ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, October 29, 2016

કારણો આપો, ............પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

નીંદને લૂંટી જવાનાં કારણો આપો,
સ્વપ્નને ઝૂટી જવાનાં કારણો આપો..

સળવળી રે'તાં સતત જે સ્વપ્ન આંખોમાં,
લ્યો પલક ચૂંટી જવાના કારણો આપો..

જીંદગી ઊભી વળાંકો પર અનોખા ત્યાં,
રાહબર છૂટી જવાનાં કારણો આપો..

બાગનાં ફૂલોની વાતો પણ સુગંધીદાર
બાતમી ફૂટી જવાનાં કારણો આપો..

આ છે વિહ્વળતા "તૃષા"ની રણ મહીં મૃગ સમ
અશ્રુઓ ખૂટી જવાનાં કારણો આપો

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

એવું બને. ......ગૌતમ પરમાર "સર્જક"

☘☘☘☘☘☘☘☘☘

સવારે ઢળી જાઉં એવું બને.
નિશામાં ભળી જાઉં એવું બને.

રહું છું હવેથી હું એકાંતમાં
જ્યાં ખુદને મળી જાઉં એવું બને.

ઘણી ભીડ છે તુજ હૃદયમાં હવે,
હું ખુદ નીકળી જાઉં એવું બને.

વિરહ અગ્નિ આ તો પ્રણયની મળી,
આ આગે બળી જાઉં એવું બને.

નથી મીણ પથ્થર છે સર્જક હૃદય,
છતાં પીગળી જાઉં એવું બને.

-ગૌતમ પરમાર "સર્જક"

-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)-

☘☘☘☘☘☘☘☘☘

गीत-गझल स्पर्धा -१ ☘

☘ गीत-गझल स्पर्धा -१ ☘

मित्रो,
"अभिनव साहित्य सभा" वेबसाइट द्वारा "गीत अने गझल स्पर्धा" नुं आयोजन करवामां आवेल छे. जेमां नीचे मुजब नियमोने अनुसरवाना रहेशे.

��गीत के गझल बेमाथी अेक ज स्पर्धामां भाग लइ शकाशे. गुजराती भाषामां रचना होवी जोईए.

��भावनिरुपण अने स्वरुपसिद्धिने ध्याने लेवामां आवशे. छंद, भाषा, लय वि. ध्याने लेवामां आवशे.

��कृति मौलिक/स्वरचित होवी जोइए. अन्य कोई माध्यमथी प्रकाशित थयेली न होवी जोईए. तरही के अन्य कविनी रचनाना पडघारुपे लखायेल कृति न मोकलवी

�� निर्णायकनो निर्णय आखरी रहेशे.

�� 1 थी 3 नंबर प्रप्त करनार विजेता सर्जकोने शिल्ड, प्रमाणपत्र, रोकड पुरस्कार अने शाल ओढाडीने सन्मानीत करवामां आवशे.4 थी 10 ने प्रमाणपत्र अने ग्रंथो भेटरुपे आपवामां आवशे

��जे कृति स्पर्धा माटे मोकलवी होय तेनी नीचे स्पस्ट लखवुं: "आ कृति स्पर्धा माटे छे." नीचे कोन्टेक नंबर लखवो.

�� कृतिनी सोफ्ट कोपी मोकलवा माटे वोटसेप नंबर: 98798 35717 छे.

�� वोटसेपनी व्यवस्था न होय तो हार्ड कोपी त्रण नकलमां नीचेना सरनामे मोकलवी.
           डॉ. भावेश जेतपरिया
           205, तक्षशिला एपार्ट.
           कन्या छात्रालय पासे,
   शनाळा रोड, मोरबी.पीन 363641

��कृतिनी ता.14-11-16 (देवदिवाळी) सुधीमां मोकली आपवी. त्यार पछी आवनार कृतिने ध्याने नहि लेवाय.

