ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, August 31, 2017

તરહી ગઝલ:

તરહી ગઝલ:

ભવરણે આંધી ઉઠી તો થાય શું !
ભાગ્યવશ ભૂલા પડયાં, ભૂલાય શું !

આભનાં ઊંડાણ જેવી યાદ એ ,
કાળનાં ઉત્પાતથી ધોવાય  શું !

બાગ આખો ઊઝડે જો એક ‍‌ક્ષણ,
એ જ ક્ષણ એની સુગંધો જાય શું ?

વેદનાઓ વિષ જેવી ભાસતી ,
યાતના વિયોગની સહેવાય  શું ?

ભૂતને ભૂલી શકું એ શક્ય ના , 
નીર  નેવાનાં ય મોભે જાય શું  !

                        શીલા મહેતા

Friday, August 25, 2017

આંગણીએ ટહૂકાઓ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

આંગણીએ ટહૂકાઓ

ચિતરાતી રંગોળી આંખોને ટોડલીએ ટહૂકારા થાય,
પલાણી અશ્વોને અવસરનાં દ્વાર પર ગીતવા મંડપના ગાય.

આંગણીએ કલરવતા માળામાં શરણાઈના સૂર ભીનાં ટેરવાંઓ પીવે,
માથું હલાવીને માપ લેવા દરજીડો લંબાતાે કમખાનેે બેવડવા સીવે.
પલપલનાં શમણામાં હીંચકતા રાજ જોઈ વડવાય હરખાય.
ચિતરાતી રંગોળી આંખોમાં......

ઈચ્છાનાં આકાશે ઊડંતાં પતંગિયાં પાંખમાં કિરણોની રેખાઓ ફરતી,
પીળી ચટાક પછી લીલી ચટાક ઘરી ઓઢણિયું અંગઅંગ ઉજાગરા કરતી.
અણધારી આવજા કરંતી સાનભાન ભીતરનાં તાગ લઈ લ્હેરું છલકાય
ચિતરાતી રંગોળી આંખોમાં.....

કેસરિયા સાફાનો રંગ ઘેલી ડાંડીના થડકારે ઘેરદાર ઘૂમાવે ચોક,
એક બાજુ ખૂણામાં લપાતા બોલ, ફેર ફૂદરડીએ તણાતા લોક.
સિંચાતાં શ્રીફળમાં કૂટાતી આંખલડી વેલ સોતી છાતીમાં ઊંડી ધરબાય
ચિતરાતી રંગોળી આંખોમાં.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Thursday, August 24, 2017

Lipi Oza

यूँ तो
तुम
मेरा
सारा जहाँ नही,
लेकिन..
यह भी नही
की
तुम बिन
मैं
तन्हा नही....

- Lipi Oza

Tuesday, August 22, 2017

મુકેશ મણિયાર

એક છોકરાને મળ્યો
વરસાદી મોસમમાં
વરસાદી પ્રેમ પત્ર,
વાયા વોટસ એપ...
છોકરો તો થઈ ગયો ગાંડો,
ને લીધું માથે આખું વોટસ એપ,
...ને છોકરાનાં ભાઇબંધો પણ
પડ્યાં અચંબામાં,
" પ્રેમનો પ ન જાણતા છોકરાને
કોણે મોકલ્યો પ્રેમ પત્ર ?"
છોકરો તો બસ આખો દિવસ
ન મોબાઇલ મૂકે હેઠો,
ઘડી-ઘડી ખોલે એ
વોટસ એપ,
ને છોકરા પર ઢોળાય આખું ચોમાસું,
ને એ ચોમાસાની અસરે છોકરો
થઈ ગયો આખો લીલોછંમ,,
છોકરો તો ચોમાસું
પ્રેમપત્રનાં સાનિધ્યે
કરે કોયલ ની જેમ ટહુકા,
ને નાચે મોરની જેમ છમ છમ,
છોકરાનાં રોમે રોમ
જાગે વીજ તણો ચમકાર,
ને દિલમાં ઊતરે
કાળા ડીબાંગ વાદળો
તણો ગડગડાટ,
છોકરાને  ફળ્યું ચોમાસું,
ને છોકરા તો ગાવા લાગ્યો,
" આવ્યો રે વરસાદ !
  લાવ્યો રે પ્રેમપત્ર...."
           એક છોકરાને મળ્યો      
           વરસાદીમોસમમાં
           વરસાદી પ્રેમ પત્ર,
           વાયા વોટસ એપ...      
   
