અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !
ભરત વિંઝુડા
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Wednesday, August 31, 2016
ભરત વિંઝુડા
क्यां जरुरी छे स्वरो उच्चारवा ?
क्यां जरुरी छे स्वरो उच्चारवा ?
मौन रहीने शब्द आलापी शको
उरमां यात्रा कराती होय छे
अंतरे अंतर जरा कापी शको
टेकरी वच्चे श्वसे छे जिंदगी
खीणमां पडघाने पडकारी शको ?
जलने संबोधी शको छो पात्रथी
पण हवाने केम आकारी शको !
आजनुं भणवानुं पुरु थई गयुं
पाटीमां लीटा हवे पाडी शको
भरत भट्ट
મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…
મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…
બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.
મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.
કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.
જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.
એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.
જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.
સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.
જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.
બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.
મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.
જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.
જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.
કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.
ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થી.
વાતમાં લાગણીની નદી જોઇએ ... કવિ જલરૂપ
વાતમાં લાગણીની નદી જોઇએ ,
પ્રેમનાં દાખલામાં વદી જોઇએ.
એક ક્ષણ તો ખુશીની મળે છે અહી,
જીવવા ને ફરી શું સદી જોઇએ ?
ચિતરજે કોરું રણ આંખમાં તું હવે,
તરસ માટે મૃગજળો કદી જોઇએ.
કર હિસાબો ફરી લાખનાં તું છતાં,
એ લખવાં કાગળો પણ રદી જોઇએ.
આજ જલરુપ ગઝલ લખ જરા તું ફરી
શેરનાં કાફિયામાં જિદી જોઇએ.
કવિ જલરૂપ
મોરબી
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું
વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.
આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
-સુરેશ દલાલ
જવાની જંગ માંગે છે....... દેવેન્દ્ર ધમલ
જવાની જંગ માંગે છે....... દેવેન્દ્ર ધમલ
----------------------------------------------
લગાગાગા-4
--------------------------
ફિઝાઓ ગાલની લાલી મહીંથી રંગ માંગે છે.
હવાઓથી સમંદર જેમ આ તરંગ માંગે છે.
અમારે એકલા રહેવું,મિલનની મોસમોમાં પણ,
હવે તો દિલ ભલા કોઇ રુપાળો સંગ માંગે છે.
નથી ગમતું જરા પણ,આમ કંટાળો જણાયે છે,
તમે આવો હવે તો લોક આ પ્રસંગ માંગે છે.
કલાથી પર રહેવું શક્ય ના બનશે તમારાથી,
અહીં તો પ્રેમ કરવાને જમાનો ઢંગ માંગે છે.
ઘણે વખતે બને છે એમ પણ,મારા અનુભવ છે,
હૃદયમાં દુ:ખ હોયે પણ છતાં ઉમંગ માંગે છે.
ભુલી જાઓ જમાનાની બધી આજે જ પાબંદી,
મહોબ્બતમાં 'ધમલ' સાચે જવાની જંગ માંગે છે.
-- દેવેન્દ્ર ધમલ
હર્ષિદા દીપક
સપ્તસૂરા તું જ સરગમ હોય છે
હોઠ પર જે નામ અણનમ હોય છે
સાચવી છે એમ ઈચ્છા સામટી
ફૂલ ઉપર જેમ શબનમ હોય છે
હા ! કલમ કાગળ રહે સંગાથમાં
એટલે તો શબ્દ સંગમ હોય છે
પ્રેમથી માથે ચડાવું નીરને
એ જ ગંગા, એ જ ઝમઝમ હોય છે
છે ખબર એ આવશે નઇ તે છતાં
રાહ એની તો ય હરદમ હોય છે
-------હર્ષિદા દીપક
ડૉ. મુકેશ જોષી
ચાઁદ હો કે હો સૂરજ કોઈ ફરક પડતો નથી,
જીવવાનું માણસે ખુદના પ્રકાશે હોય છે !
ડૉ. મુકેશ જોષી
Tuesday, August 30, 2016
જાત સાથે વાતમાં વીતી ગઈ- મેગી અસનાની
જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.