            ☘ संयोजक ☘
          डॉ. भावेश जेतपरिया

        ☘विशेष सलाहकार☘
                  भरत भट्ट
                मंथन डिसाकर
                
           ☘विशेष सहकार☘
       मोरबी जिल्ला साहित्य वर्तुळ
        मोरबी जिल्ला सारस्वत ग्रुप
           अभिनव साहित्य संगम
              
               ☘आयोजक:☘
            अभिनव साहित्य सभा

               ☘स्पोन्सर:☘
               स्वरांगन,मोरबी.

             ☘युवा टीम☘
   रवि डांगर,कवि प्रेम,जनार्दन,गौतम,धनेश
����������������������
नम्र विनंती: आ पोस्टर अन्य ग्रुपमां मोकलशो. कविमित्रोने व्यकितगत जाण करशोजी.....������

અનિલ વાળા

આપણામાં એક સપનું ટુંટિયું વાળી શકે,
ને અચાનક આપણું, એ ઢીમ પણ ઢાળી શકે!

                  - અનિલ વાળા

कारणो आपो             भरत भट्ट

बिंबना छूटी जवाना कारणो  आपो
आयनो फूटी जवाना कारणो आपो

आपी शकशो कारणो दावा दलीलोथी
तर्कना  तूटी  जवाना  कारणो  आपो

काव्यनी  देवी  बधाने  पूछती-रडती
छाती आ कूटी जवाना कारणो आपो

मारी अंदर हुं ऊभो रही जाउं छुं ऐमज
मार्ग सहु खूटी जवाना कारणो  आपो

आ अटूला ऐकला ऐवा स्थले आव्या
काफलो लूंटी जवाना कारणो आपो

            भरत भट्ट

" શગ "- શીતલ ગઢવી... કવિતા: 'તો દિવાળી જેવું લાગે'

કવિતા: 'તો દિવાળી જેવું લાગે'
-----------------------------------

આંખોની ભીતર રોજ તમસ જેવું લાગે.
આવે મળવા અમાસે તું તો દિવાળી જેવું લાગે.

બનાવું હું ઘૂઘરા અને મીઠાઈ તણાં ભોગ,
આરોગે આવીને તું તો દિવાળી જેવું લાગે.

સજાવી છે રંગોળી મોરપીંછના રંગો લઇ,
પગલી પાડી રગદોળે તું તો દિવાળી જેવું લાગે.

ઝૂમખાં લટકાવ્યાં બારસાખે સજાવ્યાં તોરણ,
એક નજર નીરખે તું તો દિવાળી જેવું લાગે.

શણગાર સજ્યા નવોઢા થઈને રચી હાથોમાં મહેંદી,
ગળે લગાવીને નવું વર્ષ મનાવે તું તો દિવાળી જેવું લાગે.

રાહ ભટકે નહિ અંધકારમાં ગગનદીપ મુક્યો અટારીએ,
આગંતુક બની દ્વાર ખટકાવે તું તો દિવાળી જેવું લાગે.

રામે કર્યો પૂરો વનવાસ કર્યો મેળ સીતાને સાથ,
અંતરથી દ્વેષ હટાવે તું તો દિવાળી જેવું લાગે.

" શગ "- શીતલ ગઢવી

ડૉ.ફિરદૌસ દેખૈયા

રક્ષણ કરતા સૈનિકને મા-બાપ સરીખા સ્થાપો 
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

હાકલ પડતા હાજર થાવું,ભૂલી જવા વહેવારો ,
ભૂલી જવાના રાત દિવસ ને ભૂલી જવા તહેવારો
પળેપળે જે સહન કરે છે વતન તણો ઝુરાપો,
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

ખોટ્ટેખોટ્ટા ફટાકડાના સુરસુરિયાં શું કરવાં?
સાચુકલા સૌ રોકેટ,બંદૂક,તોપ બધાં વાપરવાં
દિવાળીમાં મજા શું કરવી? શૂટ કરો કે કાપો
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

