રંગે આ હ્રદય રોળ્યું નથી,
આંસુ મારું કોઇએ તોલ્યું નથી.

રાત આખી તક ઉભીતી બારણે,
તે છતાં મેં બારણું ખોલ્યું નથી.

એમ લાગ્યું હું ગયો ખોટા ઘરે,
કોઇ પણ ત્યાં કેમ છો? બોલ્યું નથી.

છે હજી નફરત ભરેલી આ દિલે,
ફૂલ એથી સ્નેહનું કોળ્યું નથી.

કામ મારા હું કરું જાતે બધાં,
કામ બીજા પર કદી ઢોળ્યું નથી.

નામ રોશન ના કરું તો ચાલશે,
નામ પેઢીનું હજી બોળ્યું નથી.

શોધવાં મોતી કિનારે બેસતો,
ના મળે; પાણી કદી ડોળ્યું નથી.
      
-'નિરાશ' અલગોતર રતન

મનોજની લેખણી જાદૂ કરે છે

મનોજની લેખણી જાદૂ કરે છે,
સતત કાગળ ઉપર કંકુ ખરે છે.

નજર મારી હવે જ્યાં જ્યાં ઠરે છે,
કલાપીની કવિતાઓ તરે છે.

ગની સૌ મોહ માયાથી પરે છે.
એનાં ચૌદે ભૂવન એનાં ઘરે છે.

અનિલની હાંક પડતાં થરથરે છે,
શરદ, વિજળી અને સૂરજ ડરે છે.

કબર પર જઇને સૌ ફૂલો ધરે છે,
કે જ્યાં બેફામ શાં શાયર મરે છે.

ઉભા છે ઉંબરે શયદા હજુ પણ,
નયનમાંથી પ્રતિક્ષાઓ ઝરે છે.

હરણ શોધી રહ્યા છે ઝાંઝવાને,
ર.પા. ની પેનમાં જઇને ફરે છે.

બદલશો તો ઉડી જાશે અચાનક,
નયનનાં સર્વ શમણાં ચાદરે છે.

કોઇ આદિલ ભીની માટીનો દરિયો,
સુગંધી કહી અને શ્વાસે ભરે છે.

ઉડે છે યાદનાં પરફ્યુમ અવિરત,
અદમ ડનલોપમાં સપને સરે છે.

હજુ તાપી કિનારે જઇ જૂઓ તો,
આસીમ - લીલાની યાદો પાંગરે છે.
-જય દાવડા

કબરો તોળીને રિશ્તા નીકળ્યા...!

કબરો તોળીને રિશ્તા નીકળ્યા...!
નાહક નમને ફરિશ્તા નીકળ્યા..!!

માગવું તે શું ફેલાવી હાથ,
વરદાની બધે અમસ્તા નીકળ્યા..!!

ખુદા ન માને ખુદાઈની વાત,
એ દર્શનને દાવે સસ્તા નીકળ્યા...!!

મીંટ માંડો  ઊંઘમા રઇ'ને ભૈ,
ઘણાને સ્વપ્ને રસ્તા નીકળ્યા..!!

મરણ ભેરાં રુદન ગયા "મૌન"
સ્મશાને બધા હસ્તા નીકળ્યા...!!

-મૌન

બારણેથી સ્હેજ હાલત ઝાંખવા આવો તમે

બારણેથી સ્હેજ હાલત ઝાંખવા આવો તમે,
દર્દની આ એક પીડા આપવા આવો તમે.

બીજુ તો શું થાય આવા દર્દનું ક્યો તો ખરા,
એક આશ્વાસન હવે તો આપવા આવો તમે.

પ્રેમ છે મારો જગતની સાવ અફવા જેટલો,
હોયજો ખોટી ખબર તો ટાળવા આવો તમે.

હું ફકીરોની જમાતો માં રહેતો જો સદા,
છે મજા કેવી અલખની માળવા આવો તમે.

આ બધું તૈયાર છે "આભાસ" તારા કામનું,
મોત આવીને ઉભું જો બાળવા આવો તમે.

-આભાસ

Friday, March 25, 2016

ચાલ ને સનમ રમીએ

.
ચાલ ને સનમ રમીએ ,
એકબીજાને પ્રેમનાં રંગમાં બોળી,
તારી મારી આ સનમ,
છે પ્હેલી વ્હેલી હોળી.

         તું ને હું ક્યાક ચાલ્યા જઈએ ,
          વગડામાં એટલે દૂર,
          સ્થળ, કાળને ભૂલી જાશું,
          સાંભળશું દિલનાં આપણા સુર,
પરેશાન કરવાં નહી આવે;
ત્યાં કોઈ આપણને ટોળી.

          એક કદમ જો તું ઉપાડે;
           સો કદમ હું ચાલું ,
           હિંમત હોય તોજ હા ક્હેજે;
            વચન ન આપતી ઠાલું,

તને જોયા પછી મારા દિલે;
તારા નામની પુરી દીધી રંગોળી.
તારી મારી આ સનમ,
છે પ્હેલી વ્હેલી હોળી.

