ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, January 31, 2016

Congratulation Anil Chavda sir

Kavishri Ravji Patel Yuva Sahitya Award will be given to the young and promising poet  Shri Anil Chavda.

 Khub khub abhinandan Morpichh group tarafthi.......

સાયબો મારો...

સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
ઓઢયું છે મેં પ્રેમ નું પાનેતર ,
ઓઢી ને પાનેતર...
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
આંખો માં સપના
ને હાથોમાં સજી છે મેં મહેંદી ,
મહેંદી ના રંગો સા
સપનાઓ સજાવવા ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો ઘોડો...
જતાં-જતાં હું પાછું વાળીને
જોઇશ નહીં ,
કેમકે બાપુને રડતાં
જોઈ શકીશ નહીં ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબો મારો
ઘોડો લઇ ને આવશે ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
સાયબાએ કીધું'તું મને ,
હું આવી ને લઇ જઇશ ,
હું તો ઘોડા પર બેસીને
જઇશ.
    ---  મુકેશ  મણિયાર.

ક્યાં સુધી આવ્યા કરશે

ક્યાં સુધી આવ્યા કરશે
મારી પાછળ
આ મારાં પગલાં ?

ક્યાં સુધી ખૂટશે નહીં
સામે દેખાયા કરતો
આ રસ્તો ?

ઘડીયાળના બે કાંટા જો
ક્ષણ એક થઇ જાય સ્થિર, તો
હું ખસી જાઉં દૂર
આ મારો પીછો કરતાં
પગલાંથી
નીકળી જાઉં બહાર
આ રસ્તાના બે છેડાની

ન પગલાં ન રસ્તો
પછી તો …

         
– જયા મહેતા

ધોળાં રે વાદળ કાળી છાંયડી

ધોળાં રે વાદળ કાળી છાંયડી,
લાગે ડુંગરને ડાઘ,
લીલુડા ડુંગરને ડાઘ,
લીલુડા ડુંગર મરમે બોલિયા:
” હૈયું શ્વેત અથાગ! ” – ધોળાં રે …

વાદળ ડોલે ને બોલે: “લાજ તું !
કોણે દીધા શણગાર ?
તને રે પલ્લવતાં હૈયું ગળ્યું,
કાળપ રહી ના લગાર – ધોળાં રે …

આજે રે પડછાયો અડતાં જરી
હૈયું તુજ અભડાય !
એટલડી કાળપ મારી ના જશો –
થાક્યા પંથીની છાંય” – ધોળાં રે …

– ઉમાશંકર જોશી

ભેરું મને સાંભર્યું આજ આપણું બાળપણ

ભેરું મને સાંભર્યું આજ આપણું બાળપણ,
કેવું હતું એ સમજણ વગરનું ભોળપણ.
ઝાડે ટીંગાતા ને તળાવ ધૂબકા મારતા,
દાદાજીના ડંડા થી સૌ કેવા તે ડરતા!
બાકસના ખોખાના ફોનમાં વાતો થાય,
પીપરના પાનની પીપૂડી વગાડી ને ખાય.
સાઈકલ સવારી છૂટા હાથે કેવા માણતા,
થીંગડાળી ચડ્ડી પહેરી નિશાળે ભણતાં.
એક ભેરું ને બચાવવા કેવું ખોટું બોલતા!
એકબીજા કાજ હૃદયના દરવાજા ખોલતા.
આ બાળપણની લહેર આજ કેવી લાગી?
જાણે ઉંમરની અવસ્થા આજ અકાળે ભાગી.
-'સોનહરિ' હરેશ મીર

ખુલ્લી હોય હથેલી

ખુલ્લી હોય હથેલી,
ખુલ્લો ચારેગમ અવકાશ,
ખુલ્લા મનને ખૂણેખૂણે ઢગ પંખીનો વાસ!
પંખીડાં આ ફરફર કરતાં જાય ઊડયાં…ઓ જાય!
પાછળ કસબી કોર કશી, તડકાની તગતગ થાય!
વાટ મૂકી જ્યાં ચરણ ચાલ્યાં,પગલાંએ ઠેકી વાડ!
આ ગમથી જો ઝરણ મલ્યાં,
ને ઓલી ગમથી પ્હાડ!
ઝરણાંને હું પગમાં બાંધી નાચું,
માથે મેલી પ્હાડ છમકછમ્ નાચું,
અને ગુંજીને એવી ફૂલના મનમાં મૂકું વાત,
રાત પડે તે પ્હેલાં રમવા લાગી જાય
પ્રભાત!