‘’જીવ પર ખેલી અમે અમારા દેશનું રક્ષણ કરશું 
કાં તો પાર ઉતરશું,કાં તો ભૂંડા હાલે મરશું
તમે ગમે તે બડબડ કરજો,ગમ્મે એવું છાપો ‘’
દિપાવલીની પહેલી વધાઈ આ લોકોને આપો

-ડૉ.ફિરદૌસ દેખૈયા

Wednesday, October 26, 2016

હરિવર અંગત અંગત ડૉ. ભાવેશ જેતપરિયા

☘☘☘☘☘☘☘☘☘☘☘

હરિવર અંગત અંગત
            ડૉ. ભાવેશ જેતપરિયા

હોય અઠંગો
અવાજ ઉતારી
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત....
તલભર તાળું લટકે બંધ બારણે
હાથવગી હોય
સમરથ ચાવી રજભર
હરિવર સંગત સંગત.....

મળે એઠાં બોર કે કરતાલ
લઈને તાલ ચાલ કે
તુલસીદલને તોલે
હોલા સમ ઘૂંટે હળવા જાપ
લખલખ પોબારા પોકાર
હજુરી હલક ડોલે
ઝાલર કેરી આરત પરગટ
રણઝણતી દલકમલમાં હેલી
વાટે ઘાટે આગત સ્વાગત
અવાજ ઉતારી અંતર વહેતું
હરિવર અંગત અંગત....

મૂળથી થડ વડ ડાળેડાળે
પાન કે નસનસ
તસતસ સુસવાટામાં વાયુ
મન મજાનું શિલાલેખ
થઈ જાય પછી પરગટ
શોધતા પરપોટામાં આયુ
ધૂપ ધૂમાડો યજ્ઞ થઈને
ગઢ ગાંગરતા મેલી
ટશિયા ફૂટ્યા તેજભેજરજ
સ્હેજે સ્હેજે લેતા
હરીવર રંગત પંગત
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

☘☘☘☘☘☘☘☘☘☘☘

હું ત્રેપનમું પાનું....

હું ત્રેપનમું પાનું....

બાવન દિવસ પૂરાં થતાં હું રડતો છાનું છાનું...
હું ત્રેપનમું પાનું....

હું જ ઊગું ને હું જ આથમું હું જ કરું કલશોર
હું જ પતંગી પારાયણ દે હુપં જ તૂટેલો દોર.....

  હૂ્ મારાં જીવતરનું ખાલી એક માત્ર છું બ્હાનું.. 

હું ત્રેપનમું પાનું....

   હું હવાનુ્ જોખમ ભારી હું સિક્કો છું ખોટો
હું નથી કૈં દરિયો-બરિયો, હું જળનો છું લોટો..... 

  હું શાંતિનો સંદેશો છું હું આથમતો ભાનુ....
હું ત્રેપનમું પાનું...        - અનિલ વાળા

હું ત્રેપનમું પાનું....

હું ત્રેપનમું પાનું....

બાવન દિવસ પૂરાં થતાં હું રડતો છાનું છાનું...
હું ત્રેપનમું પાનું....

હું જ ઊગું ને હું જ આથમું હું જ કરું કલશોર
હું જ પતંગી પારાયણ દે હુપં જ તૂટેલો દોર.....

  હૂ્ મારાં જીવતરનું ખાલી એક માત્ર છું બ્હાનું.. 

હું ત્રેપનમું પાનું....

   હું હવાનુ્ જોખમ ભારી હું સિક્કો છું ખોટો
હું નથી કૈં દરિયો-બરિયો, હું જળનો છું લોટો..... 

  હું શાંતિનો સંદેશો છું હું આથમતો ભાનુ....
હું ત્રેપનમું પાનું...        - અનિલ વાળા

*ગઝલ* *શરમને રાખજે*

*ગઝલ* *શરમને રાખજે*

આંખમાં થોડી શરમને રાખજે,
પાંપણો ઢાળી પરમને રાખજે.