          'નિરાશ' અલગોતર રતન

એક રંગ ગીત

એક રંગ ગીત

મ્હોં મલકાવી ઊભો રિયો આંખોમાં આંખો પ્રોઇ.....
બલમ ! તુંને રંગોમેં દીયે ભીગોઇ....

એક રંગ સરવરિયો શ્રાવણ
                 દૂજો ફાગણનો ફાગ ,
ત્રીજો રંગ તે પલાશવનનો
                કેસર.  રંગ્યો.    રાગ.....

લાલ રંગ દી લાલીમાને મુજ ગાલોમાં જોઇ,
બલમ ! તુંને રંગોમે  દીયે ભીગોઇ....

ભૂરા રંગની ઉજ્જડતાથી
                  તેં જ ભર્યો રે  બાગ ,
કરી કાંકરીચાળો રુમ્મક
                 ભીતર ઉડાડ્યા કાગ !

આંસુનાં રંગ ઊકેલવામાં મેં સૂધબૂધને ખોઇ,
બલમ ! તુંને રંગમેં દીયે ભીગોઇ....

                --- અનિલ વાળા.

Wednesday, March 23, 2016

આવી દુરી વચ્ચે શા નડે છે તને મને

આવી દુરી વચ્ચે શા નડે છે તને મને,
આજે મને કિનાર રહીન તું સાદ કર.

દેવો બધા નિરાશ થયા કઈ રીતથી,
પાછો જરા ઉચ્ચાર કરી શંખ નાદ કર.

શાને બધું સારું થયું કયેં કારણે?
થોડો નવો જરાક તું ખોટો વિવાદ કર.

સળગ્યાં હતા 'ચિરાગ' તમે રાતભર,
ભૂલ્યા હવે વિચાર કરી અને યાદ કર..!!
– 'ચિરાગ' ભટ્

Monday, March 21, 2016

મયપરસ્તી

મયપરસ્તી
આંખથી આમ પીધો છે,
શબ્દનો જામ પીધો છે.
રામ કે શ્યામ માનીને,
મૂકીને મામ પીધો છે.
મેં છલોછલ ભરી પ્યાલી,
એક આયામ પીધો છે.
હોશમાંહે રહી કાયમ
રોજ બેફામ પીધો છે.
જા , કહી દે જગતને તું,
મેં સરેઆમ પીધો છે.
જે નશાનું જ સપનું છે,
ધર્મને ધામ પીધો છે.
મેં દુ:ખીને સુખી જોવાં
ભીડીને હામ પીધો છે.
वो बदल भी गये साकी
પ્રિયને નામ પીધો છે.....
--- અનિલ વાળા
વિશ્વ કવિતા દિવસની શુભેચ્છાઓ.....

વિશ્વ કવિતા દિવસની શુભેચ્છાઓ...

વિશ્વ કવિતા દિવસની શુભેચ્છાઓ...

આવેગમાં વિરામ, કવિતા વગર નથી
આવો સરસ મુકામ, કવિતા વગર નથી

તારા વદનની દાદ છે બીજે તો ક્યાં લખું?
કાગળ ઉપર સલામ, કવિતા વગર નથી

ઠેબે ચડાવતી રહી દુનિયા ફકીરને
દીવાનગીનાં દામ, કવિતા વગર નથી

વાચ્યાર્થ ખોઇ ને હવે લ્યો ખુશખુશાલ છે
શબ્દોને આ ઇનામ, કવિતા વગર નથી

તમને અનુસરું નહીં તો માફ બસ કરો
હું કોઇનો ગુલામ, કવિતા વગર નથી

ગૌરાંગ ઠાકર

કવિ જલરૂપ

સપનામાં
કવિતા એ આવીને
કવિના કાનમાં પૂછયું
કવિતા એટલે શું ?
કવિ
નીંદરમાં જ ઉતર આપ્યો ,
અહંકારના  પર્વત પર ;
જયારે જયારે
સ્વાભિમાનનું લીલું ઘાસ ઉગે,
ત્યારે ત્યારે
આકાશે
વિશ્વાસ ના વાદળો ઘેરાય
પણ ,
સત્યનો વરસાદ વરસે
પછી એ જ
અહંકારના પર્વત પરથી
સ્નેહરૂપી કવિતાનું ઝરણું ફૂટી નીકળે. તે કવિતા
કવિતા હસતી હસતી આંખોમાંથી અદ્રશ્ય થઇ ગઈ.

કવિ જલરૂપ

Happy kavita divas.
All respected friends.

પ્રેમ જ્યારે છલકાર છે. .

પ્રેમ જ્યારે છલકાર છે
ત્યારે લાગણીયો વેરાય છે...

શ્બ્દો જ્યારે સંતાકુકડી રમે છે
ત્યારે કવિતા રચાય છે...

આંખો ત્યારે વરસે છે
જ્યારે સમ્રુતિયો ઉભરાય છે...

જ્યારે જ્યારેઆમ થાય છે
ત્યારે સંબધો પર કાપ મુકાય છે...

અધુરા સમણા રહી જાય છે
ત્યારે ત્યારે આ "જગત" મા
આવી પંક્તિયો રચાય છે.....જગત (jn)