        
– ચંદ્રકાંત શેઠ

રે…. વણઝારા…… રે…. વણઝારા……

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.

રે…. વણઝારા……

પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા…

રે…. વણઝારા……

તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.

રે…. વણઝારા……

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા…

રે…. વણઝારા……

તારા ટેરવે તણાયા મારા તમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.

        
– વિનોદ જોષી

તમારા વગર એ કુંવારી જ રહેશે...

તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે

તમે ઘર કે શેરી બદલશો પરંતુ
ભીંતોની વફા એકધારી જ રહેશે

ન ફળદ્રુપ થઇ કોઇની પણ હથેળી
કે ખારી જમીનો તો ખારી જ રહેશે

પગેરૂં હયાતીનું જોયું છે કોણે
કે એ તો ફરારી ફરારી જ રહેશે
--- રમેશ પારેખ

ના એમની કોઈ જ ખબર છે..

ના એમની કોઈ જ ખબર છે,
બસ હજી દિલ પર અસર છે.

મળવા આવતાં જે કેડીએથી,
પાથરેલ આજેય ત્યાં નજર છે.

હ્રદયમાં હંમેશ એજ વસે છે.
ઘેલી આંખની જ આ કસર છે.

વફાની આશમાં ઝૂર્યા કરે છે.
ફૂટેલી આંખમાં રાતી ટશર છે.

મળે જો કદી તો કહેજે હવા ,
તરસી નજર એના વગર છે.

આશાનો દીપ બુઝાઈ રહયો છે,
જીવનની આ અંતિમ પ્રહર છે.
" दाजी "

સર્જાયુ નહી ત્યા......

સર્જાયુ નહી ત્યા......

સર્જાયુ નહી ત્યા જ ભાંગી પઽયુ
સપનુ મારુ કઽઽઽભૂસ થઈ પઽયુ.

અેમનામાં હું  સાવ ધૂંધવાયો
પછી પોતાનુય વજન ભારે પઽયુ

સૌને વહેંચવા જતા લાગણીઓમાં
જીવનકિતાબનુ  પાનુ ભારે પઽયુ

આંખો તો અેમનો સંદેશો રોજ લઇ આવે
અને આંસુ ખારાશ લઇ ટપકી પઽયુ

ઘનેશ મકવાણા
www.Morpichh.in

આંખ તારી રાખ ખુલ્લી બંઘ રાખી કાન મનવા

આંખ તારી રાખ ખુલ્લી બંઘ રાખી કાન મનવાં
દોસ્ત તારા ભેડવે નાં રાખજે એ ધ્યાન મનવાં
શ્વાસ તારો ચાલશે સગપણ બધાં છે ત્યાં સુધીનાં,
શોક થોડો રાખશે અંતે જમે મિષ્ટાન્ન મનવાં
બંગલો કે ઝૂંપડી સૌ એ બધું છે છોડવાનું,
પેટ માટે જોઇએ છે એક મુઠ્ઠી ધાન મનવાં
માફ કરતાં શીખ થોડું , ગર્વ ઓછો રાખ થોડો,
તોજ તારું માન વધશે, કર સહન અપમાન મનવાં
કોણ રાધા? કોણ મીરા?કોણ માધવ? કોણ રાઘવ?
કર્મ સારા હોય તો પૂજાય માણસ માન મનવાં
જાત જેવું નાત જેવું જીવતાં છો ત્યાં સુધીનું,
બાળવાં તો છેવટે તે એક છે સ્મશાન મનવાં.
એકલાં આવ્યા હતાં એકલાં તારે જવાનું,
આવશે યમ તેડવાં તો રાખ જોડી જાન મનવાં.