ઈશ છે-ની હાક તું પાડી તો જો,
ભેદ ગેબી છે, ભરમને  રાખજે.

ફળ સફળતા ના જરુર મળશે તને,
ધ્યાનમાં બસ તું કરમને રાખજે.

જીતવું છે આ જગતને પ્રેમથી ?
દુર તારાથી અહમને રાખજે.

સ્મિતના ધાગે  અશ્રુને   પ્રોવજો
મન મોતીના આ મરમને રાખજે.

*દિલીપ વી ઘાસવાળા*

તારી ધડકનમાં શ્વસી જાવું છે,

તારી  ધડકનમાં  શ્વસી જાવું  છે,
તારાં  શ્વાસમાં   ધબકી જાવું  છે.

આપી   દે  રે'વા  ખૂણો  એકાદો,
તારા  હૈયામાં  સ્થપી  જાવું  છે.

કાળી રાત્રી ને ઉજળા છે શમણાં,
ઝાલે  તો  થોડું  ભટકી જાવું  છે.

વેરાની   જગથી  તોબા પોકારી,
છાનું  માનું  જો  છટકી જાવું  છે

ટીલા - ટપકાં કર્યા  છે  મેં ઝાઝા,
આંખોમાં ભર તો નજરી જાવું છે.

ઈલકાબો   થી    જીવન    મ્હેકે,
તારી  મુસ્કાને  મલકી  જાવું  છે.

હો ઈશ મારો  તો ઇબાદત મારી,
'જ્ન્નત' અર્પે  તો  સરકી જાવું છે.

-જ્ન્નત
પિનલ સતાપરા

મુક્તક

મુક્તક

રસ્તો નફટ કેવો હસે છે
પાછો વળી રાતે ખસે છે
એ રોજ ભરખે જિંદગીને
હેલ્મેટ વિનાને ડસે છે.

કવિ જલરૂપ
મોરબી

હરજીવન દાફડા

ક્યારેય ક્યાં અકારણ થાકી ગયા છીએ,
પુષ્કળ ઉપાડી ભારણ થાકી ગયા છીએ.

પળપળ પ્રગટતા જાય છે પ્રશ્નો નવા નવા,
શોધી સતત નિવારણ થાકી ગયા છીએ.

પીડા વિનાનાં માર્ગને પામ્યા ન ક્યાંય પણ ,
વેઠી અકળ વિસામણ થાકી ગયા છીએ.

વરસો પછીય કોઈના પગલાં થયાં નહીં,
હરપળ સજાવી આંગણા થાકી ગયા છીએ.

સુખનો પ્રદેશ દૂરનો....    દૂર જ રહી ગયો,
બેહદ કરી મથામણ  થાકી ગયા છીએ.

                °°°°  હરજીવન દાફડા
( " આ બાજુના સૂરજ આડે " માંથી..)

ગઝલ :- નેતા સંવાદ - લ્યો મોજ તો ક્યો.

ગઝલ :- નેતા સંવાદ -
લ્યો મોજ તો ક્યો.
----------------------------------------------
છંદ :- ગાલગાગા - 4
-------------------------------------------------
કાલ આપણ મેચ તો જીતી ગયા, લ્યો મોજ તો ક્યો.
આપણે તો ઘર મહીં અટકી ગયા,લ્યો મોજ તો ક્યો.

ચૂંટણીનો ફાયદો થોડો ઘણો તો થાય છે હાં ,
મારગો પર રોડ કેવા થઇ ગયા, લ્યો મોજ તો ક્યો.

નાની નાની લાંચથી કંઇ મોજ તો આવે તો નહી ના !
આખે આખી ગ્રાન્ટને ભરખી ગયા,લ્યો મોજ તો ક્યો.

બોલવાની છે મજા તો બોલવામાં વાંક શું છે?
વાયદો આપી અમે છટકી ગયા ,લ્યો મોજ તો ક્યો.