પ્રેમ, પીડા, લાગણી કંઈ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ.
જે મળ્યા આઘાત દિવસે એ વિષે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ.
ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ.
આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.
– મેગી અસનાની
કવિને પ્રાગટ્ય દિવસની સુભકામનાઓ
નિજ નામની શોધમાં- હરજીવન દાફડા
હોઉં છું કાયમી કામની શોધમાં,
નીકળાતું નથી રામની શોધમાં.
સેંકડો વર્ષથી આથડું છું અહીં,
માનવીથી ભર્યા ગામની શોધમાં.
આમથી તેમ અફળાય છે આયખું,
બંધ બેસે એવાં ઠામની શોધમાં.
કેર ઓફ કાગળો ક્યાં લગી આવશે,
નીકળો જીવ નિજ નામની શોધમાં.
અબઘડી યુદ્ધનો શંખ ફૂંકો હવે,
વ્યર્થ ના જાવ અંજામની શોધમાં.
- હરજીવન દાફડા
હૈયે હામ રાખું છું...- જે.એન.પટેલ 'જગત',
એક એક શ્વાસમાં તમને ધબકતા રાખું છું..
હ્રદયમાં તમારો પ્રેમ ને હૈયે હામ રાખું છું...
મળવાનું તો ક્યાં થતું અને હવે થશે પણ ક્યાં..?
બંધ આંખોમાંજ આપણી મુલાકાત રાખું છું...
તમે ભલે સાથે ના ચાલ્યા આ જન્મારે..
ભવોભવ તમનેજ દુઆમાં માગીને રાખું છું...
તમે કહ્યું હતું બસ એમજ આદત પ્રમાણે..
આજેય સમણાઓનો મહેલ સજાવી રાખું છું..
રાત રોજ ઢળે છે ને જગત પોઢે પણ છે..
તમે આવો તો.! ખુલી આંખોએ જ સુવાનું રાખું છું...
મૃત્યુનો ડર અમને ના બતાવસો હવે..!!
દિલના ખૂણે જ અંતિમધામ બનાવી રાખું છું...
ક્યાં જશો છોડીને આ "જગત" અમારું..!!
તમારી જ લાગણીઓનો પહેરેદાર રાખું છું...
-જે.એન.
નિછાવર કરે કે નિવારણ કરે,- માસૂમ
નિછાવર કરે કે નિવારણ કરે,
હ્રદયથી હ્રદયનું સમર્પણ કરે.
ખરો ભેદ સામે ન આવે કદી,
સમજવા ઘણી તે મથામણ કરે.
ફળે આશ મનની સદા ફળ મળે,
ફસલની તરાહે.નિદામણ કરે.
પ્રયોગો થકી જો સમ્રૃધ્ધિ મળે,
નવી ખોજ કેરા પરિક્ષણ કરે.
સમજ કાયદાની ધરાવે ખરા,
છતાં જાત બળનું પ્રદર્શન કરે.
સહન ચોટ.કરતા થયા એટલે,
નજરથીનજરનાંજ કામણ કરે.
કલમ વાપરીને ભરાયા હવે,
છટકવાજ માસૂમ મથામણ કરે.
-માસૂમ
♡ Selfy ♡ - સાલસ
આજે તો
એમ થયું કે
હવાનો ફૉટો પાડું !
જોયું તો - -
રંગબેરંગી ફૂલોની સૌરભ - -
ધ્વનિતરંગ પરના ટહુકા - -
રાતે રોપેલી ભીંનાશ - -
બધું જ - -
આવી ગયું ફૉટામાં !
હવા કેટલી પારદર્શક નઈ ?
પછી - -
મારી સ્વછબિ લેવા
સાવ જુઠ્ઠું હસ્યો
આપણે - -
બહારના માણસને પણ
સાચો બતાવતા નથી
તો પછી
અંદરના
માણસની તો
વાત જ શું કરવી!
આપણે
ખરેખર ' Selfy ' છીએ નઈ !!
-સાલસ
એવોર્ડવાંછું કવિનું ગીત!!! - કૃષ્ણ દવે
એવોર્ડવાંછું કવિનું ગીત!!!
છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું, મારી આ પંક્તિ છે, છાપો,
એક તો એવોર્ડ મને આપો . . .!
ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીના વ્હેમમાં ?
"એવોર્ડ મેળવવાની કળા" એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં.
ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો
એક તો એવોર્ડ મને આપો . . .!!
ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય,
ઉઠતાં ઘોંઘાટમાંય સુરીલો કંઠ કો’ક નાનું પણ ગીત મારું ગાય;
એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો
એક તો એવોર્ડ મને આપો . . .!!!
ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર,
વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર ?
એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો ?
એક તો એવોર્ડ મને આપો . . .!!!!
– કૃષ્ણ દવે
તમને ખાલી મળવું’તુ- અનિલ ચાવડા
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.
ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.
રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.
- અનિલ ચાવડા
અનિલનું તાજગી સભર ગીત
ખલીલ ધનતેજવી
મારે તો રોજ જલસા લગાતાર કેટલા ?
તારે વરસમાં બોલ રવિવાર કેટલા ?
- ખલીલ ધનતેજવી
તું બહુ જબરી-ડૉ. ભાવેશ જેતપરિયા
તું બહુ જબરી
ડૉ. ભાવેશ જેતપરિયા
તું બહુ જબરી ભરવાડણ સમ ભોળી
કરતી એંઠાં બોરાં
તોય પરભુજી ઓરા
રાહે પડ્યા કંટકને હડસેલી
ફરતી ઘેલી ઘેલી વાટ સંકોરી
પડોજણિયું વરવું કાઢી
સ્મરણ જંતેડું લઈ બેસી ગઈ એકનોરી
બોરડી તળે મૂળિયાં સુધી પેસી જઈને
સમરસ સીંચ્યા કાગળ કોરા
તું બહુ જબરી....
લોહ થાંભલે હાર નહિ, ના માગું ત્રાગું
ના ઉહકારા કે લવકારા મનથી;
ના વેરાવું ના તળાવું પડવું ટેકરીએથી
છૂટવું પાન ખરે સમ ટપ દઇને તનથી.
વનવન ભમતા આવી પૂગ્યા સ્વયં
પગપાળા સીધા ઝૂંપડીએ ઝીકોરા.
તું બહુ જબરી......
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
Stay connect with morpichh
હૂં વિચારુ છું શું? - કાજલ ઠક્કર
હૂં
વિચારુ છું શું?
ને
લખુ છું શું??
કોઇ
સરકારી
કર્મચારીની
ટેબલ
પર પડેલ
ફાઇલોની
જેમ,
વેર-વિખેર
મારા વિચારો..
-કાજલ ઠક્કર
Saturday, August 27, 2016
"કાંઇક વાત બને!"- નિકુંજ ભટ્ટ'રમતીયાળ'
અમસ્તા જ જીવન થોડું મોતી જેવુ બને!
હુંફ છીપ જેવી હોય, તો કાંઇક વાત બને.
માત્ર ઉભા રહી ને આશા ના રખાય લક્ષ્ય ની
થોડું ચાલો, થોડું દોડો, તો કાંઇક વાત બને.
એકલા તો કેટલું ચાલી શકાય પત્થર જમીન પર
હાથ માં તારો હાથ હોય, તો કાંઇક વાત બને!
થોડી સરળતાથી શાંત થઇ જવાની દુનિયા!
હાથમાં ગુલાબ હોય ,તો કાંઇક વાત બને.
આવી નાની આંધી સામે શું લડવા બેસવું!
મુશ્કેલી ઔકાત ની હોય, તો કાંઇક વાત બને.
ઘણું કહેવું હોય છે, કોઈ ને કોઈ સંજોગે પણ!
કલમ કરતા જીભ બોલે, તો કાંઇક વાત બને.
આમ સસ્તા માં થોડું પતે કામ "રમતીયાળ" નું!
પ્રેમ નું પ્રલોભન હોય, તો કાંઇક વાત બને.
-નિકુંજ ભટ્ટ(રમતીયાળ)
Saturday, August 20, 2016
કોણ વાર્તા કાલની આજે કહે છે... ડૉ.ભાવેશ જેતપરીયા.