- મુકેશ મણિયાર.

રહી પંક્તિ ચિનું મોદી 'ઈર્શાદ' - અદિશ

તરહી ગઝલ

એક એવી છે હવા ચારે  તરફ.
ઝાંઝવા છે ઝાંઝવા ચારે તરફ.

વાંસળીના સુરે મન મોહ્યું પછી,
જિંદગીમાં શ્રી સવા ચારે તરફ.

દ્રશ્ય પણ આ કેટલું  હાંફી ગયું!
રાતમાં ઝળહળ થવા ચારે તરફ.

સૂર્ય તું પાછો વળી જા  ઘર ભણી,
સ્વપ્ન ફુટે છે નવાં ચારે તરફ.

એક અફવા શું શું કરતી હોય છે ?
ચાલ જઈએ જાણવા ચારે તરફ.

હા, કર્યા છે કાવા- દાવા મેં ઘણા
જીંદગીને સ્થાપવા ચારે તરફ.

ભીતરે બસ એક ઈચ્છા છે 'અદિશ'
શ્વાસને રોપી જવા ચારે તરફ.

અદિશ

તરહી ગઝલ  હેમંત પુણેકરજી..

ચૂંટણીના ખેલ જીતી, મોજમાં આવી ગયા,
લ્યો, ગરીબો છેતરાઈ રંગમાં આવી ગયા..

જાદુ  કર્યો  ઝાકળો ના સ્પર્શથી કે શું કહું..
ફૂલ મધુવનમાં ફરી જો ગેલમાં આવી ગયા.,

પ્રીત કેરી સાંકળોથી મોહમાં થઈ આંધળી,
જો પ્રણય પણ વાસનાના વ્હેમમાં આવી ગયા..

છળ કરીને કર્મનું નાટક મૂકી દે તું હવે,
જો ,અરીસા જુઠું બોલી કાચમાં આવી ગયા..

દોગલા એ કાંચળો જો ઓઢયો એષણાનો,
સત્યથી તદ્દન જુદા એ, ખેલમાં આવી ગયા..

રૂપાલી ચોકસી "યશવી"

હર્ષિદા દીપક

કેટલી લાંબી કરી તે વારતા
ટૂંકમાં હું એટલે મપાયો છું

ખાટલે  કે  ઢોલીયે  કે  બાંકડે
એક તારી  યાદમાં  ઘવાયો છું

બાજરો  ને જાર  દાણાં  ઓરતી
સાવ ઝીણું કણ બની ફસાયો છું

વારતાયુ  તે  કીધી   એ  સાંભળી
તોય  સઘળા  ભેદમાં  છવાયો છું

શબ્દ સઘળા મેં મઠાર્યા પ્રેમથી
ગીત જાણી એટલે ગવાયો છું
-હર્ષિદા  દીપક

માસૂમ મોડાસવી

હેતે ભરેલા વેણના ભાવો નમાવતા,
આંખે ચડેલા રુપના જલ્વા ડગાવતા.

મનના તરંગી ભાવની કરતા ઇફાદતો,
રાખી કરમની ખેવના સપના સજાવતા.

હૈયે જગેલા સાથના શમણાં નવા નવા,
નજરો જમાવી દુરના નાતા નભાવતા.

ચાહત ભરેલી આંખડી કરતી ઉપાસના,
કિંતૂ જગતની રસ્મના ધારા ડરાવતા.
દુરી નભાવી રાખતા આવી નીકટ છતાં,
હસતા રહીને પ્રિતના ભાવો બતાવતા.

નજરો નજરના કામણો જાદુ કરી જતા,
યાદો ધરીને કેટલી દુરી નભાવતા.