આ ઞજબની  વાત છે ,નેતા થવું સ્હેલું નથી હો !
આપણે કંઇ કેટલા બગડી ગયા,   લ્યો મોજ તો ક્યો.

આપણી આ જિંદગી તો જુઠ પર ચાલે 'ધમલ' હાં ,
તે છતાં આ લોક તો સમજી ગયા ,લ્યો મોજ તો ક્યો.

               -- દેવેન્દ્ર ધમલ

કોશિશ...

કોશિશ...

નિશાકરની નીરાંત સૌ કોઇ ચાહે છે..
ક્યારેક રવિને ચાહવાની કોશિશ તો કરો..!!

સુખ દુઃખતો જગદીશની દેન છે..
ક્યારેક આભાર કહેવાની કોશિશ તો કરો...

પ્રેમમાં ક્યાં સૌને સફળતા મળે છે..?
ક્યારેક જે મળ્યું એ માણવાની કોશિશ તો કરો...

વાયદા કરી કોણ વચને બંધાય છે..?
ક્યારેક સત્ય સ્વીકારવાની કોશિશ તો કરો...

જાણું છું વિના પાંખે ઉડાડે છે આ પ્રેમ..
ક્યારેક હકીકતમાં જીવવાની કોશિશ તો કરો...

મોહ છે કે ચાહના આ વિદેશી ધરાની..!
ક્યારેક ભારતીયછું એ ગર્વની કોશિશ તો કરો...

"જગત"માં મારું મારું કહેનારા ઘણા છે..
ક્યારેક આપણું બોલવાની કોશિશ તો કરો...jn

રિસાવું તમારું ઈ,

રિસાવું તમારું ઈ,
જિંદગીમાં કાળોકેર...

તમારી હાજરીથી,
જિંદગીમાં લીલાલેર...

તમારા વિના મારી,
જિંદગી કડવી ઝેર....

‘ગુલાબ’ વગર આ,
જિંદગી ઠેર ની ઠેર...

અશોકસિંહ રાઠોડ ‘ગુલાબ’

માસૂમ મોડાસવી.

ભાવિ લખેલા લેખથી ભાગી શકાયના,
જનમે ધરેલા વેશને ત્યાગી શકાયના.

મનમાં પડેલી ક્રૃરતા દાબી દબે નહીં,
ભીતર ભરેલા દ્રેષને ખાળી શકાયના.

ખોટા થયેલા કામના માઠા પ્રભાવમાં,
અળગા પડીને.જિંદગી ગાળી શકાયના.

પ્રજળી ગયેલી આગથી બચવા મથો મગર.
,પ્રસરી જનારી આંચમાં તાપી શકાયના.

માસૂમ વહેતા નીરના ઝરણાં ઢળાવમાં,
સામા પ્રવાહે ઝાંઝવા વાળી શકાયના.

                માસૂમ મોડાસવી.

શીખો....

શીખો....

કોઈને પ્રેમ કરતા શીખો ,
જળ માફક ભળતા શીખો.

હોય ભલે  દૂર  મંજીલ,
પંખીઓ જેમ ઊડતા શીખો,.

આ ભીંત ક્યારની હસે છે ,
મકડીની જીદ કરતાં શીખો,.

ઇશ્વર તું ક્યાં સંતાયો છે ?
ખુદમાં ખોળ કરતાં શીખો.

આકાશે" શ્વેત " કેટલા તારા,
એકમેક સંગ ભળતા શીખો .