'નિરાશ '
અલગોતર રતન

આયનો જોવું ને ડોકાયા કરે છે તું

આયનો જોવું ને ડોકાયા કરે છે તું,
મારી જ ભીતર દેખાયા કરે છે તું.

હું તો છું સાવ કોરોકટ ને તરસ્યો,
અને મારી લાગણીઓ માં ભીંજાયા કરે છે તું.

સમરૂ જ્યાં તને પૂરા હ્રદય થી જોવા,
અને બંધ હોઠે સતત આત્મે જપાયા કરે છે તું.

શ્રી સવા લખું ને થઈ જાય કાગળ પાવન,
પછી તો શબ્દે શબ્દે લખાયા કરે છે તું.

તું તો ક્યાં ગણતરી રાખે છે જિંદગીમાં,
પણ છાને છપને શ્વાસોથી મપાયા કરે છે તું.

આંસુ મારા જોઈને જગ આખું રાજી છે,
અને પાછી એમાં મારી માટે હરખાયા કરે છે તું.

"આભાસ" તો આભાસ માંથી આવી ગયો બહાર,
અને જાહેર માં કેમ મારાથી છુપાયા કરે છે તું.
-આભાસ

મનોજ ખંડેરિયા – પીછું

ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું.

        
– મનોજ ખંડેરિયા

લાગણી મચકોડાઈ હશે ક્યાંક કસર પડી

લાગણી મચકોડાઈ હશે ક્યાંક કસર પડી,
ઉજરડો દેખાયો નહીં,  રક્તની ટસર પડી.

બોલે નહીં કોઇ જાહેરમાં ગુસપુસ સૌ કરે,
એવી  અંદરો અંદર  તિરાડની અસર  પડી.

ફુલો ની કોમળતાં કચડાય ગઈ શીતળતાં વધી ,
સવારે ઝાકળને તડકો નહીં બરફની અસર નડી.

ના પહોંચી શકાયું મંઝિલ સુધી શું વસવસો
ગલત રાહની મુસાફરી ની એવી અસર પડી.
   R.R.SOLANKI
   (તૃષ્ણા).

Friday, January 29, 2016

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગ

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.

આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા

આજે તારો કાગળ મળ્યો


આજે તારો કાગળ મળ્યો
ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો

એક ટપાલી મૂકે હાથમાં… વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી મળ્યો… આજે.

તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
‘ લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે વાત
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો… આજે

એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો…
-મુકેશ જોષી

પ્રેમ ક્યાં મનુષ્યની અવસ્થા છે?

પ્રેમ ક્યાં મનુષ્યની અવસ્થા છે?
પ્રેમ તો કુદરતની વ્યવસ્થા છે.

અાપણે સાૈ તો કોડિયાં છીઅે અેની કથા ના,
બાકી પ્રેમ તો અેની પરંપરાગત પ્રથા છે.

અા ફૂલોની મહેંક,અા હોંઠો ની હસી કાંઇ અેમ નેમ નથી
પરંતુ તમે સ્વિકારતા નથી અે જ વ્યથા છે

                 ''અિદઠ''

Prem atle .....??

Prem atle .....??

Kalji..
Sambhal..
Khushali...
Koino sangath..
Humfali lagni..
Sami vaykti no badhi rite swikar...
Vishwas...
Maitari...
Samarpan..
Samjan..
Pramanikta..
Sanman..
Santosh..
Madhurta..
Gamvu..
Bijama ras ane atmiyta..
Any ni shukhakarini chinta ..
Sahkari valan..
Dil ni dhadkan..
Niktta ..
Aaikay..
Madadkarta..
Vachan badhhta...
Sav ma sukhno anubhav...
Xama..
Paranubhuti..
Mota pramanma parsparni samanta....
Koini hajri matrthi aannd...
Salamati...
Bin sharti mukti...
Koino viyog....