કોણ વાર્તા કાલની આજે કહે છે,
કોણ મનમાં રોજ ઊગે-આથમે છે.
ક્યાં વસું છું શું કરું છું કેમ છું હું,
કોણ છે જે આ બધું પૂછી શકે છે.
આ અષાઢી સાંજના એકાંત વચ્ચે,
કોણ મારા તનબદનને ભીંજવે છે.
બારમાસી ફૂલ માફક હર ક્ષણોમાં,
કોણ મારા શ્વાસ શ્વાસે મઘમઘે છે.
જિંદગીમાં એક ઝાંખી યાદ સાથે,
કોણ મારી આંખમાં આવી વસે છે.
પારદર્શક વિસ્મયોનાં અંધકારે,
કોણે રાત્રે સ્વપ્નમાં ભેટી પડે છે.
- ડૉ.ભાવેશ જેતપરીયા.
Thursday, August 18, 2016
चलते है...- निकुंज भट्ट
जमाने से थोड़े ईतराके चलते हैं
सफर पे सफर काटते चलते है।
तेरे चहेरे की मस्तीया याद है हमें
उसीको दिल मैं छुपाके चलते है।।
राहों मे हो फूल या बिछे हो काटे
पैरों पे खुद को दबाके चलते है।
समंदर है बहुत बडा मगर
प्यासे उसे ठोकर मार के चलते हैै।।
हमें भी हैं चलना किसी के साथ
पर वो किसी ओर के साथ चलते है।
हमारी शराफत हैं या मजबुरी
हम कीसी के सपनों पे नहीं चलते है।।
इंसानों का भरोसा नहीं हैं कुछ
इंसानियत को सब भुला के चलते है।
महोब्बत है कुछ ईस कदर हमें
हम उसकी यादों के साथ चलते है।।
लोग भी यहां के अजीब है
जिंदा को छोड़ के मुदोँ के साथ चलते है।
साकी तु मैंखाना बंध ना कर
हम यहां से सीधा कब्रस्तान चलते है।।
-निकुंज भट्ट
काजल ठक्कर
काफी कुछ लूटते हुए देखा,कहीं कुछ बिखरते हुए देखा,
आँधियों को बहुत करीब से गुजरते हुए देखा।
लौट के भी तो जा नही शकते उन रास्तो पे,
जिन रास्तो पे कभी जिंदगी को तड़पते हुए देखा।
रब जीने का हौसला दे, दुआ कर रही थी मै,
साथ जिये लम्हों को पलको से गिरते हुए देखा।
तन्हाईयों को निगाहो की फरश पे रखके,
तेरी परछाइयों को ख्वाबोमे घूमते हुए देखा।
उम्र की दहलीज पे खड़ी जिंदगी भी तो अधूरी है,
दिले-नाकाम को इस तरह भी बहलाते हुए देखा।
मिटा शका है भला कौन? दिलो पे कदमो के नख़्श,
हदो में रहकर भी मुहोब्बत को निभाते हुए देखा।
रहमत ही होगी, कहने दो, 'रहमत ही है',
गम-ए-हस्ती में भी जिंदगी को संवरते हुए देखा।
------ काजल ठक्कर
વરસોના વરસ લાગે - ડૉ. મુકેશ જોશી
ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે,
કણોને જોડવા બેસું તો વરસોના વરસ લાગે.
હવે તો આભથી બોલાવીએ બે ચાર વાદળને,
રણો ફંફોસવા બેસું તો વરસોના વરસ લાગે.
વસાવ્યા એટલા માટે કાયમ તમને હ્રુદયમાં કે,
ફરીથી શોધવા બેસું તો વરસોના વરસ લાગે.
ઝડપથી થાય છે પૂજા ; વળી રહે નામ ભક્તોમાં,
હરીને કોસવા બેસું તો વરસોના વરસ લાગે.
અમે બે ચાર શબ્દોથી કરી લેશુ સરસ સ્વાગત,
ખજાનો ખોલવા બેસું તો વરસોના વરસ લાગે.