મેવાડા ભાનુ " શ્વેત
26,10,2016

તુજે ઢૂંઢને કે હજારો રાસ્તે હોગે મગર ઢૂંઢને વાલે હમ ન હોંગે,
આકર ખુદા બી માઁગે તૂજકો હમસે તો દેનેવાલે હમ ન હોઁગે

જ્ન્નત

Sunday, October 23, 2016

હાઇકુ - ધનેશ મકવાણા

       ૧
લીમડે બેઠી
ચકલી ચાંચે દેખી
માળો ખેતર
        ૨
વાદળ તરે
સૂરજ ઓઢી બેઠો
ખેતર નીચે
         ૩
બોરડી છાયે
પ્રીતનો માળો બાંધ્યો
ઠળિયો વાવી
         ૪
સૂરજ છીબ
સંધ્યા આકાશે
પાકતું મોતી
        ૫
સવાર મોતી
ચણે કિરણો ગોતી
ફૂલડાં ડોલે

~ ધનેશ મકવાણા

હર્ષિદા દીપક

મધરાતે અંધારામાં
એક આવાજ ઉઠ્યો
એય ...મનુજ ... જાગ
ક્યાં ભટકે છે બહાર ..?
બહારના કાંટાળા -- પથરાળા
રસ્તે ચાલી થાક્યો છો ને ...?
કેમ આટલો હાંફે ..? કેટલું વિચારે ..?
ક્યાં અટકીશ ?  અને  ક્યારે બેસિશ ?
સરી ગયો છો ખોટા રસ્તે ---
આવ ... જાગ ...
સાચ્ચો રસ્તો ----
હરિયાળી ધરતી પર
ફૂલોના બગીચે
ભમરાનું ગુંજન - ઝાકળના મોતી,
કોયલનો ટહુકો - મંદિરમાં ઘંટાનો નાદ,
ઉઠ .... જાગ ....
તારી પાસે જે છે તેને
અપનાવી જીવન જગાવ,
પુર્ણ છે - પુર્ણ હશે - પુર્ણ રહેશે,
ક્ષણને સ્વીકારી
ને ------
પથરાયો  તેજ લિસોટો
છેક ભીતરમાં
કિરણ પથરાયુ
પૂર્ણતાની લગોલગ ઊભી
ગુંજ્યો સ્વર --
પુર્ણમેવાવશિસ્યતે ...
    " ૐ "

   --- હર્ષિદા દીપક
વણજ આપે -  સંજુ વાળા

ગોઠડી  સંતલસ  વણજ આપે
જ્ઞાનીને નિત નવી ગરજ આપે

હા-હજૂરી   કરે  અરજ  આપે
તું  ફકીરોને  કાં  ફરજ આપે ?

ગણગણી લે, એ જે સહજ આપે
રોજ ક્યાંથી  જુદી  તરજ આપે

હાથ  લંબાઈ ‘ને  થતા  લાંબા
તે પછી  કણ  સમું  કરજ આપે

પગ છે  તો  પગરખાં  જરૂરી છે
કોણ  આવી સરળ  સમજ આપે

એ અજર પહાડ  થઈ રહે ઊભા
જેને   સંજીવની   ઉરજ  આપે

રાતભર   રમ્ય   રાગ  રેલાવે
ફાટતા પ્હો,  પ્રગટ પરજ આપે

Saturday, October 22, 2016

पंखी पांख पसारे धनेश मकवाणा

पंखी पांख पसारे
         धनेश मकवाणा

मने देखाय
उडतुं पंखी
मारा अंतर मनमां
घीरेकथी हलचलतुं
पछी
खळभळ करतुं
बारीमाथी बहार
चाल्युं जाय छे
पेली नदीना
तट पर बेसी
घूटडे घूटडे
पाणी पीवे
अने
मारी नसनसमां
हळवी लहेरो ऊडे
नोळवेल ऊगी समजो
पछी
खलिपो थयो
थोडिक इच्छाओनो
सळवळाट करे
पांख पसारी
जाय दूर.....दूर...