માસૂમ મળેલી વેદના વિરહે  તણાયને,
મનથી વફાના ભાવને હસતા નભાવતા.
            
-માસૂમ મોડાસવી

મિત્ર

અગર સમજો તમે, તો એ તમારો મિત્ર થઈ શકશે,
અને એ પણ ઘણો સારો બધાનો મિત્ર થઈ શકશે.
.
તે બસ અંદર રહી એના ઘણું જોયું ઘણું જાણ્યું,
કદી વાતો કરી તો જો મકાનો મિત્ર થઈ શકશે.
.
સદા તું માંગતો રહેતો મને આપો મને આપો,
બીજાને આપશે તો તું ખુદાનો મિત્ર થઈ શકશે.
.
હંમેશા વેર ની તે ભાવના રાખી હૃદય ભીતર,
પરંતુ પ્રેમ રાખે તો જમાનો મિત્ર થઈ શકશે.
.
કપટ, ઈર્ષા અને ગુસ્સો તું તુજ માંથી ફગાવી દે,
પછી 'રાકેશ' જેવો તું મજાનો મિત્ર થઈ શકશે.
- "મિત્ર"

ભરત ભટ્ટ

હોઈએ  એવા જ  હોવા જોઈએ,
આપણે ક્યાં આપણામાં હોઈએ.

પાનબાઈ, એ કહો અમને જરા,
કેવી રીતે મોતી અહીંયા પ્રોઈએ.

કાંઈપણ પામ્યાનું કારણ શોધીએ,
એ રીતે આખ્ખું ય જીવન ખોઈએ.

મ્હેંક આવી કઈ તરફથી આ સ્થળે,
મ્હેંકતો ગજરો મૂક્યો છે કોઈએ ?

લો,પ્રતીક્ષારત નયન છલકાય છે,
આપના ચરણોને હમણાં ધોઈએ.
- ભરત ભટ્ટ

"આકાશ" ભરત પ્રજાપતિ

સૌ સાંભળતું હોય તો બોલાય ને !!
કૂવે જળ ઉભરાય તો દેખાય ને !!

મારું શું આમાં મરો કે જીવો પણ
ચિતા જાતે ખડકો તો ચેતાય ને !!

પડઘા જો કેવા પડે છે ખંડમાં
ગાજી ઉઠે સૂર તો રેલાય ને !!

છે ફૂલો રીસામણે આજે બધા
છાંટી દે સુવાસ તો ફેલાય ને !!

રણ મેદાને થૈ ગયા છે પાળિયા
એ યુધ્ધો આજેય તો ખેલાય ને
-"આકાશ" ભરત પ્રજાપતિ

www.morpichh.in

મારી ખાનદાની મને બાપાજી પાસેથી મળી છે
અને ઝૂઝતા રહેવાની શક્તિ
અને ન તૂટવાની તાકાત
અને સતત ખુશ રહ્યા કરવાની મર્દાના જીદ.

જીવન એક યુધ્ધ છે અને
યુધ્ધ જીતવાનો નિયમ બોક્સિંગ રીંગનો છે.
બોક્સિંગમાં જે મારે છે એ જીતતો નથી.
જે વધારે માર ખાઈ શકે છે એ જીતે છે.
જે નથી તૂટ્તો એ જીતે છે.
જેે પછ્ડાઈ ગયા પછી
ફરીથી ઊભો થઈને મારે છે એ જીતે છે.
જે દાંતમાં આવેલું ખૂન થૂંકીને
મારવા ઊભો થાય છે એ જીતે છે.
જે છ મહીના પછી
લડવા આવે છે એ જીતે છે.
જીતની એક ક્ષણ માટે
છ મહિના સુધી હારતા રહેવાનું
જક્કીપણું હોય એ જીતે છે.

- બક્ષીનામા માંથી

કવિ શ્રી અમૃત ઘાયલના શેર પરથી તરહી ગઝલ... શૈલેષ પંડ્યા "ભીનાશ",

કેમ ભુલી ગયા દટાયો છું,
આ ઈમારતનો હું યે, પાયો છુ.