- ડૉ. મુકેશ જોશી
ગઝલ - એવું બને... - દિલીપ વી
આભ થઇ તું આવરે એવું બને;
પ્રેમના પુષ્પો ઝરે એવું બને.
વ્યોમ ગંગાના કિનારે પ્રકટે છે;
વેદ ઋચા અવતરે એવું બને.
પ્રેમે લખ્યું જત જણાવવાનું સખી;
ચૂમીનું સરવર સરે, એવું બને.
હારની પીડા ખમે છે એ જ તો;
ઉર્ધ્વ માર્ગે સંચરે, એવું બને.
શકયતા દસ્તક દે નતમસ્તક "દિલીપ";
ધારણા ખોટી ઠરે એવું બને.
-દિલીપ વી
उनका खयाल आ गया था..- मेगी आसनानी
न पूछो कि फ़िर रात कैसे गुज़ारी
कि कल शाम उनका खयाल आ गया था..
- मेगी आसनानी
જોતજોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા- હરજીવન દાફડા
જોતજોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા,
પોતપોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
કીડીઅો ભેગી મળી વાતો કરે છે કાનમાં,
અેક છોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
કાંઇપણ બોલ્યા વગર અે સાંભળે છે સર્વને,
મૂક શ્રોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
પીંજરું છોડ્યું પરંતુુ ઊડતાં ન આવડ્યું,
વ્યર્થ તોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
છેક છેવાડે ઊભેલો અેક જણ બોલી ઊઠ્યો,
હા, મસોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
-હરજીવન દાફડા
જે ભીતર અજવાશને ઝાંખે- સ્નેહી પરમાર
જે ભીતર અજવાશને ઝાંખે
મૌન ધરે, કાં મંતર ભાખે
ખોટી ઝાલક નાંખી ઝાંપે
જાણ્યું ના તેડેલું કાખે
ભરચક હો તો પણ ના ભાખે
મળશે બસ એકાદું લાખે
હૂંડી લખવાનું છોડી દે
એ ય લખે ના તારી શાખે?
દરવાજેથી ક્યાં આવ્યું છે?
કે રહેશે દરવાજા વાખે
નોંધી લે મળવાનું થાનક
તારે મારે મળવું રાખે
- સ્નેહી પરમાર
(" યદા તદા ગઝલ " માંથી સાભાર)
શેષમાં સાહેબજી - સંજુ વાળા
સઘળા પછી જે કૈં વધે તે શેષમાં સાહેબજી !
મેં પણ સતત શોધ્યો તને અવશેષમાં સાહેબજી !
સીધા કથનમાં કે ઉવાચું શ્લેષમાં સાહેબજી !
છે આપવીતી સર્વથા આશ્લેષમાં સાહેબજી !
ના થઈ ઠરીને ઠામ વહેતી નાડીઓની ચડ-ઉતર
એવું તે શું ઓછું પડ્યું આદેશમાં સાહેબજી !
જાહોજલાલી સાહ્યબી નવલાખ મૂકી માળવા
કોણે ગઝલ છેડી ફકીરી વેશમાં સાહેબજી !
કોરાઈ આરસમાં કદી તું ભોગ છપ્પન ભોગવે
વિલસે કદી વાસ્તવરૂપે વિશેષમાં સાહેબજી !
હું દ્રાક્ષમંડપમાં વિહરતો વાયરો, તું લહેરખી
સામે મળીને આવશું આવેશમાં સાહેબજી !
ચાલો શહેરી સભ્યતાની પાઠશાળામાં હવે
ગમતું નથી આ ગામઠી ગણવેશમાં સાહેબજી !
ઠાલા ! ગઝલને ગાળ મા દેજો, જરા સંભાળજો
એ છે ગિરાની સદ્યસ્નાતા રેશમા સાહેબજી !
(કવિતા નામે સંજીવની -2014... માંથી )
મુકેશ મણિયાર
મળે જયાં
આંખ થી આંખ,
ત્યાં જ પ્રણય ની
શરુઆત થાય છે,
હવે શબ્દો ની
કયાં છે જરૂર
હવે તો મૌન થકી જ
વાત થાય છે...