I love my papa

કહું એક કહાની
છે મસ્ત મજાની..

છુ હું ઢીંગલી પાપાની
વહાલી ને તોફાની..

દિલમાં વસેલી એમનાં
આંખોમાં હું સમાણી...

સામે જોઉં પાપાની
પાપાને હોઠે હાસ્ય ની ઉજાણી...

રડુ હું છાની માની
તોય પાપા જાય પીછાણી...

નટખટ હું ખેપાની
પાપા સમજાવે થઇ જા તુ શાણી...

હતુ અદભૂત બચપણ
વહી રહી યાદોની સરવાણી...

ભલે હું થઈ હોઉ મોટી
તોય મારા પાપા નાં હદય માં સમાણી..

હુ ચાહું છુ પાપા ને
હુ દીકરી એમની સયાની..

I love my papa
-જ્ન્નત
પિનલ સતાપરા
28/01/2016
10:55 Pm

जीना चाहते हैं मगर ज़िन्दगी रास नहीं आती!

जीना चाहते हैं मगर ज़िन्दगी रास नहीं आती!
मरना चाहते हैं मगर मौत पास नहीं आती!
बहुतHjm उदास हैं हम इस ज़िन्दगी से!
उनकी यादें भी तो तड़पाने से बाज़ नहीं आती!

મારી ગઝલમા

અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

- મનુભાઈ ત્રિવેદી

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી 'મરીઝ'
એક તો ઓછી મદિરા છે ને ગળતુ જામ છે.
-મરીઝ

આદિલ મન્સૂરી

કોઇ રણને ઠોકર મારી તો જુએ
છે સંભવ છે મીઠુ ઝરણ નીકળે.

-આદિલ મન્સૂરી

સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી
ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી

છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ
સૂર્ય, નહીં વિસારું – તારી છાયામાં ભમીશ.

        
– સુધા ભટ

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

         
-હરીન્દ્ર દવે

Thursday, January 28, 2016

મારૂ હિંદ

અદભુત નઝારો આ નકશામાં,
નજર એકવાર મારી જુઓ દક્ષિણમાં..

ઘૂઘવતો હિંદમહાસાગર ભરપૂરમાં,
નમે મારાં હિંદને હરેક પળ-પળમાં...

ઉન્નત મસ્તક છે જેનું આભમાં,
શોભી રહ્યો તાજ હિમાલય ભારતમાં..

શૂરવીરોના ગઢ મારાં હિન્દુસ્તાનમાં,
શર કાપેને માથુ ઉતારી આપે પળવારમાં..

ધર્મ-જાતિનો એક જ સમુદાય ધરતીની ગોદમાં,
ઊછરી રહ્યા સંતાનો ભારતમાંના સંસ્કારમાં..

ચારધામની જાત્રા જીવનરૂપી મોક્ષમાં,
ને જીવનનાં અંતિમ પડાવની નગરી મારી કાશીમાં..

અહિંસા જેનું હથિયાર છે વાણી-વર્તનમાં,
શોભા વધારે છે મહેરામણ મહેમાનોના સ્વાગતમાં..

યશોદા-દેવકી-જીજા જેવી માં નથી ક્યાંય વિશ્વમાં,
શ્રવણ-કાન-રામ જેવાં સુત અહીં મારાં ભારતમાં..

શિવાજી-પ્રતાપ-ગાંધી  સપૂત મારાં જ દેશમાં,
સોનાવરણી ધરતી બનાવે ખેડૂત મારાં મલક્ના..

'જ્ન્નત' અહીં વસી છે યુગોથી આ ભૂમિમાં,
નત મસ્તક,હરઘડી વંદન,મળે જન્મ ભવોભવ બસ આ ભારતધામમાં...

-જ્ન્નત
પિનલ સતાપરા
28 December 2016

તાપણી એણે કરીને દાઝ્યા કરૂં છું હું,

તાપણી એણે કરીને દાઝ્યા કરૂં છું હું,
શ્વાસનાં કટકે કટકાને સાંધ્યા કરૂં છું હું.