ફુલ, ઝાકળ, નદી બધે હાજર,
લાગે તમને કે હું પરાયો છું ?

વાંચ આંખો તું બાપ કે માની,
સ્નેહ થઈ હું જ ત્યાં સમાયો છું.

મા ભુખી તરફડે છે ઘરમાં, હું,
ભોગ છપ્પન જમી ધરાયો છું.

નરસિં, મીરા, કબીર વાણીમાં,
હું શબદસૂર થઈ ગવાયો છું.

કોક આવીને પીંજરુ તોડો,
મંદિરે, મસ્જિદે પુરાયો છુ.

કે હું ગીતા, કુરાનમાં તો છુંજ,
પણ ગઝલમાં હું તો સવાયો છું.

શૈલેષ પંડ્યા. 'નિ:શેષ'

Saturday, August 12, 2017

"" યાદેં"" એક પતિ-પત્નીનાં અમર પ્રેમ પર ની કરૂણ સ્ટોરી.


नगमे है, शिकवे है,
किस्से है, बातें है….
बातें भूल जाती है, यादें याद आती है…..
ये यादें किसी दिल ओ जानम के
चले जाने के बाद आती है…यादें…यादें…यादें…
રાત્રે બાર વાગે પોતાના બેડરૂમમાં ૩૦ વર્ષનો આશિષ હરીહરનએ ગાયેલું યાદે મૂવીનું ટાઈટલ ટ્રેક સાંભળી રહ્યો હતો. તેણે નક્કી કરેલું દુનિયા છોડવાથી પહેલા પોતાની પ્રાણપ્યારી પત્ની આયુષીની બધીજ ફેવરીટ વસ્તુઓ એન્જોય કરવી. યાદેનું ટાઈટલ ટ્રેક આયુષીનું ફેવરીટ હતું. હૃદયની બીમારીએ ૨૮ વર્ષની આયુષીનો ભોગ લઇ લીધો હતો. એક દિવસ આવો આવશે જ એ બંને જાણતા હતાં એટલા માટે જ એમણે સંતાનનો મોહ ન’તો રાખ્યો. જેટલો સમય મળે એ બંને એ સાથે સંપૂર્ણ ખુશીથી જીવવું એવું નક્કી કર્યું હતું.
આશિષ રૂમની દીવાલો તરફ જોવા લાગ્યો, દીવાલમાં લાગેલી પોતાની અને આયુષીની ફોટોફ્રેમ્સ જોઇને તેના ચહેરા પર આછું આનંદ ધરાવતું સ્મિત ફરકી ગયું. પણ થોડે આગળ વધતા જ આયુષીનો ચંદનનો હાર લાગેલો ફોટો દેખાયો અને આશિષની આંખો ભીની થઇ ગઈ. પાછળ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા હતાં.
ये जीवन दिल जाने,
दरिया का है पानी
पानी तो बहे जाए
बाकी क्या रहे जाए….यादें….यादे….यादे…
આંખો લૂછીને આશિષ ઊભો થયો અને નક્કી કર્યું કે બસ, હવે પોઈઝન લઈને બેડ પર બેસી જાઉં. એ ખુરશી પરથી ઉભો થયો ત્યાજ ખુરશીનો સામાન્ય અવાજ થયો તેને યાદ આવ્યું કે આજ ખુરશી પર બંને એક સાથે બેસતાં, ત્યારે પણ ખુરશી આમજ આવાજ કરતી, આશિષે ખુરશી પર હળવો હાથ ફેરવ્યો અને બીજી બાજુ વળ્યો ત્યાં એની નજર બેડ પર પડી, પાંચ વર્ષનાં લગ્નજીવનનાં અખંડ પ્રેમનો એ સાક્ષી હતો. આશિષને આયુષી સાથેની મીઠી ક્ષણો યાદ આવી, ક્યારેક મજાકમાં ટીખળમાં એ બળજબરીથી આયુષીને બેડ તરફ લઇ જતો અને આયુષી પણ નાટ્યનાં સ્વરૂપમાંજ વિરોધ દર્શાવતી, થોડીવાર બંને ફિલ્મી રીતે નાટક કરતાં જેમાં આયુષી કહેતી “ભગવાન કે લીયે મુજે છોડ દો” અને આશિષ કહેતો “અગર તુજે ભગવાન કે લીયે છોડ દુંગા તો ભગવાન મુજે નહિ છોડેગા..” આશિષનો આ ડાયલોગ સાંભળીને આયુષી ખડખડાટ હસી પડતી અને કહેતી “તને તો સાચા ડાયલોગ્સ બોલતા પણ નથી આવડતું” ત્યારે આશિષ કહેતો “મને બનાવટી નહિ પણ સાચો પ્રેમ કરતાં આવડે છે.” આશિષની વાત સાંભળીને આયુષી તરતજ આશિષને ભેટી પડતી. આશિષને બધું જાણે નજર સામે દૃશ્યમાન થઇ રહ્યું હતું. તેણે આંખો બંધ કરી અને એ ક્ષણ પછી ખોલી ત્યારે આંખોમાંથી વહેતા આંસુ સાથે આખું દૃશ્ય ઓઝલ થઇ ગયું. પાછડથી ગીતના શબ્દો સંભળાઈ રહ્યા હતાં –दुनियामें यु आना
दुनिया से यु जाना
आओ तो ले आना
जाओ तो दे जाना….यादें…यादे…यादे…
આશિષ ત્યાંથી ડ્રોઈંગટેબલ તરફ આવ્યો ત્યાં ઉપર જ પોઈઝનની બોટલ પડી હતી. એ બોટલ ઉપાડતા પહેલા આશિષની નજર અરીસા પર પડી, અહી જ બેસીને આયુષી તૈયાર થતી. અને પોતે પાછળ બેઠાં બેઠા તેને જોયા કરતો, તો ક્યારેક ઉતાવળ કરવવા માટે ખોટો ગુસ્સો કરતો અને ક્યારેક અરીસાની સામે ઊભીને બરાબર તૈયાર થઇ છે કે નહિ એ જોઈ રહેલી આયુષીને પાછળથી ભેટી પડતો. એ સમયે આયુષી ગુસ્સો કરતી “સાડી બગડી જશે, વાળ ખુલી જશે, ચુંબન માટે આગળ વધતા આશિષના હોઠ પર આંગળી રાખતા લીપ્સ્ટીક બગડી જશે નાં બહાના કરતી, પણ આશિષ એ બધાજ બહાના નકારીને પોતાની ઈચ્છા પૂરી કરતો. ક્યારેક આયુષીનો ફેવરીટ મેકઅપ બોક્ષ છુપાવી દેતો અને કહેતો “તું તો નેચરલ બ્યુટી છે તને મેકઅપની શું જરૂર?” આશિષએ આછું સ્મિત કરતાં ડ્રોઅર ખોલ્યું અને મેકઅપ બોક્ષ કાઢ્યું, હાર્ટ શેપનો મેકઅપ બોક્ષ હતો. આયુષી હંમેશા કહેતી “આ તારું દિલ છે આશિષ, અંદર જે વસ્તુઓ છે એ આપણી રંગીન યાદો છે, મારું દિલ તો ખબર નહિ ક્યારે અટકી જશે પણ તારું દિલ હંમેશા આ બોક્ષની જેમ ભરેલું અને જીવંત રાખજે હું હંમેશા તારા દિલમાં જીવીત રહીશ. જ્યારે પણ મારી યાદ આવે ત્યારે હાર્ટ શેપ વાળું આ બોક્ષ જોજે, એના રંગોમાં હું શણગાર કરતી હું દેખાઇશ, હાર્ટશેપની ડીઝાઇન વાળી બેડશીટ પર આડોટજે, ત્યાં હું તને આલિંગન આપીશ, ઊંઘ ન આવે તો હાર્ટશેપનાં પીલોને ભેટીને ઊંઘજે, મારા સાથે હોવાની અનુભૂતિ તને થશે. હું માત્ર મારું આ નબળું દિલ છોડીશ, પણ મારી યાદોથી ભરેલા તારા દિલમાં હું હંમેશા તારી સાથે રહીશ.” આયુષીની વાતો યાદ આવતાં આશિષ મેકઅપ બોક્ષને છાતી સરસો ચાંપીને ચોધાર રડયો, એ આંસુ દુઃખના નહિ પશ્ચાતાપનાં હતાં. આયુષીનો વિશ્વાસ તોડીને પોતે જીવન ટૂંકાવવા જઈ રહ્યો હતો એ વાતનું પસ્તાવો આશિષની આંખોમાંથી વહેવા લાગ્યો. પોઈઝનની બોટલ ટેબલ પરજ પડી રહી. પાછળ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા હતાં…
बंधन हो तो छोड़ें,
दर्पण हो तो तोड़े,
हम सब है मुश्किल में,
ये दिल है उस दिल में…यादें…यादें…यादें…