Wednesday, October 5, 2016

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. - મરીઝ

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- મરીઝ

Tuesday, October 4, 2016

પ્રમાણિત છે સાહેબ—સંજુ વાળા

લયથી ઉપર ગયા તે લયાન્વિત છે સાહેબ
બાકી પ્રવાહમાં જ પ્રવાહિત છે સાહેબ

વાણીની ચોથી વશથી વિભૂષિત છે સાહેબ
સમજાય તો સરળ રીતે સાબિત છે સાહેબ

બારાખડીની બહાર જે મંડિત છે સાહેબ
તે સૌ સ્વરોમાં તું જ સમાહિત છે સાહેબ

કોણે નદીનાં વ્હેણ વહાવ્યાં કવન વિશે ?
‘ને કોણ બુન્દ બુન્દ તિરોહિત છે સાહેબ

વૃક્ષોના કાનમાં જે પવન મંત્ર ફૂંકતો
તેના વિશે અજ્ઞાત સૌ પંડિત છે સાહેબ

અંગત હકીકતો જ અભિવ્યક્ત થઈ કિન્તુ
તારા પ્રમાણથી ય પ્રમાણિત છે સાહેબ

સઘળી સમજનો છેવટે નિષ્કર્ષ એ મળ્યો
છું ક્યાંક હું, તો ક્યાંક તું ચર્ચિત છે સાહેબ

ઠાઠ ભભકા એ જ છે 'ઈર્શાદ'ના, ઘર બળે તો તાપી જોવું જોઈએ.-- ચિનુ મોદી ‘ઈર્શાદ

ઠાઠ ભભકા એ જ છે 'ઈર્શાદ'ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

કોઈની ઈચ્છાને કાપી નાખવી સારી નથી,
વાંસ લીલો કાપીએ તો એક સોટી થાય છે.

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ-
કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર.
-ચિનુ મોદી

ગઝલ.... અનિલ વાળા


ઊગ્યો છે તો આથમવાનો
સૂરજ બીજું શું કરવાનો ?
ગઝલોના ફંદામાં આવ્યો
લાગે આ માણસ મરવાનો....
પોતાનો ફોટો મેલીને
પોતાને દીવો કરવાનો.....
પથ્થર પાદરનો આવીને
આંખો વચ્ચે ખરખરવાનો...
મોત ! તને સત્કારું આજે
હું તારાથી ક્યાં ડરવાનો?
ઘેલો માનો તો ઘેલો છું
હું તો બસ આમ જ ફરવાનો....
હૈયું તારૂં ચોખ્ખું કરજે,
હું છું મેળો ત્યાં ભરવાનો....
- અનિલ વાળા

અમૃત ‘ઘાયલ’,

રંગ પી, રોશની પી, લાલી પી,
એક શું કામ? હજાર પ્યાલી પી.

                - અમૃત ઘાયલ

ધીંગાણું- રમેશ પારેખ

બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો  કે' યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે
શિરોહી  તલવારનું  લટકવું  વર્ષો  જૂનું   ખીંટીએ
ને ફાટ્યો છે કોટ  કાળબળથી આડી ઊભી લીંટીએ

બાપુ  કહેતા : ‘નોતરાં દઈ દઉં  દેમાર બારોટને
શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને'
દોરા સોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યોને
બાપુએ  કોટને  કસબથી  કાતિલ  ટેભો   ભર્યો

ત્યાં તો 'લોહી' એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને   બાપુના  ટેરવે   રગતની   શેડ્યું   ફૂટી   નીકળી
'ખમ્મા, ખમ્મા બાપ…' એમ કહીને  બાપુ કરે હાકલા
ખીંટીથી   તલવારને   લઈ   કરે  લોહી  વડે  ચાંદલા

થાતું   બાપુને :  બહુ  શુકનવંતો  આપણો  કોટ  છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે
- રમેશ પારેખ

તૈયાર મળે જો ચડી રોટી પારકે ભાણે તો

તૈયાર મળે જો ચડી રોટી પારકે ભાણે તો
મહેનત કરી  પરસેવે નહાઉં એવો હું નથી....!!