--- મુકેશ મણિયાર
Wednesday, August 10, 2016
રિષભ મહેતા,
અખતરો એક કરીએ ચાલ આજે
ભૂલી જઇએ જરા ગઈ કાલ , આજે !
ઘણું મુશ્કેલ સાથે ચાલવું છે
જુદી છે કંઇ તમારી ચાલ આજે.
મને પણ રાતભર નીંદર ન આવી
તમારાં પણ નયન છે લાલ આજે.
તને સ્પર્શ્યા હશે મારા વિચારો
રતુમડા થઇ ગયા છે ગાલ આજે !
સતત સૂનકાર છે મારા હ્રદયમાં
નથી એમાં તમારા ખ્યાલ આજે .
હતું જ્યાં સાવ ખૂલ્લું બારણું ત્યાં
ચણાઈ ગઈ જુઓ દીવાલ આજે .
હોઇ ના શકે......... ચંદ્રેશ મકવાણા 'નારાજ'
નારાજ એમાં સહેજે સ્વસ્થ હોઇ ના શકે
તારા વગરનું સ્વર્ગ સ્વર્ગ હોઇ ના શકે
ઉચકી શકે ના ફોન ના મેસેજ પણ કરે
નારાજ એટલો તો વ્યસ્ત હોઇ ના શકે
છે શક્ય કે હો ઘરના દરવાજા બંધ પણ
હૈયાના બારણા તો બંધ હોઇ ના શકે
એ વાત સાવ ખોટી છે ખોટી છે ખોટી છે
કે પ્રેમની પીડા અનંત હોઇ ના શકે
દરવાજે હો ટકોરા અને ઉંઘ ના ઉડે
નારાજ એટલો તો ત્રસ્ત હોઇ ના શકે ..
--ચંદ્રેશ મકવાણા 'નારાજ'
God with me...... જે.એન.પટેલ 'જગત'
God with me...
પ્રેમમાં ક્યારેય હું પડતો નથી..
લાગણીને એટલે ખણતો નથી..*
કાળજામાં નામ કોતરતો નથી..
છે પડેલા ઘા, એ ખોતરતો નથી...
પુણ્ય સાથે પાપ સરખાવતો નથી..
એટલે તો રોજ હું મરતો નથી...
જે તરે છે તે જ ઇશનું હોય છે..
ઇશ છે મારો, આમ હું તરતો નથી...
સ્થિર થઇ જીવન ગમે છે એટલે..
આ જગતમાં ક્યાંય હું ભમતો નથી...Jn
ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે,
ચિત્ર દોરેલાં બધાં પાછાં મળે,
ઘાટ યાદોના ફરી તાજા મળે.
રાહ ને ચાહત નસીબે હો લખી,
ઈશ તણી શતરંજનાં પાસાં મળે.
વેદનાં વરસી પડે નૈનૌ થકી,
દશ્ય વ્યથાનાં અહીં ઝાઝા મળે.
લાગણીનું ક્ષેત્રફળ વધતું જશે,
સ્વજનો ચોમેર જો સાચાં મળે.
કેમ સમજાશે ચિત્રોની ક્રૂરતા,
શબ્દને પણ અર્થની ભાષા મળે.
અંધકારો જિંદગીના ભાગશે
દોસ્ત ખોયેલા અગર સાજા મળે.
ખેલ અઘરા આંટઘુંટી નાં સાલે,
ભાગ્ય કે,એ ગલી ને ખાંચા મળે.
દોડતા આવે હદયસંગી જનો,
મૃત્યુને ટાણે ઘણી શાતા મળે.
જોઇ લીધી છે અનેકી ભાંજગડ,
કાશ!'જ્ન્નત' નાં મને નાકા મળે.
-જ્ન્નત
પિનલ સતાપરા
શોધવુંછે
શોધવુંછે
દોડતું મન રોકવું છે
કયાંક હૈયું ખોલવું છે
બાગની ખુલ્લી હવામાં
વૃક્ષ ખોળે પોઢવું છે
ફૂલ હો કે હોય કાંટા,
મસ્ત થઇને ડોલવું છે
સત્ય કડવું હોયછે પણ
તોય સાચું બોલવું છે
કિંમતી તારું વચન છે
ત્રાજવે ના તોલવું છે
ના કબુલું હાર કો' દિ
જીતવાને દોડવું છે
કોઇ સરનામું નથી પણ
ઘર ગઝલનું શોધવું છે
ભારતી ગડા
पहेला परथम धजागरो करश
पहेला परथम धजागरो करशे
तारो कक्को पछी खरो करशे
नाखी दईने अगाध समदरमां
कांठे रहीने 'तरो - तरो' करशे
हाथमां ऐक फूल आपीने
आमथी तेम बावरो करशे
लोक भांगी पडे तलेटीमां
ऐटलां ऊंचा शिखरो करशे
ऐनां पगलां कंकुपगला छे
तारा पगमां ऐ झामरो करशे
..भरत भट्ट..
તાણાં વાણાં........... ડો.પરેશ સોલંકી
ઈચ્છાઓના જાળા જાણે ભેદભરમના તાણાં વાણાં,
કોણે દીઠા સપનાંઓને દેખકરમના તાણાં વાણાં.
પ્રેમપદારથ વણવા કાજે કાચાધાગા લઈ ને બેઠા,
ગૂંથ્યા તોપણ ના સમજાયા પ્રેમપરમના તાણાં વાણાં.
પરપોટાના ઘરમાં બેસી ને પાણીથી અભડાયાતા,
મોજાઓએ તોડી નાખ્યા શેહશરમના તાણાં વાણાં.
તારો દીવો તું થા,ને હું ઈશ્વર માની પથ્થર પુજુ.
કેંક યુગોથી અટવાયાછે દેહધરમના તા
ણાં વાણાં.
ચાલ્યાં છીએ અંધારે ને પાર સૂરજની જાવું મારે,
પહોંચીને પણ મૃગજળ જોયા મેલચરમ
ના તાણાં વાણાં.
ડો.પરેશ સોલંકી
દેખ અમરફળ ખરતું........ અનિલ વાળા.
દેખ અમરફળ ખરતું....
પુન: ભરથરી, પુન: પિંગલા, અશ્વપાલ થઈ ફરતું !
પ્રેમ પદારથ સામે ઊભું મૃત્યુફળ મહારાજ,
આવું બન્યું,બનતું રહેશે, બન્યા કરે છે આજ !
કો' બ્રાહ્મણી, કો' વેશ્યાનાં ઘરથી એ નીસરતું.....
દેખ અમરફળ ખરતું
ધિક્ તામ્ મામ્ ઈમામ્ અને ધિક્કાર દેવને,
કીડા પડે એ ફળમાં ને એને ખાનાર બેઉને....
સુવર્ણ છરીથી પેટ ચીરી,મેં જગ જોયું છે મરતું....
દેખ ! અમરફળ ખરતું.....
- અનિલ વાળા.
Tuesday, August 9, 2016
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે ..... હર્ષિદા દીપક
બે ધારી તલવાર માથે .....
ડગડગ થાતો ને અથડાતો,
પળપળમાં એ પીટાતો .....
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....
જીવતા જીવે નાટક કરતો, ખાતો થોડું ઘણું ઓકતો,
રંગરુપનાં ઢગલા માથે
ખીલતો જાતો ને કરમાતો
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....
સીટી વાગી ગાડી આવી,જાત - પાત વચ્ચે ન આવી
પીડા સાથે કરે યાચના
પોતે બોલી ને પથરાતો
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....
જગમાં જેનો ડંકો વાગે, હું સાચો પડઘામાં ગાજે
ઢમઢમ કરતો ઢોલ બજાવે,
પોલાણો આંખે ન ધરતો
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....
ઘરના લોકો સઘળાં ખોટાં ,બીજાને કરતો એ મોટા,
થાકે ત્યારે ઘરમાં આવી
મીઠું બોલીને ને મલકાતો
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....
અંત સમે તો હાથ પ્રસારે,મંદિર - મસ્જિદ ને ગુરુદ્વારે,
સઘળી ભૂલો માફ કરી દે
સ્વર્ગ સ્થાનની ઇચ્છા કરતો
માણસ છે આ માણસ છે ભાઈ માણસ છે .....
----- હર્ષિદા દીપક