- Unknown

કાજલ ઓઝા વૈધ્ય,

મોટા ભાગનાં લોકો એમ માનતાં હોય છે કે સ્ત્રી-પુરુષનાં
સંબંધમાં કાંતો સામાજીક સંબંધ હોય ,કાં તો મિતત્રા
નહીં તો પ્રેમ કે લફરું !!
પણ આ બધાંથી ઉપર પણ એક એવો Special સંબંધ
હોય છે જેને આપણે " platonic relation " કહીએ
જેમાં એક બીજાં માટે સ્નેહ,કાળજી કે સમ્માન હોવાં છતાં
કહેવાતા પ્રેમ જેવું કંઈ જ ના હોય કોઈ અપેક્ષા ના હોય
તેવા બુધ્ધિગમ્ય અને સ્નેહપૂર્ણ સંબંધ જેમાં ફકત
સાચી મિત્રતા જ હોય .
ઘણાં લોકો ને આ ફક્ત દંભ લાગે પણ
આજ ના જમાનાં માં આવા special relation હોય છે
જેમાં કોઈ અપરાધભાવ નથી, કોઈ અપેક્ષા નથી કે
કોઈ અહંકાર કે અધીકાર વગર નો બસ સ્નેહપૂર્ણ સંબંધ....
- કાજલ ઓઝા

રત્નેશ અલગોતર "નિરાશ"

દુનિયા કરે છે શાંતિની વાતો ઘણી,
હુમલા રહે થાતા અહીં; ક્યાં છે અમન?

- રત્નેશ અલગોતર "નિરાશ"

નયન દેસાઈ

આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું
રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું

-નયન દેસાઈ

બી. કે. રાઠોડ ‘બાબુ’

મને વેદના એટલે સાંપડી છે,
થયો જેમનો, એમને ક્યાં પડી છે ?

સહી ઘા ઘણાં જિંદગી મેં ઘડી છે,
પછી શબ્દની એ સરાણે ચડી છે.

નસીબે નથી પ્રેમની બુંદ એકે,
છતાં પ્યાસ મારી બધે આથડી છે.

સિતમ સજ્જનોના મને યાદ છે સૌ,
છતાં આંખ મારી કદી ના રડી છે.

– બી. કે. રાઠોડ ‘બાબુ’

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું – જગદીશ જોષી

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

– જગદીશ જોષી

ગુણવંત ઠક્કર

વણી લીધી કુદરતે તો બધા જીવોમાં વેદના,
બધું જ છે વણાટ પર, આ સહ્ય શું, અસહ્ય શું?
-ગુણવંત ઠક્કર

જરૂરિયાત પૂરતો- કવિરાજ

મિલન ની આશા માં રાચતો નથી હવે,
કેમકે જીવવા માટે તારો વિરહ છે પૂરતો.

પ્રેમ ની હવે જરૂરિયાત નથી હવે,
મિત્રો નો મારા સાથ જ છે પૂરતો.

તારા પ્રેમ ની યાદો રંગોળી પુરવા,
હૃદય ના રક્ત નો રંગ છે પૂરતો.