ભલે સાંજ પડતા કરમાઈ જાવું રોજ,
પણ તમોને ખુશ્બુ આપવા ખિલ્યા કરૂં છું હું.

દિવસ તો નીકળી જાય છે તને યાદ કરી,
આ ગોઝારી રાતોમાં જાગ્યા કરૂં છું હું.

દુશ્મનો એકેય નથી આ જગતમાં મારા,
બસ મારી જ આ જાતથી લડ્યા કરૂં છું હું.

દર્દ કોની આગળ કહેવા,અને કોણ સાંભળે?
માટે કાગળ ને પેન લઈ લખ્યા કરૂં છું હું.

દૂરથી દેખાય એજ સાચુ લાગે સંસારમાં,
સુખોનાં મૃગજળ પાછળ હાંફ્યા કરૂં છું હું.

માર્મિક છે આ જિંદગીને "આભાસ"
જોને ક્ષણે ક્ષણે  આ બન્ને ને શોધ્યા કરૂં છું હું.

-આભાસ

મનમાં શ્રદ્ધા ની વાત હતી

મનમાં શ્રદ્ધા ની વાત હતી,
ખોલી આંખો તો રાત હતી.

ભીતોની ભીતર નજર હતી?
તોડી ઘણથી તો ઘાત હતી.

અંદર અંદર લડ્યા અંકો !
શૂન્ય સામે તો માત હતી.

શ્વાસ પાછળ લીટી તાણું ?
આગળ જો મારી જાત હતી.

ચિતરી ઈર્ષા કાગળ પર,
જોયું દિલથી તો ભાત હતી.

કવિ જલરૂપ
મોરબી

ગૌરાંગ ઠાકર

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

– ગૌરાંગ ઠાકર

ગુલામ મોહમ્મદ

ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.
સૂકી તે ધૂળના ભીના ખૂણેથી
આજ પાંગરવું, કાલ વળી ખરવું :
તોય ફૂલને કંઠે કો’ગીત રમે ગરવું.

– ગુલામ મોહમ્મદ

આમ તો મારોય અલગ ઠાઠ હોય છે..

આમ તો મારોય અલગ ઠાઠ હોય છે,
ખિસ્સે ફકીરી,દિલે હકડે-ઠાઠ હોય છે,

પ્રેમમાં તરબતર હોવાનો મોકો શોધું,
પ્રતિબિંબ પાણીમાં સુક્કોભાઠ હોય છે,

સાકી!હું દોષી છું તારી,માફ કરી દે મને,
તું હસાવે ત્યારે જ આંસુ સાથ  હોય છે,

કો" વખત ખુશનુમા સવાર સ્વપ્ન જેવી,
કો" વખત ફૂલોનો અશ્રુપાત હોય છે,

અહો! રમ્ય સાંજ ને એમાં સાથ તમારો,
શું?મુક્કદરની પણ સાંઠ-ગાંઠ હોય છે?

રેશ્મી દિલ છે,તાણ તસોતસ નથી કાઈ,
છૂટશે જરૂર"શીલ"વળેલી જે ગાંઠ હોય છે.....

,,,,,,હેમશીલા માહેશ્વરી..."શીલ",,,,,,,,,

તમે જાઓ પરંતુ હાલ પૂછવાનું ભૂલી જાઓ
ચિતા પર ગોઠવી ને આગ મૂકવાનું ભૂલી જાઓ?

સ્નેહી 'ભૂલવુ' અમારી હેસિયતની વાત ક્યાં રહી છે ?
તમારું પણ નથી આ કામ 'ભૂલવાનું' ભૂલી જાઓ
        ===> સ્નેહી પરમાર

આપની એ વાત મારી સાથ લંબાઈ ગઈ

આપની એ વાત મારી સાથ લંબાઈ ગઈ;
યાદ છે થોડી મને,થોડી છે વિસરાઈ ગઈ.

મેં નહીં તો એ છબી આંખો મહીં રાખી હતી;
આંસુઓ દ્વારા હવે એ પણ છે ધોવાઈ ગઈ.