ભરશો જો મારુ ખિસ્સું  થોકબંધ નોટથી,
ભરી સભામાં વિરોધ ઉઠાઉં એવો હું નથી.

ઉહાપોહ ને કાગારોળ મારી ફિતરત છે,
સત્યને ખાતર લોહી વહાઉં એવો હું નથી...!!

કળિયુગ છે ધરમને ધાડ, કસાઇને કહોર છે,
સાંભળું પણ,પ્રભું વિશે વહેમાઉં એવો હું નથી ..

વીત્યાં સમયની વાત છે કહેતો હું કે,
*બીકથી વ્યહાર ચુકી જાઉં એવો હું નથી...!!

-R.R.SOLANKI
(તૃષ્ણા )

Sunday, October 2, 2016

મુક્તક - કવિ જલરૂપ

આંગળીના ટેરવે જો નચાવો તો સાચાં ,
હારને પાછી ફરીથી પચાવો તો સાચાં .
જીતવામાં તો મજા પણ ઘણી છે જલરૂપ
ભીંત પર ઇતિહાસ નવો રચાવો તો સાચાં .

-કવિ જલરૂપ મોરબી

પ્રેમ - પિનલ સતાપરા

અચાનક
એકાએક
અધુરૂ
અવઢવમાં
આયખુ
આવી પડ્યુ,
અને ત્યારે જ
એ તારા
આગમન થી
આ સમગ્ર
અચેતન
અંગ માં
એકાએક
અટુલુ પુષ્પ
આળસ મરડી
અત્યંત
આનંદિત થયુ,
અશ્રુ પણ
અચાનક
અટકી જઇ
આમ હસવા લાગ્યું.
એ સ્નેહ સાગર
અતિશય વહ્યો,
અત્યારે
આજ
આ પળ
આ જિંદગી
અધૂરપ છોડી
આહલાદક
આનંદ સંગાથ
એની સંગ
અનંત રાહે
આળોટવા લાગી.
એનુ કારણ
એક જ
અને
એ તારો
અગાઢ -
અનરાધાર
અવિરત વહેતો
અનેરો 'પ્રેમ'

-જ્ન્નત

માણસ ....

ઉપગ્રહ છોડવાવાળો માણસ 
પૂર્વગ્રહ છોડી શકે છે...??

ભોગવાદમાં રાંચતો માણસ
ભાવ નિર્માણ કરી શકે છે...??

મારું મારું કરતો માણસ 
આપણું ક્યારેય કહી શકે છે...??

સમસ્ત જગતને જાણનારો માણસ
પોતાના સ્વ ને જાણી શકે છે..??..

-jn

જગત માં સાવ નૌખા વેશધારી ફાવતા જોયા. -માસૂમ મોડાસવી

નજારા દુરના સુંદર મજાના લાગતા જોયા
ઉદય સૂરજ થતાં સાથે ઉજાસો જાગતા જોયા.

જમાનામાં તમાશાના થતાં દંગલ નજર સામે,
બનાવો ભેદભાવો ના વિચારો જામતા જોયા.

બતાવો ક્યાં લગી જીવન ખરાબે તાણશે આખર,
થપેડે માર ખાનારા ભરોષો હારતા જોયા

પડી લાંબી.મજલ સામે હવાની તેજ ધારાઓ,
કદમ ભટકી જવાનો ડર ધરીને ચાલતા જોયા.

સમય ની ચાલ સમજીને ભરો આગળ કદમ માસૂમ,
જગત માં સાવ નૌખા વેશધારી ફાવતા જોયા.
-માસૂમ મોડાસવી

ૉ. મુકેશ જોષી

અમે ન્યાય કરતાં શીખી જો લીધું છે,
હવે વાર કરતાં શીખી તો લીધું છે,
અમે સરહદોને મીટાવી મીટાવી,
હવે પાર કરતાં શીખી તો લીધું છે !
-ડૉ. મુકેશ જોષી