વધારે ની આશા તો શું રાખું હું?
બસ તમારી સહાનુભુતિ નો આભાસ છે પૂરતો.

તમારી રાહ જોવી અસહ્ય નથી રહી,
કેમકે મિલન ની ક્ષણો નો અહેસાસ છે પૂરતો.

કટોકટી ના સમયે કોઈ સાથ નથી આપતું,
ઇતિહાસ ને સમય તે વાત ની સાક્ષી પૂરતો,

આમ તો ઘણાય ચાહનારા છે તમારા "કવિરાજ"
હું સૌ નો પ્યારો તો છું પણ જરૂરિયાત પૂરતો..!

કવિરાજ

Thursday, August 10, 2017

ગઝલ ... -શૈલેષ પંડ્યા "ભીનાશ"

કદી ઘટના બની ને પણ હૃદયની પાર જાવુ છે.
સમય જો સાથ આપે તો સમય ની પાર જાવુ છે .

હજી હું ક્યાં સુધી ચિત્રો હવા ની ભીંત પર દોરું?
હવે ખળખળ બની ને મારે પ્રણય ની પાર જાવુ છે.

કદી ક્યાં ખાસ ફાવ્યા છે ધૂરંધર રોજ દોડી ને ?
પરાજય શ્વાસ માં રાખી વિજય ની પાર જાવુ છે .

કથા લાંબી થશે તું બોલ ક્યાંથી બોલવું મારે?
નફો નુકસાન છોડી ને પ્રલય ની પાર જાવુ છે.

કહ્યું કોણે કે પડઘા મોત ના પણ હાથ માં આવે ?
અચળ સાક્ષી બની ને અંતે ઉદય ની પાર જાવુ છે.

                      
-શૈલેષ પંડ્યા "ભીનાશ"

ભરત ભટ્ટ

કરું પેશ ગઝલો ,સવિનય ?
લો,આ એક મત્લો સવિનય.

હું અહીંયા  રહીને  પૂછું છું -
છે ક્યાં તારો મજલો સવિનય.

કડડભૂસ  સંવેદનાઓ-
શિખર પર ખડકલો સવિનય.

હવે કોણ ફરશે શબદનો
પહેરીને ડગલો સવિનય ?

ઊડે પંખી પીન્જરને છોડી,
પછી શ્વાસ ઢગલો સવિનય.

-ભરત ભટ્ટ

રમેશ પારેખ

ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ
એક અમે પોતે ને બીજો તારો વટ!

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

- રમેશ પારેખ

सतीष सखीया

पा कर भी तुझे पा न सका
हो कर भी तेरा हो न सका
            
- सतीष सखीया

હરિહર શુક્લ

અરીસો

લોક   અરીસે   જોઈ  ભડકે!
અરીસાને   દીધો   મેં   ભડકે!

અજવાળે   આંખો  અંજાઈ!
કોણ    અરીસો  મૂકે   તડકે?

ડાબી  આંખ  ફરકતી  જોઈ!
જોઉં  અરીસે, જમણે  ફરકે!

હાશ   મને  તો   ડાબે   ધડકે
એ જ અરીસે  જમણે ધડકે!

પાંપણના   પરદાઓ   વાળા
આંખોમાં અરીસાઓ  લટકે!

અરીસો   છે   ફૂટેલો  કે  હું?
જોઉં  મને   હું  કટકે   કટકે!

અરીસામાં  જોઉં તો હરિયો
પૂંઠ    કરી   છૂપાઈ   મલકે!

- હરિહર શુક્લ

ઉદયન ઠક્કર

ઘૂઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં

નેણ તો એનાંય ઝરમરતાં હશે
ચાંદ નીતરતો હશે, વરસાદમાં

ઊજળો ધંધો તો સોમાલાલનો!
વેચે રોકડમાં ને લે ઉધારમાં

આ અમાસો તો હવે કોઠે પડી
અમને મોટો લાડવો દેખાડ મા!

આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં

– ઉદયન ઠક્કર

દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે.

-દયારામ

तेरी यादों ने फिर से फरमान किया है, - यश्वी

तेरी यादों ने फिर से फरमान किया है,
मुज़ मै है तु अब भी ये अहसान किया है...!!

अब भी कई बातें मेरी अनकही रह गई,
फिर से तेरे वादों ने हमे परेशान किया है...!!

कभी तेरी हम ग़ज़ल हुवा करते थे सनम
अजनबी बनके तुमने आज हैरान किया है...!!

तेरी बेफवाई ने बहोत जख्मो दिए मुज़े,
दिलभर फिर भी दिलने तेरा मान किया है...!!

जिंदगी से यूँ रूठकर नही जाते कभी ,
मौत को आगोश मै लेगें ये अरमान किया है....!!

- यश्वी

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

વિચારોના વમળ જ એક અગમ્ય કાદવ છે
ને કાદવમાં જ છુપાયા જીવનના કમળ છે

શું છે શુકન ને વળી શું છે અપશુકન અહીં
કર્મનો રસ્તો ખુદ પોતાનામાંજ મંગળ છે

વ્યાકરણ ને છંદ અલંકાર રદીફ ને કાફિયા
ભાવ વિના બધું શબ્દોનું સોનુ અમંગળ છે

સૌ છોડીને સાથ ચાલ્યા ગયા છે તો શું થયું
મારી સાથે મારા જ એકાંતનું મિત્ર-મંડળ છે 

તેથી જ તો ફળી છે દોસ્તી આયનાની મુજને
ખુદ સાથેની સભા તેથી જ સર્વદા સફળ છે

ભવ્યતા ભીતરની માણી છે મેં હર સ્થિતિ માં  
ને ટોળામાંયે ક્યાં ટોળાની હવે અડચણ છે

રફ્તાર જિંદગીની જો પડે ધીમી તો સમજો
આપણી ચાલમાં ગમે ત્યાં જરીક ગડબડ છે

વૈભવ "પરમ" વ્હાલપની વસંતના વિચારનો
અને તેથી ઝરણું " પાગલ"પનનું ખળખળ છે

- ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

પ્રેમ એટલે...

જમુના કિનારે
ગોવાળો સાથે
ગોધન ચારતો
ને... ગેડી દડો
રમતા રમતા
કાળીનાગને હણી
સૌ હ્રદયમાં
હિંમત ભરતો
એ શ્યામ
એટલે પ્રેમ...Jn

જે. એન. પટેલ ( જગત )

હર્ષદા દીપક

મારી - તારી , તારી - મારી જાત જાતની મીઠી વાણી ,
મનપંખીના  ટહુકા રૂપે  જાણી લીધી  પ્રેમલ વાણી

નાના - મોટા , ઊઁચા - નીચા શબદોમાં  ખળખળતી  વાણી ,
સતના ચાકે  ઘુમતી જગમાં પ્રેમપિંડની એક ઉજાણી .....

ચારે બાજુ  ઘેરી લેતાં  પથરાના એ કરતાં  ઘાવો
ખીલા  ઠોકી જડી દીધા છે  ઇસના મનમાં પ્રેમલ  ભાવો
પગલે - પગલે ગારો ખુંદિ મનમાં મોહન નામ સ્વભાવો
ભગત ગોરો ભાવથી ભજ્તો માટીના  પિંડામાં માવો
પ્રેમનગરની વાત નીરાળી સાચ અરીસે  એ  સમજાણી ....

જેલ ભલેને હોય ભાગ્યમાં તોયે હરિનાં ગિતડા મીઠાં
હાથ સળગતો  કંઈ ના દેખે રાસે રમતાં મોહન દીઠાં
મેવાડી એ મહેલો મોટા તોયે લાગે ખાલી ખટકો ,
દલડે બેઠાં સાંવરિયા તો રસનાં ભરચક ભરતાં મટકાં 
મનખા જાગી જોઈ લેજે  .. જીવન બનશે પ્રેમ કહાણી ...
-હર્ષદા દીપક