એમની આ એક 'ના' ને કારણે મારી બધી-
લાગણી સળગી બનીને રાખ વિખરાઈ ગઈ.

વાંક છે દર્પણ તણો કે વાંક છે મારો અહીં;
કે છબી મારી જ છે એમાંય તરડાઈ ગઈ.

હા અહીં 'પ્રત્યક્ષ' દુશ્મન કામ આવ્યા આમ તો,
છે નનામી એમના હાથે ય પકડાઈ ગઈ.

રવિ દવે 'પ્રત્યક્ષ'

કોઈ ભીની લાગણીનું બંધન મને ગમે છે..

કોઈ ભીની લાગણીનું બંધન મને ગમે છે.
આંખે એની  યાદનું અંજન મને ગમે છે.

સૂર સંગત ભલે સજાવો સુંદર સ્વરોથી
એની મીઠી બોલીના વ્યંજન મને ગમે છે.

ડૂબ્યા હશે જયાં હજારોને લાખો  દિવાના.
એના ગમતીલા ગાલે ખંજન મને ગમે છે.

નથી મધૂરા સૂરોની સામ્રાજ્ઞી મારી પ્રિયા,
આંગણિયે વેલ સમીપે ગુંજન મને ગમે છે.

છે હયાતી  ફકત એનાં સ્મરણોની જ અહીં,
લહેર લઈ આવતી જે  સ્પંદન મને ગમે છે.

હશે રમતો ને છેડછાડ ખટમીઠી ઊભયની ,
હથેળીએ આંખ ઢાંકતી રંજન મને ગમે છે.
" દાજી "

તારા સ્પર્શ થી રચાતાં પાણીના વમળો

તારા સ્પર્શ થી રચાતાં પાણીના વમળો
જાણે નાશાથી ચકચૂર
પોતાની જાતને ભૂલી
વિસ્તારતા,
ચૂમવા હળવેકથી તારા
હાથને નદીના નીર
ધસમસતા.
પામીને સાથ તારો
અલૌકિક આનંદે જુમાતા
શાંત હૃદયના તાર પર
પ્રેમના સ્પંદન ફૂટતા
નિશબ્દ છે લાગણી
ને ગુંજી રહ્યા છે ગીત
નિસ્તેજ હું ચેતન થયો
અમૃત અજાણે પામતા.
હાર્દ

હિંમત હવે  દરિયામાં  તરવાની સામે વહેણ કરવી પડશે
નામ તારું લઇને કુદી પડવું મઝધારે,યા હોમ કરવી પડશે.
R.R.SOLANKI
(તૃષ્ણા).

શું લખી આપું બોલ...??

શું લખી આપું બોલ...??

નખશીખ તારામાં રહું છું એ
કે પછી એક એક અંગોનું
આલીંગન લખું ..!!
તારામાં ભરેલો પ્રેમ લખું કે
પછી મારા પ્રેમની પરાકાષ્ઠા..!
મનની મોકળાશ તું જાણે છે ને
અંતરનું ઉંડાણ તે માણ્યું છે..
નજરમા તરતી તસવીર લખું
કે બંધ આંખોમાં રમતું સમણું..!
લાગણીઓની ભાષા તને
સમજાય છે કે કેમ...!!
પણ મને આમ લાગણીઓ
છલકાવાની આદત છે...
જગતના કણે કણમાં જગદીશ
ને હું તારા રોમે રોમમાં...
બોલ હજુયે કાંઈ લખું કે..!!..jn

Tuesday, January 26, 2016

પ્રેમ ક્યાં મનુષ્યની અવસ્થા છે?
પ્રેમ તો કુદરતની વ્યવસ્થા છે.

અાપણે સાૈ તો કોડિયાં છીઅે અેની કથા ના,
બાકી પ્રેમ તો અેની પરંપરાગત પ્રથા છે.

અા ફૂલોની મહેંક,અા હોંઠો ની હસી કાંઇ અેમ નેમ નથી
પરંતુ તમે સ્વિકારતા નથી અે જ વ્યથા છે

                 ''અિદઠ''